ETV Bharat / international

બાંગ્લાદેશ કોટા હિંસામાં 32 જીવ હોમાયા : પ્રદર્શનકારીઓએ ટીવી સ્ટેશનને આગ લગાવી, ઇન્ટરનેટ બંધ - Bangladesh Quota Violence

બાંગ્લાદેશમાં ગુરુવારે હિંસા દરમિયાન ઓછામાં ઓછા 32 લોકોના મોત થયા, જેમાં એક 17 વર્ષીય વિદ્યાર્થી અને એક પત્રકારનો સમાવેશ થાય છે. બાંગ્લાદેશમાં સુરક્ષા દળો અને ઉગ્ર કોટા પ્રદર્શનકારીઓ વચ્ચે દેશભરમાં અથડામણ ચાલી રહી છે. આંદોલનના નેતાઓએ શેખ હસીના સરકાર સાથે વાતચીત પ્રસ્તાવને ફગાવી દીધો છે.

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 19, 2024, 1:54 PM IST

Updated : Jul 19, 2024, 1:59 PM IST

બાંગ્લાદેશ કોટા હિંસા
બાંગ્લાદેશ કોટા હિંસા (AP)

બાંગ્લાદેશ : કોટા પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે ચાલી રહેલી હિંસા વધી છે. વિદ્યાર્થીઓએ દેશના સ્ટેટ બ્રોડકાસ્ટર ઇમારતને આગ લગાડી હતી. એક દિવસ પહેલા વડાપ્રધાન શેખ હસીનાએ નેટવર્ક પર આવીને અથડામણને શાંત કરવા માટે રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. બાંગ્લાદેશમાં થયેલી હિંસામાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 32 પર પહોંચી ગયો છે.

હિંસામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહ
હિંસામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહ (AP)

બાંગ્લાદેશ કોટા હિંસા : ઢાકામાં ભારતીય હાઈ કમિશને પોતાના નાગરિકોને મુસાફરી ટાળવાની સલાહ આપી છે. આ પહેલા મંગળવારે જ અહીં હિંસક દેખાવો શરૂ થયા હતા. જેમાં વડાપ્રધાન શેખ હસીનાની સત્તાધારી પાર્ટી અવામી લીગની વિદ્યાર્થી પાંખના વિદ્યાર્થીઓ અને સભ્યો વચ્ચેની અથડામણમાં છ લોકોના મોત થયા હતા. ગુરુવારે પણ હિંસા ચાલુ રહી, જ્યારે ઢાકા ટ્રિબ્યુને બ્રેક યુનિવર્સિટી નજીક મેરુલ બડ્ડા ખાતે વિદ્યાર્થીઓ વચ્ચે અથડામણની જાણ કરી.

પ્રદર્શનકારી
પ્રદર્શનકારી (AP)

હિંસાનું કારણ બેરોજગારી ? પોલીસે ટોળાને વિખેરવા માટે ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો. વડાપ્રધાન હસીના ચોથી ટર્મ માટે ફરીથી ચૂંટાયા પછી આ સૌથી મોટો દેશવ્યાપી વિરોધ છે. તેનું કારણ યુવાનોમાં બેરોજગારી હોવાનું માનવામાં આવે છે. આંકડા અનુસાર 170 મિલિયનની વસ્તી ધરાવતા દેશનો લગભગ પાંચમો ભાગ બેરોજગાર અથવા શિક્ષણથી વંચિત છે.

દેશવ્યાપી વિરોધ
દેશવ્યાપી વિરોધ (AP)

ટીવી સ્ટેશનને આગ લગાવી : સરકારી નોકરીઓ માટે ક્વોટા સિસ્ટમમાં સુધારાની માંગ કરી રહેલા સેંકડો વિરોધીઓએ તોફાની પોલીસને ઘેરી લીધી હતી. તેમણે પોલીસનો પીછો કર્યો હતો. તેઓ ઢાકામાં BTVના મુખ્યમથક પર પહોંચ્યા અને ચેનલના રિસેપ્શન બિલ્ડિંગ અને પાર્ક કરેલાં કેટલાંક વાહનોને આગ ચાંપી દીધી. ઘણા લોકો ઓફિસની અંદર ફસાયા હતા, પરંતુ તેમને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.

સુરક્ષા દળો અને ઉગ્ર કોટા પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ
સુરક્ષા દળો અને ઉગ્ર કોટા પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ (AP)
  1. ત્રિપુરામાં આદિવાસી વિદ્યાર્થીના મોત બાદ હિંસા ભડકી, 4ની ધરપકડ
  2. મણિપુરમાં ફરી હિંસા, આતંકવાદીઓએ સુરક્ષા દળો પર કર્યો હુમલો

Last Updated : Jul 19, 2024, 1:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.