ETV Bharat / business

તેજી બાદ ગગડ્યું ભારતીય શેરબજાર : સેન્સેક્સમાં 1225 પોઈન્ટનું ગાબડું, નિફ્ટી 133 પોઇન્ટ ડાઉન - STOCK MARKET UPDATE

કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજારમાં રોનક પાછી ફરી છે. આજે Sensex અને Nifty અનુક્રમે 29 અને 43 પોઈન્ટ વધારો નોંધાવી સપાટ ખુલ્યા હતા.

પ્રતિકાત્મક તસવીર
ભારતીય શેરબજાર (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : April 25, 2025 at 9:56 AM IST

Updated : April 25, 2025 at 1:56 PM IST

1 Min Read

મુંબઈ : ભારતીય શેરબજારમાં તેજી યથાવત્ છે. કારોબારી સપ્તાહનો છેલ્લો દિવસ આજે 25 એપ્રિલ, શુક્રવારના રોજ ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંક વધારા સાથે ખુલ્યા છે. BSE Sensex અને NSE Nifty અનુક્રમે 29 અને 43 પોઈન્ટના વધારા સાથે સપાટ ખુલ્યા છે. જોકે, શરુઆતી કારોબાર બાદ બજારમાં વેચવાલી નોંધાઈ છે. જેમાં હાલ બજારના મુખ્ય સૂચકાંક લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.

ભારતીય શેરબજાર...

BSE Sensex : આજે 25 એપ્રિલ, શુક્રવારના રોજ BSE Sensex ગત 79,801.43 બંધની સામે 29 પોઇન્ટ વધારા સાથે 79,830.15 ના મથાળે ખુલ્યો હતો. શરૂઆતમાં જ 80,130.66 પોઈન્ટની ડે હાઈ બનાવ્યા બાદ સેન્સેક્સ ગગડ્યો અને 79,646.73 ના નીચલા સ્તરે પહોંચ્યો હતો.

NSE Nifty : બીજી તરફ NSE Nifty ગત 24,246.70 ના બંધ સામે લગભગ 43 પોઈન્ટના વધારા સાથે 24,289.00 ના મથાળે ખુલ્યો છે. શરૂઆતમાં જ 24,365.45 પોઈન્ટની ડે હાઈ બનાવ્યા બાદ Nifty ગગડ્યો અને 24,186.20 ના નીચલા સ્તરે પહોંચ્યો હતો.

તેજી બાદ શેરબજાર કડાકો...

આજે ભારતીય શેરબજારના તમામ મુખ્ય સૂચકાંકો ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. જોકે, બાદમાં બજારમાં વેચવાલી નોંધાતા હાલ મુખ્ય સૂચકાંક લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. જેમાં BSE Sensex આશરે 1,225 પોઈન્ટ ગગડીને 78,605ના સ્તરે પહોંચ્યો હતો. બીજી તરફ NSE Nifty આશરે 442 પોઈન્ટ તૂટીને 23,847.85 સ્તર સુધી ડાઉન ગયો હતો.

સ્ટોકની સ્થિતિ : આજે શરૂઆતી ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સમાં લિસ્ટેડ કંપનીઓમાં TCS (1.56), ઇન્ફોસિસ (1.12), રિલાયન્સ (0.70) HCL ટેક (0.37) અને મારુતિ સુઝુકીના (0.32) સ્ટોક ટોપ ગેઈનરમાં સામેલ હતા. જ્યારે એક્સિસ બેંક (-3.46), અદાણી પોર્ટ્સ (-2.16), બજાજ ફાઇનાન્સ (-1.85), બજાજ ફિનસર્વ (-1.81) અને ટેક મહિન્દ્રા (-1.36) ના સ્ટોક ટોપ લૂઝરમાં સામેલ હતા.

ગુરુવારનું બજાર : ટ્રેડિંગ સપ્તાહના ચોથા દિવસે શેરબજાર લાલ નિશાનમાં બંધ થયું હતું. BSE પર સેન્સેક્સ 315 પોઈન્ટ ઘટીને 79,801.43 પર બંધ થયો. બીજી તરફ NSE પર નિફ્ટી 0.34 ટકાના ઘટાડા સાથે 24,246.70 પર બંધ થયો.

Last Updated : April 25, 2025 at 1:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.