કૈરોઃ ગાઝાના દારાજ જિલ્લામાં એક શાળા પર ઈઝરાયેલના હવાઈ હુમલામાં 100થી વધુ પેલેસ્ટાઈની નાગરિકોના મોત થયા છે. જ્યારે આ હુમલામાં ડઝનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
WAFA ન્યૂઝ એજન્સી પાસેથી મળેલી માહિતી અનુસાર, આ હવાઈ હુમલો પૂર્વ ગાઝામાં વિસ્થાપિત લોકો માટે બનાવવામાં આવેલી શાળાને નિશાન બનાવીને કરવામાં આવ્યો છે. આ શાળામાં સેંકડો વિસ્થાપિત પરિવારો રહેતા હતા. આ શાળામાં રહેતા લોકો સવારની નમાઝ અદા કરી રહ્યા હતા ત્યારે ઈઝરાયેલના યુદ્ધ વિમાનોએ હુમલો કર્યો હતો. ત્યાંના સ્થાનિક લોકોનું કહેવું છે કે આ હવાઈ હુમલો સવારે થયો હતો.
પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 10 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં આ હુમલો અત્યાર સુધીના સૌથી ઘાતક હુમલાઓમાંનો એક છે. ગાઝાની સરકારી મીડિયા ઓફિસે જણાવ્યું કે આ હુમલામાં 100થી વધુ લોકોના મોત થયા છે. બસલે આ ઘટનાને ઘાતક નરસંહાર ગણાવ્યો છે. તેમણે કહ્યું કે ટીમો શહીદોના મૃતદેહોને બહાર કાઢવા અને ઘાયલોને બચાવવા માટે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
આપને જણાવી દઈએ કે, 7 ઓક્ટોબર, 2023થી ગાઝા પર ચાલી રહેલા ઈઝરાયેલ હુમલાના પરિણામે અત્યાર સુધીમાં 39,699 પેલેસ્ટિનિયનના મોત નોંધાયા છે, જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે, ઉપરાંત 91,722 લોકો ઘાયલ થયા છે. ઇઝરાયેલી હુમલાના હજારો પીડિતો કાટમાળ નીચે દટાયેલા છે.
પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ 251 બંધકોને કબજે કર્યા હતા, જેમાંથી 111 હજુ પણ ગાઝામાં રાખવામાં આવ્યા છે, જેમાં 39 લોકો મૃત્યુ પામ્યા હોવાનું ઇઝરાયેલી સૈન્ય કહે છે કે, હમાસ દ્વારા સંચાલિત પ્રદેશના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગાઝામાં ઓછામાં ઓછા 39,699 લોકો માર્યા ગયા છે. પ્રત્યાઘાતી લશ્કરી અભિયાન, જે નાગરિક અને આતંકવાદી મૃત્યુની ગણતરી કરતું નથી.