નવી દિલ્હી: નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ના નવા નિયમ મુજબ, ઈનએક્ટિવ અથવા ફરીથી સોંપેલ મોબાઈલ નંબરો પર 1 એપ્રિલથી UPI સેવાઓ બંધ થઈ જશે. NPCIએ અનિવાર્ય કરી દીધી છે કે, બેંક અને PSP (પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર) ઓછામાં ઓછા સપ્તાહમાં એક વખત મોબાઈલ નંબર રદ કરવાની સૂચિ (MNRL)નો ઉપયોગ કરીને મોબાઈલ નંબર રેકોર્ડ અપડેટ કરો તેથી એ ખાતરી થઈ શકે તે, ઈનએક્ટિવ કે પછી અસાઈન કરાયેલા મોબાઈલ નંબર પર UPIથી જોડાયેલ ન રહે.
UPI યુઝર્સને પણ વિનંતી કરવામાં આવી છે કે તેઓ સેવા બંધ કરતા પહેલા તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર સક્રિય છે તેની ખાતરી કરે.
NPCI શા માટે ફેરફારો કરી રહ્યું છે?
UPI સાથે જોડાયેલા નિષ્ક્રિય મોબાઈલ નંબર સુરક્ષા માટે જોખમ ઊભું કરે છે. જ્યારે યુઝર્સ પોતાના નંબર બદલે છે અથવા નિષ્ક્રિય કરે છે, ત્યારે તેમના UPI એકાઉન્ટ્સ ઘણીવાર સક્રિય રહે છે, જેનાથી તેનો દુરુપયોગ થવાની શક્યતા રહે છે. આ પ્રકારે જો કોઈ નવા યૂઝર્સને મોબાઈલ નંબર ફરીથી આપવામાં આવે છે, તો UPI ટ્રાન્ઝેક્શન સાથે ચેડા થવાની સંભાવના રહે છે. જેના કારણે ખોટા વ્યક્તિના ખાતામાં પૈસા જઈ શકે છે અને છેતરપિંડી પણ થઈ શકે છે.
NPCI એ આ સુરશ્રા જોખમેને દૂર કરવા માટે નિર્દેશ આપ્યો છે કે બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર તેમના ડેટાબેઝમાંથી નિષ્ક્રિય મોબાઈલ નંબરોની ઓળખ કરે અને તેને ડિલીટ કરીને ટેલિકોમ્યુનિકેશન વિભાગના ડિજિટલ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ (DIP) પર મોબાઈલ નંબર રિવોકેશન લિસ્ટ (MNRL) નો ઉપયોગ કરીને તેમના રેકોર્ડ અપડેટ કરશે.
NPCI માર્ગદર્શિકા
- બેંકો અને PSPs સમય સમય પર નિષ્ક્રિય અથવા ફરીથી સોંપેલ મોબાઇલ નંબરોને ઓળખશે અને દૂર કરશે
આવા વપરાશકર્તાઓને તેમની UPI સેવાઓ સસ્પેન્ડ કરવામાં આવે તે પહેલા જાણ કરવામાં આવશે.
બેંકો અને PSP આવા મોબાઈલ નંબરો દૂર કરવા માટે તેમના રેકોર્ડ અપડેટ કરશે અને ખાતરી કરશે કે UPI વ્યવહારો માત્ર કાયદેસર અને સક્રિય વપરાશકર્તાઓ સાથે જોડાયેલા છે.
યુઝર્સ સમયમર્યાદા પહેલા તેમનો મોબાઈલ નંબર અપડેટ કરીને UPI સેવા પુનઃસ્થાપિત કરી શકે છે.
આવા લોકોને થશે અસર
એવા યૂઝર જેમના નિષ્ક્રિય મોબાઇલ નંબર લાંબા સમયથી કૉલ, SMS અથવા બેંકિંગ ચેતવણીઓ માટે ઉપયોગમાં લેવાતા નથી.
એવા યૂઝર જેમણે પોતાની બેંક વિગતો અપડેટ કર્યા વિના તેમનો નંબર સરન્ડર કર્યો છે.
એવા યૂઝર કે જેમનો જૂનો નંબર અન્ય કોઈને ફરીથી જારી કરવામાં આવ્યો છે
UPI માટે મોબાઈલ નંબર શા માટે જરૂરી છે?
બેંક ખાતા સાથે જોડાયેલ મોબાઈલ નંબર OTP વેરિફિકેશન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તે નિષ્ક્રિય થઈ જાય અને ફરીથી કોઈ બીજાને જારી કરવામાં આવે, તો તમે વ્યવહાર કરી શકશો નહીં અથવા પૈસા ખોટા ખાતામાં જઈ શકે છે.