મુંબઈ : ભારતીય શેરબજારમાં તેજી યથાવત્ છે. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસ આજે 9 જૂન, સોમવારના રોજ ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંક વધારા સાથે ખુલ્યા છે. BSE Sensex અને NSE Nifty અનુક્રમે 386 અને 157 પોઈન્ટના વધારા સાથે સપાટ ખુલ્યો છે. જોકે, શરુઆતી કારોબાર બાદથી બજારમાં ઉતાર ચઢાવ નોંધાઈ રહ્યા છે.
ભારતીય શેરબજાર...
BSE Sensex : આજે 9 જૂન, સોમવારના રોજ BSE Sensex ગત 82,188.99 બંધની સામે 386 પોઇન્ટ વધારા સાથે 82,574.55 ના મથાળે ખુલ્યો હતો. શરૂઆતમાં જ 82,669.00 પોઈન્ટની ડે હાઈ બનાવ્યા બાદ સેન્સેક્સ ઉતાર ચઢાવ સાથે સતત ગ્રીન ઝોનમાં ટ્રેડ કરી રહ્યો છે.
NSE Nifty : બીજી તરફ NSE Nifty ગત 25,003.05 ના બંધ સામે લગભગ 157 પોઈન્ટના વધારા સાથે 25,160.10 ના મથાળે ખુલ્યો છે. આજના ઓપનિંગને ડે હાઈ બનાવ્યા બાદ Nifty ઉતાર ચઢાવ સાથે સતત ગ્રીન ઝોનમાં ટ્રેડ કરી રહ્યો છે.
સ્ટોકની સ્થિતિ : આજે શરૂઆતી ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સમાં લિસ્ટેડ કંપનીઓમાં કોટક મહિન્દ્રા, એક્સિસ બેંક, બજાજ ફાઇનાન્સ, ટાટા મોટર્સ અને લાર્સનના સ્ટોક વધારા સાથે ટોપ ગેઈનરમાં સામેલ હતા. જ્યારે ICICI બેંક, ભારતી એરટેલ, નેસ્લે, ટાઇટન કંપની અને અદાણી પોર્ટ્સના સ્ટોક નુકસાન સાથે ટોપ લૂઝરમાં સામેલ હતા.
શુક્રવારનું શેરબજાર : ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં વધારા સાથે બંધ થયું. BSE પર સેન્સેક્સ 746 પોઈન્ટના વધારા સાથે 82,188.99 પર બંધ થયો. બીજી તરફ, NSE પર નિફ્ટી 1.02 ટકાના વધારા સાથે 25,003.05 પર બંધ થયો.