ETV Bharat / business

ભારતીય શેરબજારની મજબૂત શરૂઆત : Sensex 300 પોઈન્ટ ઉછળ્યો, Nifty 25,900 પાર - Stock market update

આજે ભારતીય શેરબજારમાં સપાટ ખુલ્યું હતું, જોકે શરુઆતી કારોબારમાં જ મજબૂત વલણ સાથે બજારમાં શાનદાર રિકવરી નોંધાઈ હતી. BSE Sensex 300 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે NSE Nifty પણ 25,900 પોઈન્ટ પાર થયો છે.

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 1, 2024, 9:43 AM IST

ભારતીય શેરબજારની મજબૂત શરૂઆત
ભારતીય શેરબજારની મજબૂત શરૂઆત (ETV Bharat Gujarat)

મુંબઈ : આજે 1 ઓક્ટોબર, મંગળવારના રોજ ભારતીય શેરબજારની સપાટ શરૂઆત થઈ છે. જોકે બજારમાં રિકવરીનું વલણ નોંધાતા હાલ તમામ સૂચકાંક ગ્રીન ઝોનમાં પરત ફર્યા છે. BSE Sensex 300 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે NSE Nifty પણ 25,900 પોઈન્ટ પાર થયો છે.

ભારતીય શેરબજાર : કારોબારી સપ્તાહના બીજા દિવસ અને નવા માસના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં તેજી નોંધાઈ છે. આજે 1 ઓક્ટોબર, મંગળવારના રોજ બજારના મુખ્ય સૂચકાંકમાં BSE Sensex અને NSE Nifty મજબૂત સપાટ સાથે ખુલ્યા છે. BSE Sensex ગત 84,299 બંધ સામે 42 પોઈન્ટના ડાઉન 84,257 ના મથાળે ખુલ્યો છે. જ્યારે NSE Nifty ગત 25,810 બંધ સામે 22 ડાઉન 25,788 પર ખુલ્યો હતો.

શાનદાર રિકવરી : સપાટ શરૂઆત બાદ બજારમાં શાનદાર રિકવરી નોંધાઈ છે. શરુઆતી કારોબારમાં BSE Sensex 300 પોઈન્ટના ઉછાળા સાથે 84,600 પોઈન્ટ પાર થયો છે. જ્યારે NSE Nifty પણ 80 પોઈન્ટ વધીને 25,900 પોઈન્ટ પાર થયો છે.

સ્ટોકની સ્થિતિ : આજના ટ્રેડિંગ દરમિયાન BSE માં લિસ્ટેડ કંપનીઓમાં ટેક મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, SBI, લાર્સન અને M&M ના સ્ટોક તેજી સાથે ટ્રેડ કરી રહ્યા છે. બીજી તરફ એશિયન પેઇન્ટ્સ, JSW સ્ટીલ, ટાઈટન કંપની, HUL અને ટાટા સ્ટીલના સ્ટોકમાં નુકસાન સાથે વેપાર થયો છે.

વૈશ્વિક બજાર : આજે ગિફ્ટ નિફ્ટી 26,000 પર ફ્લેટ ચાલી રહી હતી. યુએસ ફ્યુચર માર્કેટમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો. જોકે, સૌની નજર જાપાન પર છે. ગઈકાલે નિક્કીમાં તીવ્ર ઘટાડો હતો, પરંતુ આજે ઇન્ડેક્સ 700 પોઇન્ટ ઉછળ્યો હતો. બીજી તરફ અમેરિકામાં ફરી નવા રેકોર્ડ સર્જાયા છે. DOW અને S&P લગભગ 20 પોઈન્ટનો રેકોર્ડ ક્લોઝિંગ ગેઈન્સ નોંધાવ્યો હતો. જ્યારે નાસ્ડેક 70 પોઇન્ટ વધીને દિવસની ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો.

  1. શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું, સેન્સેક્સ 360 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 26,086 પર
  2. રોકાણકારો માટે મોટા સમાચાર : NSE-BSE દ્વારા ટ્રાન્ઝેક્શન શુલ્કમાં ફેરફાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.