નવી દિલ્હી: ટાટા કેપિટલે માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે રૂ. 15,000 કરોડથી વધુના IPO માટે પ્રારંભિક પેપર્સ ફાઈલ કર્યા છે. મેગા IPOમાં ટાટા કેપિટલમાં 93 ટકા ઇક્વિટી હિસ્સો ધરાવતા ટાટા સન્સ દ્વારા નવા શેરની ઇશ્યૂ તેમજ હિસ્સો વેચવાનો સમાવેશ થશે.
ટાટા ગ્રૂપે તેનો રૂ. 15,000 કરોડનો મેગા ટાટા કેપિટલ આઈપીઓ લોન્ચ કરવા માટે મૂડી બજારના નિયમનકાર સેબી (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા) પાસે ડ્રાફ્ટ પેપર ફાઈલ કર્યા છે. મનીકંટ્રોલમાં એક અહેવાલ મુજબ, એન ચંદ્રશેખરનની આગેવાની હેઠળના સમૂહ, જે ટાટા સન્સ અને IFCની સહ-માલિકી ધરાવે છે, તેણે તેના બહુપ્રતીક્ષિત આગામી IPOને લોન્ચ કરવા માટે સેબીમાં તેના પેપર્સ ફાઇલ કર્યા છે.
ડ્રાફ્ટ લેટર જણાવે છે કે, ટાટા સન્સ અને IFC ટાટા કેપિટલ IPOમાં તેમનો હિસ્સો વેચશે, જે વેચાણ માટે ઓફર (OFS) હશે. ટાટા સન્સે કોટક મહિન્દ્રા કેપિટલ, સિટી, જેપી મોર્ગન, એક્સિસ કેપિટલ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, એચએસબીસી સિક્યોરિટીઝ, આઈઆઈએફએલ કેપિટલ, બીએનપી પરિબાસ, એસબીઆઈ કેપિટલ અને એચડીએફસી બેંકને સામેલ કરતા ગોપનીય માર્ગ દ્વારા ડ્રાફ્ટ પેપર્સ ફાઈલ કર્યા હતા.
સ્ત્રોતનું નામ લીધા વિના, મની કંટ્રોલે કહ્યું કે, ડ્રાફ્ટ પેપર્સ ગોપનીય પ્રી-ફાઈલિંગ માર્ગ દ્વારા માર્કેટ રેગ્યુલેટર પાસે ફાઇલ કરવામાં આવ્યા છે. આ ઈશ્યુ શેરના પ્રાથમિક અને સેકન્ડરી ઈસ્યુનું મિશ્રણ હશે; ટાટા સન્સ અને રોકાણકાર IFC તેમનો હિસ્સો ઘટાડશે, જેમાં ટાટા સન્સની વધુ ભાગીદારી હશે.
આ પણ વાંચો: