જૂનાગઢ: આજે 17 મેના રોજ સમગ્ર વિશ્વમાં હાઈપર ટેન્શન દિવસની ઉજવણી થઈ રહી છે. આધુનિક યુગમાં માનસિક તાણ નાની-મોટી બિમારીની સાથે આજે ખૂબ જ ગંભીર કહી શકાય તે પ્રકારે હૃદય, કિડની અને લીવરની બીમારીઓ પણ કરી રહી છે. માનસિક તાણ શરીરને નબળું પાડવાની સાથે તમામ રોગોને આમંત્રણ આપતું હોય તેવું પણ આજના આધુનિક યુગમાં સામે આવી રહ્યું છે. બદલાતી જતી રહેણી કરણી ખોરાક અને શારીરિક શ્રમમાં સતત ઘટાડો માનસિક તાણને વધારી રહી છે.
આજે વિશ્વ હાઇપર ટેન્શન દિવસ
આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ હાઇપર ટેન્શન દિવસની ઉજવણી થઈ રહી છે. આધુનિક યુગમાં દરેક વ્યક્તિની રહેણી કહેણી બદલાતી રહી છે. ખોરાકની સાથે શારીરિક શ્રમ સતત ઓછો થઈ રહ્યો છે. જેને કારણે મોટા ભાગના લોકો માનસિક તાણમાં જોવા મળતા હોય છે. આ તાણ સામાજિક સમસ્યાથી લઈને કમાણી, બીમારી, નોકરી, વ્યવસાય, ઘર અને પરિવારની સાથે બાળકોની ચિંતા ધંધો કે આધુનિક યુગમાં સોશિયલ મીડિયામાં મળતા પ્રતિભાવો પણ માનસિક તાણને વધારવામાં અને તેને જન્મ આપવામાં મહત્વના નકારાત્મક પરિબળો સાબિત થયા છે. જેને કારણે હાઇપર ટેન્શન આધુનિક યુગમાં તમામ બીમારીનું પ્રવેશ દ્વાર બની ચૂક્યું છે.
આધુનિક રહેણી કહેણી અને શારીરિક શ્રમનો ઘટાડો
તબીબી વિજ્ઞાન આજે પણ હાઇપર ટેન્શનને આધુનિક યુગની સૌથી મોટી અને તેના થકી અન્ય બીમારીને આમંત્રણ આપતી એક બીમારી તરીકે સ્વીકારી ચૂકી છે. આધુનિક યુગમાં કોઈ પણ વ્યક્તિના જીવનમાંથી શારીરિક શ્રમ અને પોષણક્ષમ ખોરાક ઘટી રહ્યો છે. તેની વિરુદ્ધ દિશામાં વ્યક્તિઓ પેકેજ ફૂડ કે બજારમાંથી મળતા તૈયાર ખોરાકની સાથે શરીરને સૌથી ઓછો શારીરિક શ્રમ થાય તે પ્રકારના કામોની શોધમાં સતત દોડભાગ કરતા હોય છે. જેને કારણે શરીર જાણ્યે કે અજાણ્યે હાઈપર ટેન્શન જેવી મહા ભયાનક સમસ્યાને જન્મ આપે છે. એક વખત કોઈ પણ શરીરમાં હાઇપર ટેન્શનનો પ્રવેશ થઈ જાય તો પછી તેમાંથી શરીરને બહાર કાઢવું આધુનિક તબીબી વિજ્ઞાન માટે પણ ખૂબ જ મુશ્કેલ છે.

હાઇપરટેન્શનનો ઈલાજ શું?
જૂનાગઢ આયુર્વેદ કોલેજના ડીન વૈદ સિધેશ્વર પંડ્યાએ હાઇપર ટેન્શનને લઈને ETV ભારત સાથે વિગતવાર તબીબી વિજ્ઞાનના તારણો આપ્યા હતા. જેમાં કોઈપણ વ્યક્તિએ હાઈપર ટેન્શનથી બચવું હોય તો સવાર અને સાંજના સમયે 10 મિનિટ સુધી ઊંડા શ્વાસ ભરીને યોગ અને પ્રાણાયામ કરવા જોઈએ. કોઈ પણ વ્યક્તિ એ બીમારીથી દૂર રહેવા માટે પેકેજ ફૂડને ટાળવું જોઈએ. પડીકા બંધ મળતા ખોરાકને લાંબો સમય સુધી સાચવી રાખવા માટે તેમાં કેટલાક સ્થીરકોની સાથે સુગર અને મીઠું રાખવામાં આવે છે. જે શરીરને બીજા અન્ય રોગો માટે પણ નિમંત્રણ આપે છે. વધુમાં આજે 40 વર્ષથી વધુ ઉંમરના યુવાનો હાઇપર ટેન્શન બીમારીનો ભોગ બની રહ્યા છે. તેની પાછળ પણ દૈનિક દિનચર્યા અને અયોગ્ય રહેણી કહેણીને કારણભૂત માનવામાં આવે છે.
હાઈપરટેન્શન વારસાગત પણ હોઈ શકે
હાઇપર ટેન્શન કેટલા કિસ્સામાં વારસાગત પણ હોઈ શકે છે. જેના પર યોગ અને પ્રાણાયામ દ્વારા કાબુ કરી શકાય છે. આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિમાં દવાઓ અને પંચકર્મની સાથે વિરેચન અને શીરોધારા પણ વારસાગત હાઈપર ટેન્શનમાં અસરકારક હોવાનું સામે આવ્યું છે. જો કોઈ પણ વ્યક્તિને હાઇપર ટેન્શનની બીમારી હોય આવા કિસ્સામાં લેવામાં આવતી દવા કિડની અને લીવર માટે પણ આટલી જ નુકસાનકારક હોય છે. હાઈપર ટેન્શનની દવા શરીરના આંતરિક અંગોને નબળા પાડી શકે છે. જેથી શરીર એકદમ દુર્બળ બની જાય છે. હાઈપર ટેન્શન માત્ર કોઈ વ્યક્તિના શરીરને નુકસાન નથી કરતું. પરંતુ તે વ્યક્તિની સાથે પરિવારની આર્થિક અને માનસિક સ્થિતિને પણ ખૂબ જ નુકસાન કરે છે. આધુનિક યુગમાં મોતના કિસ્સાની સંખ્યા હોસ્પિટલમાં વધી રહી છે. જેની પાછળનું એક કારણ હાઇપર ટેન્શન પણ માનવામાં આવી રહ્યું છે. આજથી 30 કે 40 વર્ષ પૂર્વે હોસ્પિટલોમાં વ્યક્તિના મોતની સંખ્યા એકદમ નહીવત હતી તેની સરખામણીએ આજે હોસ્પિટલોમાં મોતનો આંકડો ખૂબ વધી રહ્યો છે.
આ પણ વાંચો: