અમદાવાદ : આજે 4 જૂન, બુધવારના રોજ ચંદ્રની સ્થિતિ સિંહ રાશિમાં છે. આ રાશિફળમાં આપણે જાણીશું કે, કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિના જાતકોનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે કિસ્મતનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ : ચંદ્ર આજે આપની રાશિથી પંચમ ભાવમાં છે. આજના દિવસે આપનુ શારીરિક સ્વાસ્થ્ય સારું રહેશે તેમજ મન પણ આનંદિત રહેશે. કાલ્પનિક દુનિયામાં વિહરતા આપની સ્રજનશીલતાને નવો ઓપ મળે સાહિત્ય કલાક્ષેત્રે પણ આપ સર્જન કરી શકો. વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસમાં સારો દેખાવ કરે. ઘરમાં શાંતિનું વાતાવરણ રહે. રોજિંદા કામમાં થોડોક અવરોધ આવે. નોકરીના ક્ષેત્રે ઉચ્ચ અધિકારીઓ સાથે વાદ વિવાદ ટાળવો. વધુ મહેનતે ઓછું ફળ મળે.
વૃષભ : ચંદ્ર આજે આપની રાશિથી ચતુર્થ ભાવમાં છે. આજે આપે વાણી અને વર્તન પર થોડો સંયમ રાખવાની જરૂર છે. સ્ત્રીવર્ગ અને જળાશયથી જોખમ હોવાના કારણે તેનાથી દૂર રહેવું. જમીન મિલકતના કાગળિયા પર સહી-સિક્કા કરવામાં કાળજી રાખવી. મધ્યાહન બાદ પરિસ્થિતિમાં સુધાર વર્તાશે. તન અને મનનું સ્વાસ્થ્ય સારું રહેશે. મનમાં કલ્પનાના તરંગો આખી દુનિયાનો અનુભવ કરાવશે. પ્રિયપાત્ર સાથે રોમાંચક ક્ષણ માણવાની તક મળશે.
મિથુન : ચંદ્ર આજે આપની રાશિથી તૃતીય ભાવમાં છે. આપનો આજનો દિવસનો શરૂઆતનો ભાગ સુખશાંતિથી પસાર થશે. ભાઇભાંડુઓથી આપને લાભ થાય. મિત્રો- સ્વજનો સાથે મુલાકાત થશે પરંતુ બપોર પછી મનમાં ઉઠતા નકારાત્મક વિચારોથી આપનું મન ખિન્ન થાય. સમયસર ભોજન ન મળે. વધુ પડતી લાગણીશીલતા અનુભવાય. ઘરમાં કલેશનો માહોલ ટાળવા માટે દરેકની સાથે સૌમ્ય અને આદરપૂર્વકનું વર્તન કરવું. મિલકતો સંબંધિત દસ્તાવેજો પર હસ્તાક્ષર કરતા ધ્યાન રાખવું. વધારે પડતા ભાવનાશીલ ન બનવાની સલાહ આપવામાં આવે છે.
કર્ક : ચંદ્ર આજે આપની રાશિથી દ્વિતિય ભાવમાં છે. આજનો દિવસ આપના માટે આર્થિક લાભાલાભ ધરાવતો હશે. કુટુંબીજનોનો સહયોગ મળી રહેશે. આજે આપે વાક્ચાતુર્યથી આપનું કામ કઢાવી શકશે. ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થાય. બપોર પછી આપ પર્યટનનું આયોજન કરશો. સહોદરો સાથે વધુ નિકટતા અનુભવાય. પ્રિયતમા સાથે રોમાંચક મુલાકાત થાય, તંદુરસ્તી સારી રહે. સાથે સાથે ચિત્તની પ્રસન્નતા પણ આપ અનુભવશો.
સિંહ : ચંદ્ર આજે આપની રાશિથી પ્રથમ ભાવમાં છે. વર્તમાન સમયમાં આપ દૃઢ મનોબળ સાથે કામ કરી શકશો. પિતા કે વડીલ વર્ગથી આપને લાભ થાય. લગ્નજીવનમાં વડીલ વર્ગથી આપને લાભ થાય. લગ્નજીવનમાં સંવાદિતા જળવાય. વાણી અને વર્તનમાં ઉગ્રતા રહે. કુટુંબનું વાતાવરણ સુમેળભર્યું રહે. સ્ત્રી મિત્રોની મદદ મળશે. આજે ખર્ચનું પ્રમાણ વધી ન જાય તેનું ધ્યાન રાખવું. દૂર વસતાં સ્વજનો કે મિત્રો સાથેના સંદેશવ્યવહારથી આપને લાભ થાય.
કન્યા : ચંદ્ર આજે આપની રાશિથી દ્વાદશ ભાવમાં છે. આજે મનને વધુ પડતું ભાવનાવશ ન થવા દેવાની સલાહ આપવામાં આવે છે. કમ્યુનિકેશન અથવા વાતચીતમાં ક્યાંક ગેરસમજ થતી હોય તો ચોખવટ કરવી જરૂરી છે. કોઇ સાથે ઝઘડા ટંટામાં ન પડવું. પરિવારના સભ્યો સાથે વાતચીત વખતે નરમાશ રાખવી. આવકના પ્રમાણમાં ધનખર્ચ વધશે પરંતુ મધ્યાહન બાદ આપને પિતા કે વડીલોનો સાથ સહકાર મળી રહેશે જેથી આપના મન અને ચિંતાનો બોજ હળવો થશે. આરોગ્ય અંગે નજીવી ફરિયાદ રહેશે. લગ્નજીવનમાં સુખદ ક્ષણો માણી શકશો.
તુલા : ચંદ્ર આજે આપની રાશિથી એકાદશ ભાવમાં છે. આપને આજે શક્ય હોય ત્યાં સુધી નવા કાર્યનો પ્રારંભ ન કરવાની સલાહ આપવામાં આવે છે. આપનું મન વિચારોમાં અટવાયેલું રહે જેથી મનની દૃઢતા ઓછી હોય. મિત્રવર્તુળ અને તેમાં પણ વિશેષ કરીને સ્ત્રી મિત્રો તરફથી આપને લાભ મળશે. વેપારમાં લાભ થાય પરંતુ મધ્યાહન બાદ વધુ પડતી લાગણીશીલતાથી આપનું મન વ્યગ્ર બનશે. પ્રેક્ટિકલ બનજો. ચિંતાના કારણે આરોગ્યને અસર પડી શકે છે. વાણી વર્તનમાં સંયમિતતા જાળવવી.
વૃશ્ચિક : ચંદ્ર આજે આપની રાશિથી દશમ ભાવમાં છે. વ્યવસાય ક્ષેત્રે આપના કામની પ્રશંસા થશે. કાર્યો ખૂબ આસાનીથી પાર પડે. જમીન જાયદાદના દસ્તાવેજો કરવા માટે અનુકૂળ દિવસ છે. સરકારી કાર્યોમાં લાભ મળે. ગૃહસ્થ જીવનમાં માધુર્ય રહે. મધ્યાહન બાદ આપને મિત્રો તરફથી લાભ થાય. પરંતુ વિચારોમાં અનિશ્ચિતતા પ્રવર્તવાના કારણે આપ કોઇ ચોક્કસ નિર્ણય પર નહીં આવી શકો. અગત્યના નિર્ણયો બપોર પછી ન લેવા.
ધન : ચંદ્ર આજે આપની રાશિથી નવમ ભાવમાં છે. વર્તમાન સમયમાં આપને સ્વભાવમાં ઉગ્રતા ટાળજો. સ્વાસ્થ્યમાં થોડી કાળજી વધારવી પડશે. ધાર્મિક યાત્રા- પ્રવાસની શક્યતા ઉભી થાય. વ્યવસાય કે નોકરીમાં સારા-નરસા અનુભવો થાય પરંતુ બપોર પછી ઓફિસનું વાતાવરણ સુધરતું. લાગશે. આપના કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્રે આપની મહત્તા અને વર્ચસ્વ વધશે. મકાન- મિલકતના દસ્તાવેજો કરવા માટે સારો સમય છે. પિતા તરફથી લાભ થાય. આરોગ્યમાં સુધારો થાય.
મકર : ચંદ્ર આજે આપની રાશિથી અષ્ટમ ભાવમાં છે. આજે આપને પોતાની અથવા પરિવારમાં કોઈ સભ્યની તબિયત પાછળ ખર્ચ કરવો પડે. પરિવારના સભ્યો સાથે વાણી અને વ્યવહારમાં વધુ સૌમ્ય રહેવાની સલાહ છે. બહારનું ખાવા આજે ટાળવાની સલાહ છે. શક્ય હોય ત્યાં સુધી કોઈપણ ખોટા કામ અથવા કાયદાનું ઉલ્લંઘન થાય તેવા કામથી દૂર રહેવાની સલાહ છે. બપોર પછી નિર્ધારિત કાર્ય કરી શકશો. ખોટી દલીલબાજી કે ચર્ચાથી દૂર રહેવા માટે સલાહ આપવામાં આવે છે.
કુંભ : ચંદ્ર આજે આપની રાશિથી સપ્તમ ભાવમાં છે. આજે ખાસ કરીને વેપારી વર્ગ અને ભાગીદારો સાથે આપે ખૂબ સંભાળીને કામ કરવું પડશે. દાંપત્યજીવનમાં મનદુખ ટાળવા માટે એકબીજાને સમજવાનો પ્રયાસ કરવો અને સહકાર આપવો. વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસમાં સારો દેખાવ કરે. ઘરમાં શાંતિનું વાતાવરણ રહે. રોજિંદા કામમાં થોડોક અવરોધ આવે પરંતુ તમે તેને પહોંચી વળશો. નોકરીના ક્ષેત્રે ઉચ્ચ અધિકારીઓ સાથે વાદવિવાદ ટાળવો. મહેનતના પ્રમાણમાં ઓછુ ફળ મળતું હોય તેવો ભાવ મનમાં આવી શકે છે.
મીન : ચંદ્ર આજે આપની રાશિથી ષષ્ટમ ભાવમાં છે. આપનો આજનો દિવસ મધ્યમ ફળ આપનાર નીવડશે. પરિવારના સભ્યો સાથે આજે મળીને રહેવું. રોજિંદા કાર્યોમાં થોડો વિલંબ થાય તો અકળાવું નહીં. સાથી કાર્યકરોનો સહયોગ કદાચ ધારણા કરતા ઓછો મળે. ટૂંક જીવનમાં પણ પતિ- પત્ની વચ્ચે મનદુ:ખ ઉભું થાય તેવી કોઈપણ સ્થિતિ ટાળવી અને સમાધાનકારી નીતિ રાખવી. જીવનસાથીના આરોગ્યની કાળજી લેવી પડશે. સામાજિક જીવનમાં યશપ્રાપ્તિમની અતિ ઝંખના રાખવી નહીં. વિજાતીય પાત્ર સાથેની મુલાકાત દરમ્યાન સાવધાની રાખવાની સલાહ છે.