અમદાવાદ : આજે 16 એપ્રિલ, બુધવારના રોજ ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે કિસ્મતનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ: ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં છે. તે આપની રાશિથી અષ્ટમ ભાવમાં છે. આજે આપ સાંસારિક બાબતો ભૂલીને આધ્યાત્મિકતા પ્રવૃત્તિઓમાં ગુંથાયેલા રહેશો, ગૂઢ રહસ્યમય વિદ્યાઓ અને ઉંડી ચિંતનશક્તિ આપના માનસિક ભારને હળવો કરશે. આધ્યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે સારો યોગ છે. બોલવા પર સંયમ રાખવાથી કોઈ અનર્થ નહીં સર્જાય. હિતશત્રુઓ હાનિ કરી શકે છે માટે સતર્ક રહેવું. નવા કાર્યની શરૂઆત ન કરવી.
વૃષભ: ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં છે. તે આપની રાશિથી સપ્તમ ભાવમાં છે. આપ જીવનસાથીની નિકટતા માણશો અને તેનું સુખ ભોગવી શકશો. કુટુંબ સાથે સામાજિક મેળાવડામાં બહાર ફરવા કે પર્યટન પર જશો અને આનંદમાં સમય પસાર થશે. તન મનથી પ્રસન્નતા અનુભવશો. જાહેર જીવનમાં યશકીર્તિ મળે. વેપારીઓ વેપારનો વિકાસ સાધી શકશે. ભાગીદારીથી લાભ થાય. આકસ્મિક ધનલાભ અને પરદેશથી સમાચાર મળે.
મિથુન: ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં છે. તે આપની રાશિથી ષષ્ટમ ભાવમાં છે. બાકી રહેલા કામ પૂરા કરવા માટે સમય સારો છે. આપના પરિવારમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ હશે. આપના કામમાં આપ યશ પ્રતિષ્ઠા મેળવી શકશો. લોકો સાથેના સંપર્ક દરમિયાન સ્વભાવને શાંત રાખવો જરૂરી છે, બોલવામાં સંયમ રાખશો તો મનદુઃખને ટાળી શકશો. નાણાંકીય લાભ મેળવી શકશો. વિરોધીઓ સામે વિજય મેળવી શકશો. નોકરી કરતા લોકો લાભ મેળવી શકશે.
કર્ક: ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં છે. તે આપની રાશિથી પંચમ ભાવમાં છે. આજે આપનો દિવસ થોડી ચિંતા અને અજંપાવાળો રહેશે. શારીરિક બાબતોમાં પણ ધ્યાન આપવાની સલાહ છે. નવા કાર્યના પ્રારંભ માટે દિવસ અનુકૂળ નથી. અચાનક વધારે પ્રમાણમાં ખર્ચ થઇ શકે. પ્રિયપાત્ર સાથે ખટરાગ કે વિવાદ ટાળવા માટે વાણી અને વર્તનમાં પારદર્શકતા અને સ્પષ્ટતા રાખવી. આપનો રંગીન મિજાજ આપના માટે મુશ્કેલીનું કારણ ના બને તે માટે સભાન રહેવું પડશે. આજે પ્રવાસમાં કોઇ તકલીફ આવી શકે છે તેથી તેને મુલતવી રાખવાની સલાહ આપવામાં આવે છે.
સિંહ: ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં છે. તે આપની રાશિથી ચતુર્થ ભાવમાં છે. આપનો આજનો દિવસ સંપૂર્ણપણે આપની તરફેણમાં નથી. ઘરમાં સંવાદિતા જાળવવા તમારે વિશેષ ધ્યાન આપવું પડશે. પરિવારજનો સાથે મનદુ:ખ ના થાય તે માટે દરેક વાતને ન્યાય આપવાનો પ્રયાસ કરવો. આપની તન- મનની તંદુરસ્તી સામાન્ય રહે. મનમાં વધુ પડતું ચિંતાનો બોજ ના રાખવાની સલાહ છે. માતાની તંદુરસ્તીનું વધુ ધ્યાન રાખવાની સલાહ છે. ઊંઘનું પ્રમાણ ઘટતા તેની અસર આપના વર્તનમાં પડી શકે છે. વધુ પડતી લાગણીશીલતા અનુભવાય. પાણીજન્ય સમસ્યાથી સાચવવું. નોકરિયાતોને કામકાજના કલાકો વધી શકે છે. જમીન મિલકત વગેરેના દસ્તાવેજો કરવામાં સાવધાની રાખવી.
કન્યા: ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં છે. તે આપની રાશિથી તૃતીય ભાવમાં છે. આજે આપને કોઇપણ કાર્યમાં અવિચારી રીતે ન ઝંપલાવવાની સલાહ છે. સહોદરો સાથે સારી રીતે સમય પસાર થાય. ચિત્તમાં પ્રસન્નતા રહે. લાગણીસભર સંબંધોથી આપ દ્રવીભૂત થાવ. મિત્રો- સ્વજનોથી મુલાકાત થાય. ભાઇ- બહેનોથી લાભ થાય. પ્રતિસ્પર્ધીઓ સામે આપ ટક્કર ઝીલી શકો. ગૂઢ અને રહસ્યમય તેમજ આધ્યાત્મિક બાબતોમાં સિદ્ધિ મળે.
તુલા: ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં છે. તે આપની રાશિથી દ્વિતિય ભાવમાં છે. આપનું માનસિક વલણ શક્ય હોય એટલું સકારાત્મક રાખવાનો પ્રયાસ કરવો. ક્રોધાવેશમાં કોઈપણ ખોટો નિર્ણય લેવાઈ જાય અથવા તમારી વાણીના કારણે કોઈને મનદુઃખ થાય તેવી સ્થિતિ ટાળવા માટે આજે શાંતિ અને ધીરજ રાખવી અને શક્ય હોય તો એકાંતમાં જ રહેવાનો પ્રયાસ કરવો. બિનજરૂરી ખર્ચથી બચવું અને તંદુરસ્તીની કાળજી લેવી. અનૈતિક પ્રવૃત્તિઓ તરફ ન વળવાની સલાહ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મહેનત વધારવી પડશે.
વૃશ્ચિક: ચંદ્ર આજેવૃશ્ચિક રાશિમાં છે. તે આપની રાશિથી પ્રથમ ભાવમાં છે. આપનો આજનો દિવસ સામાન્ય રીતે પસાર થશે. તન મનની પ્રસન્નતા રહેશે તેમજ સુખ અને આનંદની પ્રાપ્તિ થાય. પરિવારજનો સાથે આનંદ ઉલ્લાસમાં સમય પસાર થાય. મિત્રો સ્વજનો દ્વારા ભેટ સોગાદ મળવાથી આનંદ થાય. પ્રિયજનો સાથે મિલન મુલાકાતમાં સફળતા મળે. શુભ સમાચારની પ્રાપ્તિ થાય. આનંદદાયક પ્રવાસની શક્યતા છે. આપને શ્રેષ્ઠ દાંપત્યસુખ મળે.
ધન: ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં છે. તે આપની રાશિથી દ્વાદશ ભાવમાં છે. આજે આપની વાણી અને વર્તનના કારણે ગેરસમજ ઉભી થવાની શક્યતા ટાળવા માટે વર્તન અને શબ્દોમાં પારદર્શકતા રાખવી. રોષની લાગણી ઓછી રાખવી જેથી આપ કોઇ સાથે વિખવાદ ટાળી શકો. વાહન ચલાવતા સંભાળવું. આવકના પ્રમાણમાં ખર્ચ વધારે રહે. કુટુંબીજનો સાથે પણ મનદુ:ખ ઉભું ના થાય તેનું ધ્યાન રાખજો. તંદુરસ્તીની સંભાળ લેવી પડશે. ઇશ્વરની આરાધના અને આધ્યાત્મિકતા આપના મનને શાંતિ આપશે.
મકર: ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં છે. તે આપની રાશિથી એકાદશ ભાવમાં છે. સામાજિક કાર્યોથી આપને લાભ થાય. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રો દ્વારા લાભ થવાનો આજે દિવસ છે. મિત્રો સંબંધીઓ સાથેની મિલન મુલાકાત આપને લાભદાયી નીવડશે. લગ્નોત્સુક યુવક- યુવતીઓના લગ્નનો પ્રશ્ન ઓછા પ્રયાસે આજે સરળતાથી ઉકલી જશે. શુભ પ્રસંગોનું આયોજન થાય. સ્ત્રી, પુત્ર વગેરેનો સહકાર મળશે. કોઇપણ વસ્તુની ખરીદી માટે શુભ દિવસ છે. શેર સટ્ટાકીય પ્રવૃત્તિમાં આર્થિક લાભ થાય. પત્નીના આરોગ્ય અંગે થોડી ચિંતા રહેશે.
કુંભ: ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં છે. તે આપની રાશિથી દશમ ભાવમાં છે. આપનો આજનો દિવસ અનુકૂળ હોવાનું જણાઈ રહ્યું છે. આપના દરેક કાર્યો સરળતાથી પાર પાડવાને કારણે ખુશ રહેશો. નોકરી- વ્યવસાયના સ્થળે પણ અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાય અને સફળતા મળે. ઉપરી અધિકારીઓ અને વડીલ વર્ગના આશીર્વાદ આજે આપની સાથે હશે તેથી આપ માનસિક રીતે કોઇપણ પ્રકારના ભારથી મુક્ત હશો. બઢતી અને ધનપ્રાપ્તિ યોગ છે. આરોગ્ય સારું રહે. ગૃહસ્થજીવન આનંદપૂર્ણ રહેશે. માન- સન્માન વધે.
મીન: ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં છે. તે આપની રાશિથી નવમ ભાવમાં છે. મનમાં અજંપો અને અશાંતિ સાથે આપના દિવસની શરૂઆત થાય તેવી સંભાવના હોવાથી આવી સ્થિતિમાં તમને ઈશ્વર સ્મરણ મદદરૂપ થઈ શકે છે. શરીરમાં થોડો થાક અને અશક્તિનો અનુભવ થાય. ઉપરી અધિકારીઓ સાથે સંભાળીને કામ લેવાની આપને ખાસ સલાહ છે. સંતાનો સંબંધિત બાબતોમાં તમારી વ્યસ્તતા ઘણી વધશે. ખોટો નાણાં ખર્ચ ટાળવો. હરીફો સાથે વાદવિવાદ ટાળવો. પેટમાં ગરબડની થોડી શક્યતા છે માટે ખાવામાં ધ્યાન રાખવું. નસીબના ભરોસે બહુ રહેવું નહીં. વિચારોમાં સકારાત્મકતા લાવજો.