મુંબઈ : મુંબઈ: કારોબારી સપ્તાહના બીજા દિવસે શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું હતું અને રેડ ઝોનમાં જ બંધ થયું છે. BSE પર સેન્સેક્સ 624 પોઈન્ટ ઘટીને 81,551.63 પર બંધ થયો. જ્યારે NSE પર નિફ્ટી 0.70 ટકાના ઘટાડા સાથે 24,826.20 પર બંધ થયો.
આજના ટ્રેડિંગ દરમિયાન, સેન્સેક્સ પર ટોચના ગેઇનર્સની યાદીમાં ઇન્ડસઇન્ડ બેંક, એશિયન પેઇન્ટ્સ અને એશિયન પેઇન્ટ્સના શેરનો સમાવેશ થયો હતો. જ્યારે અલ્ટ્રાટેક સિમેન્ટ, ITC, NTPC, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને એક્સિસ બેંકના શેર ટોચના ઘટાડાની યાદીમાં સામેલ હતા.
મુખ્ય સૂચકાંકો કરતાં વધુ સારો દેખાવ કરતાં, નિફ્ટી સ્મોલકેપ 100 0.09 ટકા અને મિડકેપ 100 0.08 ટકા ઘટ્યો હતો.
મહત્વપૂર્ણ છે કે, આજે કારોબારી સપ્તાહના બીજા દિવસ 27 મે, મંગળવારના રોજ ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંક ઘટાડા સાથે ખુલ્યા હતાં. BSE Sensex અને NSE Nifty અનુક્રમે 138 અને 45 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યા છે. શરુઆતી કારોબાર બાદથી બજારમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.
મંગળવારે કારોબાર દરમિયાન મોટાભાગે ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાનમાં હતા, જેમાં સૌથી મોટો ઘટાડો નિફ્ટી આઈટીમાં જોવા મળ્યો હતો, જે 1 ટકા ઘટ્યો હતો. આ પછી, નિફ્ટી પ્રાઇવેટ બેંક અને નિફ્ટી બેંકમાં 0.7 ટકાનો ઘટાડો થયો. અન્ય ક્ષેત્રોમાં પણ થોડો ઘટાડો જોવા મળ્યો, જેમાં નિફ્ટી એફએમસીજી, પીએસયુ બેંક અને ઓઇલ એન્ડ ગેસમાં 0.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો.
કારોબારી સપ્તાહના બીજા દિવસે શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું હતું. બીએસઈ પર સેન્સેક્સ ૩૭૧ પોઈન્ટ ઘટીને ૮૧,૭૯૯.૨૫ પર ખુલ્યો. જ્યારે NSE પર નિફ્ટી 0.40 ટકાના ઘટાડા સાથે 24,900.80 પર ખુલ્યો.