મુંબઈ: ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસે શેરબજાર ઘટાડા સાથે રેડ ઝોનમાં બંધ થયું છે. BSE પર સેન્સેક્સ 379 પોઈન્ટ ઘટીને 92,847.15 પર બંધ થયો. જ્યારે NSE પર નિફ્ટી 0.56 ટકાના ઘટાડા સાથે 22,410.40 પર બંધ થયો છે.
આજના ટ્રેડિંગ દરમિયાન, નેસ્લે, HUL, ટાટા કન્ઝ્યુમર, ટાઇટન કંપની, પાવર ગ્રીડ કોર્પના શેર ટોપ ગેઇનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે નિફ્ટીમાં ટોચના ઘટાડાવાળા શેરોની યાદીમાં વિપ્રો, એસબીઆઈ, ટેક મહિન્દ્રા, એલ એન્ડ ટી, ટ્રેન્ટના શેરનો સમાવેશ થાય છે.
- BSE મિડકેપ ઇન્ડેક્સ 0.8 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 1 ટકા ઘટ્યો.
- ઓટો અને FMCG સિવાય, અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાનમાં ટ્રેડ થયા હતા, જેમાં IT અને PSU બેંકો દરેકમાં 2 ટકાનો ઘટાડો થયો.
ઓપનિંગ માર્કેટ: ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસે શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 409 પોઈન્ટ ઘટીને 73,817.30 પર ખુલ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.34 ટકાના ઘટાડા સાથે 22,460.30 પર ખુલ્યો હતો.
આ પણ વાંચો: