મુંબઈ: કારોબારી સપ્તાહના બીજા દિવસે શેરબજાર જબરદસ્ત ઉછાળા સાથે ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 1694 પોઈન્ટના ઉછાળા સાથે ૭૬,૮૫૨.૦૬ પર ખુલ્યો છે, જ્યારે NSE પર નિફ્ટી 2.36 ટકાના વધારા સાથે 23,368.35 પર ખુલ્યો.
આજના ટ્રેડિંગ દરમિયાન NCL ઇન્ડસ્ટ્રીઝ, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ, રેપ્કો હોમ ફાઇનાન્સ, જેકે સિમેન્ટ, કેનેરા બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા અને યાત્રા ઓનલાઇનના શેર ફોકસમાં રહેશે.
મંગળવારે, ભારતીય રૂપિયો 19 પૈસા વધીને 85.84 પ્રતિ ડોલર પર ખુલ્યો.
શુક્રવારની બજાર
ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું. બીએસઈ પર સેન્સેક્સ ૧૩૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૭૫,૧૫૭.૨૬ પર બંધ થયો.જ્યારે, NSE પર નિફ્ટી 1.92 ટકાના વધારા સાથે 22,828.55 પર બંધ થયો.
ટ્રેડિંગ દરમિયાન, હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, ટાટા સ્ટીલ, JSW સ્ટીલ, કોલ ઇન્ડિયા, જિયો ફાઇનાન્શિયલના શેર નિફ્ટીના ટોચના લાભકર્તાઓની યાદીમાં સામેલ હતા. જ્યારે TCS, એશિયન પેઇન્ટ્સ અને એપોલો હોસ્પિટલ્સના શેર ટોચના ઘટાડાવાળા શેરોની યાદીમાં સામેલ હતા.
મેટલ ઇન્ડેક્સમાં 4 ટકાનો વધારો થતાં તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા, જ્યારે ઓટો, બેંક, તેલ અને ગેસ, પાવર, રિયલ્ટી, પીએસયુ, ટેલિકોમ, ફાર્મા દરેકમાં 2 ટકાનો વધારો થયો. બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં 2 ટકાનો વધારો થયો હતો, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં 3 ટકાનો વધારો થયો હતો.