મુંબઈ: ટ્રેડિંગ સપ્તાહના બીજા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ ૧૧૯૩ પોઈન્ટના ઉછાળા સાથે ૭૪,૩૩૦.૯૧ની સપાટી પર ખુલ્યો છે. જ્યારે NSE પર નિફ્ટી 1.29 ટકાના વધારા સાથે 22,446.75ની સપાટી પર ખુલ્યો છે.
આજના ટ્રેડિંગ દરમિયાન, IL&FS એન્જિનિયરિંગ એન્ડ કન્સ્ટ્રક્શન કંપની, ટીટાગઢ રેલ સિસ્ટમ્સ, સાયન્ટ, જિનેસિસ ઇન્ટરનેશનલ કોર્પોરેશન, મણપ્પુરમ ફાઇનાન્સ, ઇન્ફોનેટીવ સોલ્યુશન્સ અને સ્પિનરૂ કોમર્શિયલના શેર ફોકસમાં રહેશે.
સોમવારની બજાર
આજે, ટ્રેડિંગ સપ્તાહના પહેલા દિવસે, શેરબજારને કોવિડ પછી સૌથી મોટું નુકસાન થયું છે. બીએસઈ પર સેન્સેક્સ ૨૨૨૬ પોઈન્ટ ઘટીને ૭૩,૧૩૭.૯૦ની સપાટી પર બંધ થયો. જ્યારે NSE પર નિફ્ટી 2.91 ટકાના ઘટાડા સાથે 22,238.25ની સપાટી પર બંધ થયો.
ટ્રેડિંગ સેશન દરમિયાન, નિફ્ટીમાં સૌથી વધુ નુકસાન ટ્રેન્ટ, ટાટા સ્ટીલ, શ્રીરામ ફાઇનાન્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ, શ્રીરામ ફાઇનાન્સના શેરને થયું.
બીએસઈ મિડકેપ ઇન્ડેક્સ 4 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 4.5 ટકા ઘટ્યો. ટેલિકોમ, મીડિયા, રિયલ્ટી, ઓટો, આઇટી અને મેટલમાં 4 ટકાનો ઘટાડો થતાં તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાનમાં ટ્રેડ થયા હતા.
વૈશ્વિક બજારોમાં ભારે ઘટાડા બાદ, ભારતીય શેરબજારોમાં પણ ઘટાડો જોવા મળ્યો, એશિયન સૂચકાંકોમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો. જાપાનના નિક્કી 7 ટકા, દક્ષિણ કોરિયા 5 ટકા અને ચીનના બ્લુ-ચિપ શેરોમાં લગભગ 7 ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે હેંગ સેંગ ઇન્ડેક્સ 10.5 ટકાથી વધુ ઘટ્યો હતો.