અમદાવાદ : આજે 12 એપ્રિલ, શનિવારના રોજ ચંદ્ર કન્યા રાશિમાં છે. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે કિસ્મતનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે..
મેષ: આજે કન્યા રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી ષષ્ટમ ભાવમાંથી થઇ રહ્યું છે. આપનો આજનો દિવસ આર્થિક અને વ્યાવસાયિક રીતે લાભદાયી નીવડશે. આજે ધનલાભની સાથે સાથે આપ લાંબાગાળાનું નાણાંકીય આયોજન પણ કરી શકો છો. જો આપ બિઝનેસ સાથે જોડાયેલા હશો તો તે અંગેનું આયોજન પણ શક્ય બનશે. આજે આપ શરીર અને મનથી તાજગીનો અનુભવ કરશો. આપનો આજનો દિવસ મિત્રો- સ્વજનો સાથે આનંદમાં પસાર થાય. નાનકડો પ્રવાસ પણ સંભવી શકે. આજે કોઇ ધાર્મિક કે પુણ્યનું કાર્ય કરો. એકંદરે શુભ દિવસ છે.
વૃષભ: આજે કન્યા રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી પંચમ ભાવમાંથી થઇ રહ્યું છે. આપના આજના દિવસે આપની વાણીથી કોઇને મંત્રમુગ્ધ કરીને લાભ મેળવી શકશો તથા સુમેળભર્યા સંબંધો બાંધી શકશો. આપની વૈચારિક સમૃદ્ધિ વધે અને આપનું મન પ્રફુલ્લિત રહે. આપ કોઇ શુભકાર્ય કરવા પ્રેરાઓ. આજે વઘુ મહેનતે ઓછું પરિણામ મળવા છતાં ખંતપૂર્વક આગળ વધી શકો. આપના નાણાંનું વ્યવસ્િથત આયોજન કરવા અનુકૂળ સમય છે.
મિથુન: આજે કન્યા રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી ચતુર્થ ભાવમાંથી થઇ રહ્યું છે. આપને આજે વધુ પડતા લાગણીશીલતા અને સંવેદનશીલતામાં ન તણાઇ જવાની સલાહ છે. આ ઉપરાંત સ્ત્રી વર્ગથી સાવચેત રહેવાની પણ ચેતવણી આપવામાં આવે છે. પાણી તથા અન્ય પ્રવાહી પદાર્થોથી પણ કાળજી રાખવી. કોઇ અગત્યના નિર્ણયો મનમાં દ્વિધાઓ ઉત્પન્ન થવાને કારણે ન લઇ શકો. વધારે પડતા વિચારોથી માનસિક થાક અનુભવાય. અનિદ્રાના કારણે શરીરમાં અસ્વસ્થતા અનુભવાય. વાદવિવાદ કે ચર્ચા ખાસ કરીને કુટુંબને લગ્તી કે મિલકતને લગતી બાબતો વિશેની ચર્ચા ટાળવી. આજે પ્રવાસ ન કરવો.
કર્ક: આજે કન્યા રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી તૃતીય ભાવમાંથી થઇ રહ્યું છે. આજના દિવસ દરમ્યાન આપ તન મનથી પ્રફુલ્લિતતા તાજગીનો અનુભવ કરશો. નવા કાર્યનો આરંભ કરવા માટે સારો દિવસ છે. મિત્રો અને સ્નેહીઓ સાથેની મુલાકાતથી આનંદ થાય. કાર્ય સફળતાથી આપના ઉત્સાહમાં વધારો થશે. હરીફો અને પ્રતિસ્પર્ધીઓ પર વિજય મેળવી શકો. ભાઇ- બહેનોથી લાભ થાય. પ્રિયપાત્રના સંગાથથી મન રોમાંચિત બને. અન્યો સાથે લાગણીસભર સંબંધો બંધાય. આનંદમય પ્રવાસ થાય. નાણાકીય લાભ થાય. જાહેરમાં માન- સન્માન મળે.
સિંહ: આજે કન્યા રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દ્વિતિય ભાવમાંથી થઇ રહ્યું છે. લાંબા આયોજનો અને તે અંગેના વધુ પડતા વિચારો આજે આપને દ્વિધાયુક્ત મનોસ્થિતિમાં મૂકી દેશે. તમારે વર્તનમાં વ્યવહારુતા લાવવી પડશે. દરેક બાબતને લાગણીમાં આવ્યા વગર વિચારવી પડશે. જોકે, આવી સ્થિતિમાં પણ પરિવારજનો સાથે કુટુંબમાં સુમેળભર્યા વાતાવરણમાં તમે હળવાફુલ થઇ જશો. દૂરના સ્થળે સંદેશ વ્યવહારથી આપને ફાયદો થાય. વધારે પડતા ખર્ચથી સાચવવું. સ્ત્રી મિત્રો સાથે આનંદપૂર્વક સમય વીતે અને તેમનો સાથ સહકાર પણ તમને મળી શકશે. આજે આપને નિર્ધારિત કાર્યમાં સફળતા માટે પ્રયાસો વધારવા પડશે. એકંદરે દિવસ મધ્યમ રહેશે.
કન્યા: આજે કન્યા રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી પ્રથમ ભાવમાંથી થઇ રહ્યું છે. આજે આપ વાણીના માઘ્યમથી નવા સુમેળભર્યા સંબંધો બાંધી શકશો જે ભવિષ્યમાં આપના માટે લાભકારી નીવડશે. આપના વિચારોની સમૃદ્ધિ વધશે. શરીર અને મનની પ્રસન્નતા રહેશે. પારિવારિક જીવન આનંદમય રહે. મિત્રવર્ગ અને સગાંસ્નેહીઓ પાસેથી ભેટ- ઉપહાર મળતા આનંદ અનુભવો. શુભ સમાચાર મળે અને આનંદદાયક પ્રવાસ થાય. લગ્નજીવનનું સુખ ભોગવી શકો.
તુલા: આજે કન્યા રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દ્વાદશ ભાવમાંથી થઇ રહ્યું છે. ક્રોધને વશમા રાખશો તો આજે કોઇ સાથે ઝગડો કે તકરાર ટાળી શકશો. કુટુંબના સભ્યો સાથે પણ કોઇ બાબતે વાણી અને વ્યવહારમાં વિનમ્રતા અને સહકારની ભાવના રાખવી. સ્વાસ્થ્ય સારું જળવાઈ રહે તે માટે ભોજન અને આરામમાં નિયમિતતા જાળવવી. વિશેષ કરીને આંખોને લગતી તકલીફ હોય તેમણે સાચવવું. અકસ્માતથી સંભાળવું. કોર્ટકચેરીના કામકાજો શક્ય હોય ત્યાં સુધી આજે છંછેડવા જેવા નથી. આધ્યાત્મિકતા અને ઇશ્વરભક્તિથી મનને શાંતિ મળશે.
વૃશ્ચિક: આજે કન્યા રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી એકાદશ ભાવમાંથી થઇ રહ્યું છે. વર્તમાન સમય આપના માટે લાભકારી અને શુભફળ આપનારો રહે. આપને સાંસારિક જીવનનો સુખદ અનુભવ થાય. લગ્ન કરવા ઇચ્છતા યુવક- યુવતીઓ માટે લગ્નના યોગ સર્જાય. નોકરી વ્યવસાયમાં વિશેષ લાભ થાય. સ્ત્રી મિત્રો થકી ફાયદો થાય. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ સાથેના કામની કદર કરશે. મિત્રો સાથેના કામની કદર કરશે. મિત્રો સાથે મુલાકાત અને રમણીય સ્થળે પર્યટન પર જવાની શક્યતા છે.
ધન: આજે કન્યા રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દશમ ભાવમાંથી થઇ રહ્યું છે. આજે આપનામાં પરોપકારી ભાવના હોય. તેથી અન્યને મદદરૂપ બનવા આપ ઉત્સુક રહો. બિઝનેસ અંગે યોગ્ય આયોજન કરી શકો. આનંદ પ્રમોદમાં દિવસ પસાર થાય. વ્યાપાર અર્થે બહારગામની મુસાફરી કરવાનું બને. ઉપરી અધિકારીઓ ખુશ રહે. હોદ્દામાં બઢતીની શક્યતાઓ છે. ગૃહસ્થજીવન આનંદમય રહે.
મકર: આજે કન્યા રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી નવમ ભાવમાંથી થઇ રહ્યું છે. આપનો આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. બૌદ્ધિક કાર્યો અને વ્યવસાયમાં આપ નવી વિચારસરણી અપનાવશો તેમજ લેખન સાહિત્યને લગતી બાબતોમાં આપની સર્જનશક્તિ વિકસશે. આપની માનસિક પરિસ્થિતિ બહુ સારી ન રહે માટે વધુ પડતું કામનું ભારણ ટાળીને શોખ પુરા થાય તેવા કાર્યોમાં પણ ધ્યાન આપવું. સંતાનોના પ્રશ્નો તમને મુંઝવશે. ખોટા ધનવ્યાપથી બચવું. માનસિક અજંપો અનુભવો. નાનકડા પ્રવાસની શક્યતા છે. રાજકીય મુશ્કેલીઓ નડે. પ્રતિસ્પર્ધીઓ સાથે વાદવિવાદ ટાળવો.
કુંભ: આજે કન્યા રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી અષ્ટમ ભાવમાંથી થઇ રહ્યું છે. આજે આપને નિષેધાત્મક કાર્યો અને નકારાત્મક વિચારોથી દૂર રહેવાની સલાહ છે. આજે આપને વધુ પડતા વિચારો સતાવે, પરિણામે માનસિક થાક અનુભવાય. ગુસ્સાની લાગણી ટાળીને દરેક બાબતે વ્યવહારુ અભિગમ અપનાવવાની સલાહ છે. કોઇપણ પ્રકારના અનૈતિક કૃત્યોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. જીભ પર સંયમ રાખવો. પરિવારમાં વિખવાદ થવાની સંભાવના છે. વધુ પડતા ખર્ચને કારણે આર્થિક ભીંસ અનુભવાય. પ્રભુસ્મરણ અને આધ્યાત્મિકતા આપના મનને શાંતિ આપશે.
મીન: આજે કન્યા રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી સપ્તમ ભાવમાંથી થઇ રહ્યું છે. વર્તમાન સમય દરમ્યાન આપ મનોરંજન અને મોજશોખમાં રચ્યાપચ્યા રહેશો. લેખક, કસબીઓ અને કલાકારોને પોતાની પ્રતિભા પ્રગટ કરવા મોકળું મેદાન મળશે. વ્યવસાયમાં ભાગીદારી માટે ઉત્તમ સમય છે. સ્વજનો, દોસ્તારો સાથે પર્યટનની મોજ માણી શકશો. પતિ- પત્નીના દાંપત્યજીવનમાં નિકટતા અને મધુરતા આવે. જાહેરજીવનમાં ખ્યાતિ મળશે.