ETV Bharat / spiritual

આજે આ રાશિના લોકોને નકારાત્‍મક વિચારોને મનમાંથી કાઢી નાખવાની સલાહ છે - AAJNU RASHIFAL

આજે ચંદ્ર સિંહ રાશિમાં છે. જાણો કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા ! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, વાંચો રાશિફળ....

આજનું રાશિફળ
આજનું રાશિફળ (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : April 10, 2025 at 12:02 AM IST

4 Min Read

અમદાવાદ : આજે 10 એપ્રિલ, ગુરુવારના રોજ ચંદ્ર સિંહ રાશિમાં છે. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે કિસ્મતનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: આજે સિંહ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી પંચમ ભાવમાં છે. સ્‍વભાવમાં ઉગ્રતા અને જિદ્દી વલણ પર કાબુ રાખવાની આપને સલાહ છે. પરિશ્રમ બાદ ધારી સફળતા ન મળવાથી મનમાં ખિન્‍નતા રહે. શરીર સ્‍વાસ્‍થ્‍ય પણ નબળું રહે. મુસાફરી માટે યોગ્‍ય સમય નથી. સંતાનો તરફ ચિંતા ઉદભવે. કોઇપણ બાબતમાં વગર વિચાર્યું પગલું નુકસાનકારક નિવડશે. સરકારી કાર્યોમાં સફળતા મળે.

વૃષભ: આજે સિંહ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી ચતુર્થ ભાવમાં છે. આજે આપની કાર્ય સફળતામાં દૃઢ મનોબળ અને આત્‍મવિશ્વાસની ભૂમિકા હશે. પિતૃપક્ષ તરફથી ફાયદો થાય. વિદ્યાર્થીઓ અભ્‍યાસમાં રૂચિ જાળવી શકશે. સરકારી કાર્યોમાં સફળતા કે લાભ મળે. સંતાનો પાછળ નાણાં વ્‍યય થાય. કલાકારો અને ખેલાડીઓ માટે પોતાની પ્રતિભા દર્શાવવા માટે ઉત્તમ સમય છે. એમ છતાં મિલકત વિશેના કાનૂની દસ્‍ત્‍ાવેજો આજે ન કરવાની સલાહ આપવામાં આવે છે.

મિથુન: આજે સિંહ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી તૃતીય ભાવમાં છે. નવા પ્રોજેક્ટોની શરૂઆત કરવા માટે આજે અનુકૂળ દિવસ છે. સરકારી લાભ થવાની પણ સંભાવના છે. નોકરી- ધંધાના સ્‍થળે આપને ઉપરી અધિકારીઓ પાસેથી કામની ફળશ્રુતિ રૂપે સારો શિરપાવ મળે છે. નાની મુસાફરીનું આયોજન શક્ય બને. મિત્રો, ભાઇભાંડુઓ કે પડોશીઓ સાથે મનદુ:ખ થયું હોય તો દૂર થાય. આપના વિચારોમાં ઝડપથી પરિવર્તન આવશે. પ્રતિસ્‍પર્ધીઓ પર વિજય મેળવી શકાય. આર્થિક બાબતો માટે સાવચેતીભર્યો સમય હોવાનું જણાઈ રહ્યું છે.

કર્ક: આજે સિંહ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી દ્વિતિય ભાવમાં છે. આજે આપને નકારાત્‍મક માનસિક વલણ ન રાખવાની સલાહ છે. શારીરિક અને માનસિક રીતે આજે આપને તંદુરસ્તીની ખાસ કાળજી લેવાની સલાહ છે. કોઈની સાથે મનદુ:ખ અને અસંતોષની લાગણી હોય તો બાંધછોડની નીતિ અપનાવીને સમસ્યાનું નિરાકરણ લાવવાની સલાહ છે. કુટુંબનું વાતાવરણ સુમેળભર્યું રાખવા માટે દરેકને પુરતો આદર અને સહકાર આપવો. કુટુંબના સભ્‍યો સાથે શક્ય હોય તો વધુ સમય વિતાવવાનો પ્રયાસ કરજો. વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં મન લાગશે પરંતુ જો બહેતર પરિણામ લાવવું હોય તો ઈતરપ્રવૃત્તિઓ છોડીને વધુ મહેનત કરવી પડશે. ખોટી પ્રવૃત્તિઓથી દૂર રહેવું.

સિંહ: આજે સિંહ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી પ્રથમ ભાવમાં છે. આજના દિવસે આપનામાં વધારે આત્‍મવિશ્વાસ રહે. આપ કોઇપણ કામનો ત્‍વરિત નિર્ણય લઇ શકશો. પિતા કે વડીલ વર્ગ તરફથી લાભ થાય. સમાજમાં આપનો માનમોભો વધશે. વાણી અને વર્તનમાં ઉગ્રતા ટાળવાની સલાહ આપવામાં આવે છે. મિત્રો સાથે આપને કોઇક બાબતે મનદુ:ખ થયું હશે તો અત્યારે દૂર કરવાની સલાહ છે. સ્‍વભાવમાં શાંતિ અને ધીરજ જાળવવાનો પ્રયાસ કરવો. ધાર્મિક કાર્યો પાછળ ધનખર્ચ થાય. તંદુરસ્‍તીનું ધ્‍યાન રાખવાની સલાહ છે. આકસ્મિક ધનખર્ચ થાય.

કન્યા: આજે સિંહ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી દ્વાદશ ભાવમાં છે. આજે આપના અહમ સાથે કોઇના અહમનો ટકરાવ ન થાય તેનું ધ્‍યાન રાખવા સલાહ આપવામાં આવે છે. બિનજરૂરી અને નકારાત્મક વિચારોથી દૂર રહેવું. મિત્રો સાથે આજના દિવસમાં મુલાકાતોની શક્યતા ઓછી જણાય છે. પરિવારના સભ્યો સાથે વાતચીત દરમિયાન આપના સ્‍વભાવમાં સૌમ્યતા જાળવી રાખવાનો પ્રયાસ કરવો. ધાર્મિક કાર્યો પાછળ ધનખર્ચ થાય. તંદુરસ્‍તીનું ધ્‍યાન રાખવું. ઝગડાથી દૂર રહેવું.

તુલા: આજે સિંહ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી એકાદશ ભાવમાં છે. આપનો આજનો દિવસ શુભ ફળદાયક નીવડશે. આજે વિવિધ ક્ષેત્રે થનારા લાભો આપને હર્ષ આપશે. આપની આવકમાં વૃદ્ધિ થશે. મિત્રો તરફથી લાભ પણ થાય અને મિત્રો પાછળ ખર્ચ પણ થશે. આનંદદાયક પર્યટન સ્‍થળની મુલાકાત આપને રોમાંચિત કરશે. સ્‍ત્રીમિત્રો અને પ્રિયતમા સાથેની મુલાકાત આનંદ આપશે. લગ્‍ન કરવા ઇચ્‍છતા પાત્રોને જીવનસાથી મળવાના યોગ છે. ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થાય.

વૃશ્ચિક: આજે સિંહ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી દશમ ભાવમાં છે. આજનો દિવસ આપના માટે શુભ આપનારો નીવડશે. વ્‍યવસાયના સ્‍થળે આપને અનુકૂળ વાતાવરણ રહેશે. ઉપરી અધિકારીઓ મહેરબાન રહે. આપના દરેક કાર્યો આજે સહજતાથી ઉકલી જાય. આપની માન પ્રતિષ્ઠામાં વધારો થાય. નોકરીમાં બઢતી મળે. ગૃહસ્‍થજીવન આનંદથી હર્યુંભર્યું રહે. ધંધાર્થે બહારગામ જવાનું થાય. સંતાનોની પ્રગતિથી સંતોષ અનુભવો.

ધન: આજે સિંહ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી નવમ ભાવમાં છે. આજે આપનું સ્‍વાસ્‍થ્‍ય નરમગરમ રહે. શરીરમાં અશક્તિ અને કંટાળાની લાગણી અનુભવાય. મનમાં ચિંતા અને વ્‍યગ્રતા રહે. વ્‍યવસાયમાં તકલીફ ઉભી થાય. જોખમો વિચાર- વર્તનથી દૂર રહેવું. કોઇપણ આયોજન સંભાળપૂર્વક કરવું. ઉપરી અધ‍િકારીઓ સાથે ઘર્ષણ ઉભું થાય. હરીફો અને વિરોધીઓ સાથે વિવાદ ટાળવો.

મકર: આજે સિંહ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી અષ્ટમ ભાવમાં છે. આજે આપને આકસ્મિક ધનખર્ચ થવાના યોગ છે. આ ખર્ચ તબિયતની સારવાર પાછળ પણ થાય અથવા વ્‍યાવહારિક કે સામાજિક કાર્ય અંગે બહારગામ જવાના કારણે પણ થઇ શકે. આજે ખાવાપીવામાં ધ્યાન રાખવું. ક્રોધથી બચતા રહેવું. નકારાત્‍મક વિચારોને મનમાંથી કાઢી નાખવાની સલાહ છે. નોકરી- વ્‍યવસાયમાં અનુકૂળતા રહેશે. ભાગીદારો સાથે મળીને સહિયારા નિર્ણયો લેવાથી તમને સારો આર્થિક ફાયદો થઈ શકે છે. વહીવટી કાર્યમાં આપ આપની કુનેહ અજમાવી શકો.

કુંભ: આજે સિંહ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી સપ્તમ ભાવમાં છે. પ્રણય અને રોમાન્‍સ માટે આજે અનુકૂળ દિવસ છે. વિજાતીય વ્‍યક્તિઓ અને પ્રિયપાત્ર જોડે આજે ખૂબ આનંદમાં દિવસ વીતે. આજે આપ દરેક કાર્ય દૃઢ મનોબળ અને આત્‍મવિશ્વાસથી કરશો. પ્રવાસ- પર્યટનની શક્યતાઓ છે. સુંદર ભોજન અને નવાં વસ્‍ત્રો પરિધાન કરવાના પ્રસંગ ઉભા થાય. લગ્‍નસુખ સંતોષકારક મળે. ભાગીદારીમાં લાભ થાય. વાહનસુખ મળે.

મીન: આજે સિંહ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી ષષ્ટમ ભાવમાં છે. એકંદરે આજનો દિવસ આપના માટે શુભ ફળ આપનારો રહેશે. આજે આપનામાં મક્કમ મનોબળ અને દૃઢ આત્‍મવિશ્વાસ છલકાશે. શરીર સ્‍વાસ્‍થ્‍ય સારું રહેશે. ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. હરીફો સામે વિજય મેળવશો. સ્‍વભાવમાં આવેશ અને ઉગ્રતા રહે તેથી બોલવામાં સાવચેતી રાખવી. સહકાર્યકરો અને હાથ નીચેના કાર્યકરોનો સહકાર મળે. મોસાળપક્ષ તરફથી સમાચાર મળે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.