ઈસ્લામાબાદ: પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં રવિવારે સેનાના કાફલા પર થયેલા હુમલામાં પાંચ સૈનિકોના મોત થયા છે, જ્યારે 10થી વધુ ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું હતું કે, અશાંત દક્ષિણ-પશ્ચિમ પાકિસ્તાનમાં સુરક્ષા દળોને લઈ જતી બસની નજીક રોડસાઇડ બોમ્બ વિસ્ફોટ થયો હતો.
સ્થાનિક પોલીસ વડા ઝફર જમાનાનીએ જણાવ્યું કે, આ હુમલો બલૂચિસ્તાનના નૌશ્કી જિલ્લામાં થયો હતો. તેમણે કહ્યું કે, નજીકમાં આવેલી અન્ય બસને પણ વિસ્ફોટથી ખરાબ રીતે નુકસાન થયું છે. મૃતકો અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
સુમલાનીએ કહ્યું કે, પ્રાથમિક તપાસમાં આ આત્મઘાતી હુમલો હોવાનું જણાય છે. એક આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટકોથી ભરેલા વાહનને સેનાના કાફલા સાથે અથડાવી દીધું, જેના કારણે જોરદાર વિસ્ફોટ થયો. પાકિસ્તાની અખબાર 'ધ ડોન'એ અધિકારીઓને ટાંકીને કહ્યું કે, નોશાકીમાં રાષ્ટ્રીય રાજમાર્ગ પર પાકિસ્તાની સેનાના ફ્રન્ટિયર કોર્પ્સ (એફસી)ના કાફલા પર હુમલો કરવામાં આવ્યો.
#WATCH | Reuters reports, " separatist militants drove a vehicle laden with explosives into a paramilitary convoy, killing at least five in southwestern pakistan, just days after the same group hijacked a train and held hostages for 36 hours. the baloch liberation army (bla)… pic.twitter.com/F6NHX172cW
— ANI (@ANI) March 16, 2025
BLAએ 90 સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો છે
તે જ સમયે, બલૂચ લિબરેશન આર્મીએ નોશાકી જિલ્લામાં પાકિસ્તાની સેનાના કાફલાને નિશાન બનાવીને 'ફિદાયીન' હુમલો કરવાની જવાબદારી લીધી છે. BLAએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, વિસ્ફોટ પછી, BLAના વિશેષ યુનિટ- ફતેહ સ્ક્વોડ દ્વારા બીજી બસ પર હુમલો કરવામાં આવ્યો હતો. BLAએ દાવો કર્યો છે કે આ હુમલામાં ઓછામાં ઓછા 90 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે.
બલૂચિસ્તાનના મુખ્યમંત્રીએ હુમલાની નિંદા કરી છે
દરમિયાન બલૂચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બુગતીએ હુમલાની નિંદા કરી છે. કોઈએ તરત જ જવાબદારી સ્વીકારી નથી, પરંતુ શંકા પ્રતિબંધિત બલૂચ લિબરેશન આર્મી પર પડવાની સંભાવના છે, જેણે થોડા દિવસો પહેલા એક ટ્રેન પર હુમલો કર્યો હતો, લગભગ 400 લોકોને બંધક બનાવ્યા હતા અને 26 બંધકોને મારી નાખ્યા હતા.
આ પછી સુરક્ષા દળોએ ઓપરેશન શરૂ કર્યું અને તમામ 33 હુમલાખોરોને ઠાર કર્યા. તમને જણાવી દઈએ કે તેલ અને ખનિજથી સમૃદ્ધ બલૂચિસ્તાન પાકિસ્તાનનો સૌથી મોટો અને સૌથી ઓછી વસ્તી ધરાવતો પ્રાંત છે. વંશીય બલૂચ નિવાસીઓ લાંબા સમયથી કેન્દ્ર સરકાર પર ભેદભાવનો આરોપ લગાવી રહ્યા છે. ઈસ્લામાબાદ આ આરોપને નકારે છે. બલૂચ લિબરેશન આર્મી કેન્દ્ર સરકાર પાસે સ્વતંત્રતાની માંગ કરી રહી છે.
અઠવાડિયામાં બીજો હુમલો
એક સપ્તાહની અંદર બલૂચિસ્તાનમાં સેના સામે આ બીજો મોટો હુમલો છે. અગાઉ BLAએ બલૂચિસ્તાનમાં જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઇજેક કરી હતી. BLAએ 20 સુરક્ષાકર્મીઓની હત્યા કરી હતી. 24 કલાકથી વધુ ચાલેલા ઓપરેશનમાં લગભગ 350 લોકોને મુક્ત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: