ન્યૂયોર્ક : ગત રોજ 10 એપ્રિલ, ગુરુવારે (સ્થાનિક સમય અનુસાર) અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં હડસન નદીમાં એક પ્રવાસી હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ અકસ્માતમાં એક જ પરિવારનાં છ સભ્યોનાં મોત થયા છે. રિપોર્ટ અનુસાર, મૃતકોમાં ત્રણ બાળકો પણ હતા.
હડસન નદીમાં હેલિકોપ્ટર ક્રેશ : ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સે જણાવ્યું હતું કે, અકસ્માતમાં માર્યા ગયેલા લોકો સ્પેનના એક જ પરિવારના હતા અને હેલિકોપ્ટર પાઇલટ પણ તેમની સાથે હતો. AFP અનુસાર, અકસ્માત બાદ બે લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમને બચાવી શકાયા નહીં.
New York City Mayor Eric Adams says a family of Spanish tourists, including three children, died Thursday in a helicopter crash in the Hudson River that killed six people. pic.twitter.com/07y6jRwQqf
— The Associated Press (@AP) April 10, 2025
એક જ પરિવારના 6 સભ્યોના મોત : મેયર એડમ્સે આ ઘટના પર ઊંડો દુ:ખ વ્યક્ત કરતા કહ્યું, "હાલમાં બધા છ લોકોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને દુઃખની વાત છે કે તે બધાના મોત થયા છે. ખૂબ જ દુઃખદ અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે."
હેલિકોપ્ટરમાં કોણ સવાર હતું ? જોકે, અધિકારીઓએ હજુ સુધી પીડિતોના નામ જાહેર કર્યા નથી. ન્યૂ યોર્ક પોસ્ટ અનુસાર, હેલિકોપ્ટરમાં સ્પેનમાં સિમેન્સના ચેરમેન અને CEO ઓગસ્ટિન એસ્કોબાર, તેમની પત્ની અને તેમના ત્રણ બાળકો સવાર હતા.
BREAKING: Six people have died in a helicopter crash in the Hudson River in New York City, an AP source says. https://t.co/zVmQeV3kDB
— The Associated Press (@AP) April 10, 2025
રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ શોક વ્યક્ત કર્યો : આ દુઃખદ ઘટના પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ શોક વ્યક્ત કરતા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ' પર લખ્યું, "હડસન નદીમાં એક ભયાનક હેલિકોપ્ટર અકસ્માત થયો છે. એવું લાગે છે કે પાયલટ, બે પુખ્ત વયના અને ત્રણ બાળકો સહિત છ લોકો હવે આપણી વચ્ચે નથી. અકસ્માતનો વીડિયો ખૂબ જ ડરામણો છે."
કેવી રીતે સર્જાયો અકસ્માત ? ઘટના અંગે માહિતી આપતા ન્યૂ યોર્ક પોલીસ કમિશનર જેસિકા ટિશે જણાવ્યું હતું કે, આ બેલ 206 હેલિકોપ્ટર ન્યૂ યોર્ક હેલિકોપ્ટર ટુર્સ કંપનીનું હતું. હેલિકોપ્ટર બપોરે લગભગ 3 વાગ્યે શહેરના એક હેલિકોપ્ટર પેડ પરથી ઉડાન ભરી અને હડસન નદી ઉપર ઉત્તર તરફ ગયું. જ્યારે હેલિકોપ્ટર જ્યોર્જ વોશિંગ્ટન બ્રિજ પાસે પહોંચ્યું, ત્યારે તે દક્ષિણ તરફ વળ્યું અને થોડીવાર પછી અકસ્માતગ્રસ્ત થયું. બપોરે લગભગ 3:15 વાગ્યે, તે પલટી ગયું અને લોઅર મેનહટન નજીક નદીમાં પડી ગયું.
હેલિકોપ્ટર ક્રેશનો વાયરલ વીડિયો : સોશિયલ મીડિયા પર શેર થયેલા એક વીડિયોમાં, એક હેલિકોપ્ટર નદીમાં પડતું જોવા મળે છે, જેના થોડા સેકંડ પછી, હેલિકોપ્ટર બ્લેડ જેવું કંઈક દેખાય છે. આ પછી તરત જ કટોકટી સેવા અને પોલીસ બોટ ઝડપથી વિસ્તારમાં પહોંચી ગઈ અને શોધખોળ કામગીરી શરૂ કરી.