હૈદરાબાદ : સુપરસ્ટાર યશની સુપરડુપર હિટ ફિલમ KGF વિશ્વભરમાં સફળતાના નવા પરિમાણો સ્થાપિત કરી ગઈ, આજે પણ દર્શકો રોકી ભાઈના દિવાના છે. KGF ફ્રેન્ચાઇઝના બે ભાગ બ્લોકબસ્ટર બન્યા પછી, ચાહકો તેના ત્રીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે આ રાહનો પણ અંત આવ્યો છે.
'KGF ચેપ્ટર 3'નું અનાઉન્સમેન્ટ : KGF ફ્રેન્ચાઇઝના નિર્માતાઓએ KGF 2 ના 3 વર્ષ પૂર્ણ થવા પર એક ખાસ વિડિઓ શેર કરીને ઉજવણી કરી હતી. જોકે, તેની સાથે 'KGF ચેપ્ટર 3' ની પણ જાહેરાત કરી છે. KGF: ચેપ્ટર 2 નું દિગ્દર્શન પ્રશાંત નીલ દ્વારા કરવામાં આવ્યું હતું અને રિલીઝ થતાં જ તેણે બોક્સ ઓફિસના રેકોર્ડ તોડી નાખ્યા. તેમાં યશ, સંજય દત્ત, રવીના ટંડન, શ્રીનિધિ શેટ્ટી, પ્રકાશ રાજ અને બીજા ઘણા કલાકારો જોવા મળ્યા હતા.
'KGF Chapter 2 ના 3 વર્ષની ઉજવણી'
એપ્રિલ 2022 માં રિલીઝ થઈ રહેલી બ્લોકબસ્ટર ફિલ્મ KGF: ચેપ્ટર 2 ને ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે પ્રોડક્શન હાઉસ હોમ્બલે ફિલ્મ્સે ફિલ્મની યાદગાર ક્ષણો દર્શાવતો એક ખાસ વિડિઓ મોન્ટેજ શેર કર્યો છે. આ સાથે તેમણે કેપ્શન લખ્યું, 'KGF Chapter 2 ના 3 વર્ષની ઉજવણી.' એક ભયંકર વાવાઝોડું જેણે રૂપેરી પડદાને હચમચાવી નાખ્યો, થિયેટરોને ઉજવણીના મેદાનોમાં ફેરવી દીધા, અને સોનામાં કોતરાયેલો વારસો છોડી ગયો.
રોકી ભાઈએ ખુદ કરી જાહેરાત
હોમ્બલે ફિલ્મ્સે શેર કરેલ વીડિઓમાં ઘણા યાદગાર દ્રશ્યો ફરીથી બનાવવામાં આવ્યા હતા, પરંતુ અંતે એક વોઇસ ઓવર હતું જેણે દર્શકોનું ધ્યાન ખેંચ્યું. જેમાં હતું 'KGF ની વાર્તા... રોકીની વાર્તા... તે અધૂરી રહી શકે નહીં'. આ પછી તરત જ, 'KGF ચેપ્ટર 3' સ્ક્રીન પર દેખાય છે. આ સાથે રોકી ભાઈ કહે છે - 'ટૂંક સમયમાં મળીશું'.
ન્યૂઝવાયર સાથેના અગાઉના એક ઇન્ટરવ્યુમાં યશે ખુદ પુષ્ટિ કરી હતી કે, KGF 3 પાઇપલાઇનમાં છે. રોકી ભાઈની ભૂમિકા ભજવનાર યશે કહ્યું હતું કે, 'KGF 3 ચોક્કસ બનશે, હું વચન આપું છું.' પણ હું આ બે પ્રોજેક્ટ્સ (ટોક્સિક અને રામાયણ) પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું.