જૂનાગઢ: 87 વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનો માર્ગ પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયા દ્વારા કરવામાં આવેલી ચૂંટણી પિટિશન તેમના દ્વારા પરત ખેંચાતા મોકળો થયો છે. આવી પરિસ્થિતિમાં હવે આમ આદમી પાર્ટી પેટા ચૂંટણીની જાહેરાત થાય તે પૂર્વે જ વિસાવદર બેઠક પરથી તેમના ઉમેદવાર તરીકે પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાને ઉમેદવાર બનાવવાની જાહેરાત કરતા ફરી એક વખત વિસાવદર વિધાનસભા બેઠક પર ત્રિપાખીયો જંગ ખેલાય તેવી પ્રબળ શક્યતાઓ ઊભી થઈ છે.
વિસાવદર બેઠક પર ગોપાલ ઇટાલિયા આપના ઉમેદવાર
87 વિસાવદર વિધાનસભા બેઠક દોઢ વર્ષથી પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણી દ્વારા રાજીનામું અપાતા ખાલી પડી હતી. વર્ષ 2022ની સામાન્ય ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડતા હર્ષદ રીબડીયાનો પરાજય થતા તેમણે આપના ઉમેદવાર ચૂંટણીમાં ધાંધલી કરીને વિજેતા બન્યા છે તેવી ચૂંટણી પિટિશન રાજ્યની વડી અદાલતમાં દાખલ કરી હતી. જેમાં એક અઠવાડિયા પૂર્વે પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ તેમની ચૂંટણી પિટિશન સ્વયંમ પરત ખેંચી લેતા વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીનો માર્ગ મોકળો થતો જોવા મળી રહ્યો છે.
ફરી એક વખત ત્રિપાઠીયા જંગની શક્યતા
વિસાવદર વિધાનસભા બેઠક પર પાછલા દસ વર્ષથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે હર્ષદ રીબડીયા સતત ચૂંટણી જીતતા હતા. ત્યારબાદ તેમણે વર્ષ 2022 ની વિધાનસભાની સામાન્ય ચૂંટણી પૂર્વે જ ધારાસભ્ય અને કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ વર્ષ 2022માં ભાજપે હર્ષદ રીબડીયાને વિસાવદર વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા. જેની ટક્કર આપના ભુપત ભાયાણી અને કોંગ્રેસના કરસન વાડદોરીયા વચ્ચે થઈ હતી. જેમાં પ્રથમ વખત ચૂંટણી લડી રહેલા આપના ભુપત ભાયાણી જાયન્ટ કિલર સાબિત થયા અને તેમણે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને પરાજય આપીને ધારાસભ્ય બનવામાં સફળ રહ્યા. ધારાસભ્ય બન્યાના એક જ વર્ષ બાદ ભુપત ભાયાણી પણ હર્ષદ રીબડીયાના માર્ગે ચાલ્યા અને તેમણે ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા. ત્યારથી વિસાવદર વિધાનસભા બેઠક ખાલી પડી હતી.
ત્રિપાખીયા જંગમાં કોને ફાયદો?
આ પણ વાંચો: