ETV Bharat / international

ફ્લોરિડાની યુનિવર્સિટીમાં અંધાધૂંધ "ગોળીબાર" : 20 વર્ષના યુવકે 2 લોકો પતાવી દીધા, 5 ઘાયલ - FLORIDA UNIVERSITY FIRING

અમેરિકાની ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીમાં એક યુવકે ગોળીબાર કર્યાની ઘટના બની છે. આ બનાવમાં 2 લોકોના મોત થયા, જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હતા.

પ્રતિકાત્મક તસવીર
ફ્લોરિડાની યુનિવર્સિટીમાં અંધાધૂંધ "ગોળીબાર" (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : April 18, 2025 at 12:36 PM IST

Updated : April 18, 2025 at 1:23 PM IST

2 Min Read

અમેરિકા : gગુરુવારે ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીમાં (FSU) ગોળીબાર થયાની ઘટના બની હતી. મળતી માહિતી મુજબ, એક યુવકે યુનિવર્સિટી કેમ્પસમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં બે લોકોના મોત થયા અને પાંચ લોકો ઘાયલ થયા છે. સાથે જ ફાયરિંગ કરનાર આરોપીને પણ પોલીસે ઠાર માર્યો છે.

ફ્લોરિડાની યુનિવર્સિટીમાં ફાયરિંગ : તલ્હાસીના ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીમાં એક યુવકે ગોળીબાર કર્યો હતો. જેમાં ગોળી વાગવાથી બે લોકોનું મોત થયું છે. સાથે જ 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ફાયરિંગની ઘટના બાદ યુનિવર્સિટી કેમ્પસમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

20 વર્ષના યુવકે કર્યો કાંડ : આ ઘટના ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘ પાસે બની હતી. તલ્લાહાસી પોલીસ વડા લોરેન્સ રેવેલે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આરોપીની ઓળખ 20 વર્ષીય ફોનિક્સ ઇકનર તરીકે થઈ છે. ગોળીબાર કરનાર યુવક પોલીસની જવાબી કાર્યવાહીમાં માર્યો ગયો હતો. આરોપી પાસે તેની માતાનું હથિયાર હતું. તેની પાસેથી એક હેન્ડગન મળી આવી હતી. 20 વર્ષીય શંકાસ્પદ વ્યક્તિ લિયોન કાઉન્ટી પોલીસ અધિકારીનો પુત્ર છે.

યુનિવર્સિટીની તમામ કાર્યવાહી રદ્દ : પોલીસ વડા લોરેન્સ રેવેલે કહ્યું કે, આજે અમારા કેમ્પસમાં થયેલી હિંસાથી અમે સંપૂર્ણપણે દુઃખી છીએ. આ ઘટના બાદ યુનિવર્સિટીએ શુક્રવાર સુધી તમામ વર્ગો, કાર્યક્રમો અને વ્યવસાયિક કામગીરી રદ કરવાની જાહેરાત કરી છે. આવશ્યક કામદારોને તેમના સુપરવાઇઝર સાથે તપાસ કરવા કહેવામાં આવે છે. તે જ સમયે, તલ્લાહસીમાં યોજાનાર તમામ એથ્લેટિક કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા છે.

"આ શરમજનક છે, આવી ઘટનાઓ બને તે ખૂબ જ ભયંકર છે" : રાષ્ટ્રપતિ ટ્રમ્પ

દરમિયાન, વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું કે, વહીવટીતંત્ર પરિસ્થિતિ પર સક્રિયપણે નજર રાખી રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આ ઘટના વિશે જાણ કરવામાં આવી છે. આ ઘટના પર શોક વ્યક્ત કરતા ટ્રમ્પે કહ્યું, "મને ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીમાં સક્રિય ગોળીબારની માહિતી મળી છે. આ શરમજનક છે. આવી ઘટનાઓ બને તે ખૂબ જ ભયંકર છે, અને આપણે તેના વિશે પછીથી વધુ વાત કરીશું.

Last Updated : April 18, 2025 at 1:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.