મુંબઈ : સપ્તાહ દરમિયાન ભારે ઉતાર ચઢાવ વચ્ચે આજે ભારતીય શેરબજાર હળવા વધારા સાથે સપાટ ખુલ્યું છે. આજે કારોબારી સપ્તાહના છેલ્લા દિવસ 23 મે, શુક્રવારના રોજ ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંક સપાટ ખુલ્યા છે. BSE Sensex 54 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો, જ્યારે NSE Nifty 30 પોઈન્ટના વધારા સાથે ખુલ્યા છે. શરુઆતી કારોબાર બાદથી બજારમાં સતત ઉતાર ચઢાવ નોંધાઈ રહ્યો છે.
ભારતીય શેરબજાર...
BSE Sensex : આજે 23 મે, શુક્રવારના રોજ BSE Sensex ગત 80,951.99 બંધની સામે 54 પોઇન્ટના ઘટાડા સાથે 80,897.00 ના મથાળે ખુલ્યો હતો. શરૂઆતમાં જ 81,196.89 પોઈન્ટની ડે હાઈ બનાવ્યા સેન્સેક્સ ગગડીને 80,897.00 ના નીચલા સ્તરે પહોંચ્યો અને ઉતાર ચઢાવ વચ્ચે ટ્રેડ કરી રહ્યો છે.
NSE Nifty : બીજી તરફ NSE Nifty ગત 24,609.70 ના બંધ સામે લગભગ 30 પોઈન્ટના વધારા સાથે 24,639.50 ના મથાળે ખુલ્યો છે. શરૂઆતમાં જ 24,720.90 પોઈન્ડની ડે હાઈ બનાવ્યા બાદ Nifty ગગડીને 24,614.05 ના સ્તરે પહોંચ્યો અને ઉતાર ચઢાવ વચ્ચે ટ્રેડ કરી રહ્યો છે.
સ્ટોકની સ્થિતિ : આજે શરૂઆતી ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સમાં લિસ્ટેડ કંપનીઓમાં ઇટરનલ, પાવર ગ્રીડ કોર્પ, આઇટીસી, ઇન્ફોસિસ અને અલ્ટ્રાટેક સિમેન્ટના સ્ટોક ટોપ ગેઈનરમાં તેજી સાથે ટ્રેડ કરી રહ્યા છે. જ્યારે સન ફાર્મા, ICICI બેંક અને HDFC બેંકના સ્ટોક ટોપ લૂઝરમાં નુકસાન સાથે ટ્રેડ કરી રહ્યા છે.
ગુરુવારનું બજાર : ટ્રેડિંગ સપ્તાહના ચોથા દિવસે શેરબજાર ભારે ઘટાડા સાથે રેડ ઝોનમાં બંધ થયું. BSE પર સેન્સેક્સ 644 પોઈન્ટ ઘટીને 80,951.99 પર બંધ થયો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.82 ટકાના ઘટાડા સાથે 24,609.70 પર બંધ થયો. ગુરુવારે એશિયન બજારોમાં નબળાઈને કારણે ભારતીય શેરબજારોમાં ભારે ઘટાડો થયો હતો, જેમાં ઓટો અને કન્ઝ્યુમર ગુડ્સના શેરોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો.