મુંબઈ : આજે ભારતીય શેરબજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું છે. જોકે, મોટી રાહત આપતા RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ પોલિસી રેપો રેટમાં 50 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. RBI ના નિર્ણયની સીધી અસર શેરબજાર પર થઈ અને તમામ મુખ્ય સૂચકાંક ગ્રીન ઝોનમાં પરત ફર્યા હતા. જોકે, શરુઆતી કારોબાર બાદથી બજારમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.
ભારતીય શેરબજાર...
BSE Sensex : આજે 6 જૂન, શુક્રવારના રોજ BSE Sensex ગત 81,442.04 બંધની સામે 12 પોઇન્ટ ઘટાડા સાથે 81,434.24 ના મથાળે સપાટ ખુલ્યો હતો. જોકે, શરુઆતી કારોબાર બાદથી સતત ઘટાડો નોંધાયો, જેમાં સેન્સેક્સ 81,607.34 ના ઉપલા સ્તરે તથા 81,140.11 ના નીચલા સ્તરે પહોંચ્યો હતો.
NSE Nifty : બીજી તરફ NSE Nifty ગત 24,750.90 બંધની સામે 2 પોઇન્ટ ઘટાડા સાથે 24,748.70 ના મથાળે સપાટ ખુલ્યો હતો. જોકે, શરુઆતી કારોબાર બાદથી સતત ઘટાડો નોંધાયો, જેમાં નિફ્ટી 24,817.10 ના ઉપલા સ્તરે તથા 24,671.45 ના નીચલા સ્તરે પહોંચ્યો હતો.
સ્ટોકની સ્થિતિ : આજે શરૂઆતી ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સમાં લિસ્ટેડ કંપનીઓમાં મારુતિ સુઝુકી, ઇન્ડસઇન્ડ બેંક, બજાજ ફાઇનાન્સ, શાશ્વત અને અદાણી પોર્ટ્સના સ્ટોક ટોપ ગેઈનરમાં તેજી સાથે ટ્રેડ કરી રહ્યા છે. જ્યારે ટાટા સ્ટીલ, ઇન્ફોસિસ, સન ફાર્મા, બજાજ ફિનસર્વ અને ICICI બેંકના સ્ટોક ટોપ લૂઝરમાં નુકસાન સાથે ટ્રેડ કરી રહ્યા છે.
ગુરુવારનું બજાર : ટ્રેડિંગ સપ્તાહના ચોથા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું. BSE પર સેન્સેક્સ 443 પોઈન્ટના વધારા સાથે 81,442.04 પર બંધ થયો. બીજી તરફ, NSE પર નિફ્ટી 0.53 ટકાના વધારા સાથે 24,750.90 પર બંધ થયો.