ETV Bharat / business

સપાટ ખુલ્યું ભારતીય શેરબજાર : Sensex 81,600 પાર, નિફ્ટીમાં રિકવરી નોંધાઈ - STOCK MARKET UPDATE

કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજાર સપાટ ખુલ્યું છે. આજે Sensex 81,600 પાર થયો છે. જ્યારે Nifty સપાટ ખુલ્યા બાદ રિકવરી મોડમાં છે.

પ્રતિકાત્મક તસવીર
સપાટ ખુલ્યું ભારતીય શેરબજાર (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 28, 2025 at 9:34 AM IST

1 Min Read

મુંબઈ : ભારતીય શેરબજાર આજે સપાટ ખુલ્યું છે. કારોબારી સપ્તાહના ત્રીજા દિવસ આજે 28 મે, બુધવારના રોજ ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંક સપાટ ખુલ્યા છે. BSE Sensex 94 પોઈન્ટના ઘટાડા સાથે લાલ નિશાનમાં ખુલ્યા છે. જ્યારે NSE Nifty 6 પોઈન્ટના વધારા સાથે સપાટ ખુલ્યો છે. જોકે, શરુઆતી કારોબાર બાદથી બજારમાં ઉતાર ચઢાવ નોંધાઈ રહ્યા છે.

ભારતીય શેરબજાર...

BSE Sensex : આજે 28 મે, બુધવારના રોજ BSE Sensex ગત 81,551.63 બંધની સામે 94 પોઇન્ટ ઘટાડા સાથે 81,457.61 ના મથાળે ખુલ્યો હતો. શરૂઆતમાં જ 81,613.36 પોઈન્ટની ડે હાઈ બનાવ્યા બાદ સેન્સેક્સમાં સતત ઉતાર ચઢાવ નોંધાઈ રહ્યો છે.

NSE Nifty : બીજી તરફ NSE Nifty ગત 24,826.20 ના બંધ સામે લગભગ 6 પોઈન્ટના વધારા સાથે 24,832.50 ના મથાળે સપાટ ખુલ્યો છે. જોકે, શરૂઆતમાં જ 24,864.25 ડે હાઈ બનાવ્યા બાદ NSE નિફ્ટીમાં સતત ઉતાર ચઢાવ નોંધાઈ રહ્યો છે.

સ્ટોકની સ્થિતિ : આજે શરૂઆતી ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સમાં લિસ્ટેડ કંપનીઓમાં ઇન્ફોસિસ, ટાટા મોટર્સ, ટેક મહિન્દ્રા, ભારતી એરટેલ અને ઇટર્નલના સ્ટોક ટોપ ગેઈનરમાં સામેલ હતા. જ્યારે ITC, નેસ્લે, ટાઇટન કંપની, કોટક મહિન્દ્રા અને રિલાયન્સના સ્ટોક ટોપ લૂઝરમાં સામેલ હતા.

મંગળવારનું માર્કેટ : ટ્રેડિંગ સપ્તાહના બીજા દિવસે શેરબજાર લાલ નિશાનમાં બંધ થયું. BSE પર સેન્સેક્સ 624 પોઈન્ટના ઘટાડા સાથે 81,551.63 પર બંધ થયો. બીજી તરફ NSE પર નિફ્ટી 0.70 ટકાના ઘટાડા સાથે 24,826.20 પર બંધ થયો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.