મુંબઈઃ કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર સપાટ ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 275 પોઈન્ટના વધારા સાથે 74,104.28ની સપાટી પર ખુલ્યો છે, જ્યારે NSE પર નિફ્ટી 0.37 ટકાના વધારા સાથે 22,479.20ની સપાટી પર ખુલ્યો છે.
ગુરુવારની બજાર
ટ્રેડિંગ સપ્તાહના ચોથા દિવસે શેરબજાર રેડ ઝોનમાં બંધ થયું હતું. BSE પર સેન્સેક્સ 200 પોઈન્ટના ઘટાડા સાથે 73,828.91 પર બંધ રહ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.33 ટકાના ઘટાડા સાથે 22,397.20ની સપાટી પર બંધ થયો. 13 માર્ચે ભારતીય ઇક્વિટી ઇન્ડેક્સ નકારાત્મક વલણ સાથે બંધ થયો હતો અને નિફ્ટી 22,400ની આસપાસ પહોંચી ગયો હતો. બુધવારે આઇટી ઇન્ડેક્સ સત્તાવાર રીતે મંદીના તબક્કામાં પ્રવેશ્યો હતો.
નિફ્ટી પર ટ્રેડિંગ દરમિયાન ભારત ઈલેક્ટ્રોનિક્સ, L&T, ICICI બેંક, HDFC બેંક, ONGCના શેર ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે શ્રીરામ ફાઇનાન્સ, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, ટાટા મોટર્સ, વિપ્રો, બીપીસીએલના શેર ટોપ લૂઝરની યાદીમાં સામેલ હતા.
BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો મામૂલી નુકસાન સાથે ટ્રેડ થયા. સેક્ટોરલ મોરચે ઓટો, આઈટી, મેટલ, રિયલ્ટી 0.5-0.5 ટકા, જ્યારે પીએસયુ બેન્ક, એફએમસીજી, ટેલિકોમ 0.5-0.5 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.5-0.5 ટકા સુધી ઘટ્યા છે.
આ પણ વાંચો