હૈદરાબાદ: મલયાલમ સુપરસ્ટાર મામૂટીના સ્વાસ્થ્ય અંગે અનેક પ્રકારના સમાચાર આવી રહ્યા છે. ઘણી અફવાઓ એવી હતી કે, 73 વર્ષીય અભિનેતાને કેન્સર હોવાનું નિદાન થયું છે અને તેઓ ફિલ્મોમાંથી વિરામ લઈ રહ્યા છે. આ અફવાઓ પછી, ચાહકો સુપરસ્ટારના સ્વાસ્થ્ય વિશે ચિંતા કરવા લાગ્યા. જોકે, આ અફવાઓ વધતી જોઈને, મામૂટીની ટીમે તેનો અંત લાવી દીધો છે. ટીમે સ્પષ્ટતા કરી છે કે આ બધા ખોટા સમાચાર છે.
એક રેડિટ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મામૂટી કોલન કેન્સરના પ્રારંભિક તબક્કામાં છે. પરંતુ તેમણે ખાતરી આપી હતી કે, તે સારવાર યોગ્ય છે. આ સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ ગયા હતા. જેનાથી તેમના ચાહકો ચિંતિત થઈ ગયા. મૂટીની ટીમે આ અટકળોને સંપૂર્ણપણે રદિયો આપ્યો છે, અને પુષ્ટિ કરી છે કે, તે સ્વસ્થ છે અને હોસ્પિટલમાં દાખલ નથી.
પીઢ અભિનેતાની પીઆર ટીમે એક મીડિયાને જણાવ્યું કે, 'આ ફેક ન્યૂઝ છે.' તે રજા પર છે. તે રમઝાન માટે વ્રત કરી રહ્યા છે. જેના કારણે તે તેના શૂટિંગ શેડ્યૂલમાંથી બ્રેક પર છે. બ્રેક પછી તે મોહનલાલની સાથે મહેશ નારાયણનની ફિલ્મની શૂટીંગ ફરી શરુ કરશે.
મામૂટીનું વર્ક ફ્રન્ટ
મામૂટી અને મોહનલાલ નવેમ્બર 2023 માં શ્રીલંકાથી તેમના બહુપ્રતિક્ષિત પ્રોજેક્ટ માટે શૂટિંગ શરૂ કરશે. આ મલ્ટી-સ્ટારર ફિલ્મ મલયાલમ ફિલ્મ ઉદ્યોગના બે સૌથી મોટા સ્ટાર્સને પડદા પર એકસાથે લાવી રહી છે. આ ફિલ્મનું નામ MMMN (મામુટી, મોહનલાલ, મહેશ નારાયણન) છે. આ ફિલ્મમાં ફહાદ ફાસિલ, કુંચાકો બોબન, નયનતારા, દર્શના રાજેન્દ્રન અને અન્ય કલાકારો પણ છે. જોકે, કલાકારોની સત્તાવાર જાહેરાત હજુ બાકી છે.
આ ઉપરાંત, મામૂટીની પાઈપલાઈનમાં 'બાઝૂકા' પણ છે. જે 10 એપ્રિલે મોટા પડદા પર આવવાની છે. આ ફિલ્મનું નિર્દેશન ડિનો ડેનિસ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ગૌતમ મેનન પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.
આ પણ વાંચો: