ETV Bharat / business

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ પરીક્ષા 2025નું માળખું જાહેર, જુઓ પરીક્ષાની રૂપરેખા - STAFF SELECTION EXAM

આ વર્ષે ગ્રુપ B અને C ઉમેદવારો માટે 14,582 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે.

સ્ટાફ સિલેક્શન કમિશન
સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)
author img

By ETV Bharat Gujarati Team

Published : June 10, 2025 at 8:37 PM IST

2 Min Read

SSC CGL 2025 : સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) એ કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ (CGL) પરીક્ષા 2025 માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું છે. SSC CGL માટે નોંધણી 9 જૂનથી શરૂ થઈ ગઈ છે. આ વર્ષે ગ્રુપ B અને C ઉમેદવારો માટે 14,582 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે.જે માટે ઉમેદવારો કમિશનની સત્તાવાર વેબસાઇટ ssc.gov.in પર અરજી કરી શકે છે.

શું છે પરીક્ષાઓની તારીખો ?

9 જૂન 2025 થી 4 જુલાઈ 2025 એ સવારે 11 વાગ્યા સુધી અરજી કરી શકશે. જયારે SSC CGL 2025 માટે કમ્પ્યુટર-આધારિત (CBT) પરીક્ષા 13 ઓગસ્ટથી 30 ઓગસ્ટ 2025 વચ્ચે યોજાવાની છે. ઉમેદવારો 9 થી 11 જુલાઈ દરમિયાન અરજી ફોર્મમાં ફેરફાર કરી શકશે.

કઈ કઈ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે ?

આ વખતે SSC CGL એ ગ્રુપ B અને ગ્રુપ C માટે કેન્દ્ર સરકારના વિવિઘ મંત્રાલયો અને વિવિઘ વિભાગોમાં ભરતી કરવાના છે. જેમાં મદદનીશ ઓડિટ અધિકારી, સહાયક હિસાબ અધિકારી, આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર , ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર, ઓડિટર અને એકાઉન્ટન્ટ જેવી વિવિધ જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે.

કઇ શૈક્ષણિક લાયકાત જરૂરી અરજી કરવા ?

SSC CGL પરીક્ષા માટે અરજી કરવા માટે ઉમેદવારએ માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ. માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ અને જે- તે પોસ્ટ માટે અરજી કરતાં પહેલા તેના પાત્રતાના માપદંડો તપાસી લેવા.

કેવી રીતે અરજી કરવી ?

SSC CGL અરજી પ્રક્રિયા બે ભાગમાં વહેંચાયેલી છે - નોંધણી અને અરજી ફોર્મ ભરવું. SSC વેબસાઇટના વન-ટાઇમ રજિસ્ટ્રેશન (OTR) પ્લેટફોર્મ પર નોંધણી કરાવ્યા પછી ઉમેદવારો અરજી ફોર્મ ભરી શકશે. નીચે મુજબ અરજી કરવાની રહેશે.

પગલું 1: સત્તાવાર વેબસાઇટ ssc.gov.in ની મુલાકાત લો.

પગલું 2: નોંધણી પ્રક્રિયા શરૂ કરવા માટે 'નવા વપરાશકર્તા? હમણાં નોંધણી કરો' લિંક પર ક્લિક કરો.

પગલું ૩: નોંધણી ID અને પાસવર્ડ જનરેટ કરવા માટે મૂળભૂત વિગતો ભરો.

પગલું 4: જનરેટ કરેલા ઓળખપત્રોનો ઉપયોગ કરીને લોગ ઇન કરો.

પગલું 5: જરૂરી વ્યક્તિગત, શૈક્ષણિક અને સંપર્ક વિગતો દાખલ કરીને SSC CGL ૨૦૨૫ અરજી ફોર્મ ભરો.

પગલું 6: જો જરૂરી હોય તો, તમારા ફોટોગ્રાફ, સહી અને અન્ય દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો અપલોડ કરો.

પગલું 7: ભરેલી અરજીની સમીક્ષા કરો અને ફોર્મ સબમિટ કરો.

વધુ માહિતી મેળવવા SSC CGL ની સત્તાવાર વેબસાઇટ ssc.gov.in ની મુલાકાત લેવી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.