વોશિંગ્ટન : તાજેતરમાં જ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ જાહેર થતા ચાર દિવસથી ચાલી રહેલા સૈનિક સંઘર્ષ પર પૂર્ણવિરામ આવ્યો છે. જોકે, આ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એક મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ આ મુદ્દે જશ ખાટતા દેખાય છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સંબોધનમાં કહ્યું કે, "જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ ન હોત તો પરમાણુ યુદ્ધ થયું હોત.ડોનાલ્ડ ટ્રમ્પનું આ સંબોધન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રજોગ સંબોધન પહેલા થયું હતું.
#WATCH | On India-Pakistan understanding, US President Donald Trump says, " ...we stopped a nuclear conflict. i think it could have been a bad nuclear war. millions of people could have been killed. i also want to thank vp jd vance and secretary of state, marco rubio, for their… pic.twitter.com/9upYIqKzd1
— ANI (@ANI) May 12, 2025
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે,"બંને દેશો પરમાણુ યુદ્ધની અણી પર આવી ગયા છે. અમે ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ સંઘર્ષ અટકાવ્યો. મને લાગે છે કે તે એક ભયાનક પરમાણુ યુદ્ધ હોઈ શકે છે. લાખો લોકો માર્યા ગયા હોત. હું ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને રાજ્ય સચિવ માર્કો રુબિયોનો તેમના કાર્ય માટે આભાર માનું છું."
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, મને એ કહેતા ગર્વ થાય છે કે ભારત અને પાકિસ્તાન બંનેના નેતાઓનું વલણ પરિસ્થિતિની ગંભીરતાને સમજવામાં મક્કમ અને અસરકારક હતું. ડોનાલ્ડ ટ્રમ્પે એમ પણ કહ્યું કે અમેરિકાએ શાંતિ પુનઃસ્થાપિત કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી અને વેપારનો ઉપયોગ હથિયાર તરીકે પણ કર્યો હતો.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, 'અમે ઘણી મદદ કરી અને વ્યવસાય દ્વારા પણ મદદ કરી. મેં કહ્યું - અમે તમારી સાથે ઘણો વ્યવસાય કરીશું. જો તમે લડવાનું બંધ કરશો, તો અમે ધંધો કરીશું. જો તમે તે નહીં કરો, તો કોઈ ધંધો નહીં થાય. ટ્રમ્પે દાવો કર્યો કે લોકોએ ક્યારેય મારા જેવો વ્યવસાયનો ઉપયોગ કર્યો નથી. અને પછી અચાનક તેઓએ કહ્યું - ઠીક છે, આપણે આ બંધ કરીશું - અને તેઓએ ખરેખર તેમ કર્યું.