નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી પાંચ દિવસીય વિદેશ પ્રવાસ પર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાયપ્રસ માટે રવાના થયા, વૈશ્વિક સંબંધોને મજબૂત કરવા માટે 5 દિવસમાં 3 દેશોનો પ્રવાસ કરશે, કેનેડામાં G7 સમિટમાં હાજરી આપીને વડાપ્રધાન મોદી ભારત પરત ફરશે.
PM મોદીની પાંચ દિવસીય વિદેશયાત્રા :
પાંચ દિવસીય વિદેશ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી સૌથી પહેલા સાયપ્રસ જશે, ત્યાં 15-16 જૂનના દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. ત્યારબાદ કેનેડા જશે અને દ્વિપક્ષીય સંબધોને મજબૂત બનાવશે. કેનેડામાં વડાપ્રધાન મોદી બે દિવસ 16-17 જૂન યાત્રા કરશે. 18 જૂને વડાપ્રધાન મોદી ક્રોએશિયા જશે અને 19 જૂને ભારત પરત ફરશે.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi departs for Cyprus.
— ANI (@ANI) June 15, 2025
At the invitation of the President of Cyprus, Nikos Christodoulides, PM Modi is paying an official visit to Cyprus from 15-16 June. PM Modi is on a three-nation tour, during which he will attend the G7 Summit in… pic.twitter.com/x9Q1eyBARk
કેનેડાનો પ્રવાસ : વડાપ્રધાન મોદી છઠ્ઠીવાર G7 સમિટમાં ભાગ લેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16-17 જૂનના રોજ કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીના આમંત્રણ પર કનાનાસ્કિસમાં યોજાનારી G7 સમિટમાં ભાગ લેશે. વડાપ્રધાન મોદી સતત છઠ્ઠી વખત G7 સમિટમાં ભાગ લેવા જઈ રહ્યા છે. આ પરિષદમાં ફ્રાન્સ, અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, જર્મની, જાપાન, ઇટાલી અને કેનેડાના વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહેશે. આ સમય દરમિયાન, પીએમ મોદી કેટલાક દેશો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરી શકે છે.
ક્રોએશિયા મુલાકાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 જૂને ક્રોએશિયાની સત્તાવાર મુલાકાત લેશે. ક્રોએશિયા પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી આન્દ્રે પ્લેન્કોવિકના આમંત્રણ પર ભારતીય પ્રધાનમંત્રીની આ પહેલી મુલાકાત હશે, જે બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ હશે. પ્રધાનમંત્રી મોદી તેમના સમકક્ષ પ્લેન્કોવિક સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને ક્રોએશિયાના રાષ્ટ્રપતિ ઝોરાન મિલાનોવિકને મળશે.
આ મુલાકાત યુરોપિયન યુનિયનના ભાગીદાર દેશો સાથેના સંબંધોને વધુ ગાઢ બનાવવાની ભારતની પ્રતિબદ્ધતા પર પણ ભાર મૂકશે. વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પીએમ મોદી પહેલા સાયપ્રસ જશે. આ પછી, તેઓ કેનેડામાં G–7 સંમેલનમાં ભાગ લેશે અને પછી તેઓ ક્રોએશિયા જશે.
આ પણ વાંચો :