નવી દિલ્હી : કેનેરા બેંક દ્વારા તેના ગ્રાહકો માટે ખૂબ જ રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો છે. રવિવારના રોજ કેનેરા બેંકે તેના તમામ ગ્રાહકોને રાહત આપી અને બચત ખાતામાં લઘુત્તમ બેલેન્સ ન રાખવા બદલ દંડ સંપૂર્ણપણે નાબૂદ કરવાની જાહેરાત કરી છે. બેંકનો આ નવો નિયમ 1 જૂન, 2025 થી અમલમાં આવ્યો છે.
મિનિમમ બેલેન્સનો નિયમ નાબૂદ : કેનેરા બેંક દ્વારા તેના ગ્રાહકો માટે ખાસ નિર્ણય કરવામાં આવ્યો છે. જે અનુસાર ખાતામાં મિનિમમ બેલેન્સનો નિયમ નાબૂદ કરવામાં આવ્યો છે. ગ્રાહકોના તમામ બચત ખાતાઓ પર આ નિયમ લાગુ કર્યો છે. પછી ભલે તે નિયમિત ખાતું હોય, પગાર ખાતું હોય કે NRI ખાતું હોય, કોઈને પણ ઝીરો બેલેન્સ પર દંડ ચૂકવવો પડશે નહીં.
આ કરનાર પ્રથમ બેંક બની કેનેરા બેંક : આ નિર્ણય સાથે કેનેરા બેંક આપણા દેશની પ્રથમ મોટી જાહેર ક્ષેત્રની બેંક બની છે, જેણે તેના બધા ગ્રાહકોને કોઈપણ લઘુત્તમ બેલેન્સ દંડ વિના ઝીરો બેલેન્સ બચત ખાતાની સુવિધા પૂરી પાડવાનું શરૂ કર્યું છે.
Feel the freedom, bank the difference.
— Canara Bank (@canarabank) June 1, 2025
Starting 1st June 2025, Canara Bank offers no penalty on non-maintenance of minimum balance.
Applicable to all Savings Bank Account holders!#CanaraBank #YourAccountYourFreedom #PenaltyWaiver pic.twitter.com/fAALUO80MZ
કેનેરા બેંકે આપી માહિતી : કેનેરા બેંકે પોતે જ ગ્રાહકો સાથે આ માહિતી શેર કરી હતી. કેનેરા બેંકે X પર લખ્યું કે સ્વતંત્રતાનો અનુભવ કરો, તફાવતની બેંક બનો. આજે 1 જૂન, 2025 થી કેનેરા બેંકમાં લઘુત્તમ બેલેન્સ ન રાખવા બદલ કોઈ દંડ નહીં લાગે.
બેંકનો પહેલાનો નિયમ શું હતો ? અત્યાર સુધી બેંકના ખાતાધારકો માટે શહેરી શાખાઓમાં સરેરાશ માસિક બેલેન્સ (AMB) 2000 રૂપિયા, અર્ધ-શહેરી શાખાઓમાં 1000 રૂપિયા અને ગ્રામીણ શાખાઓમાં 500 રૂપિયા જાળવવું ફરજિયાત હતું. આ બેલેન્સ ન રાખવા બદલ ગ્રાહકોને દંડ ચૂકવવો પડતો હતો. પરંતુ હવે બેંક દ્વારા જારી કરાયેલા આ નવા નિયમ હેઠળ, કોઈપણ શ્રેણીના બચત ખાતામાં લઘુત્તમ બેલેન્સ ન હોવા છતાં પણ ગ્રાહકોને કોઈ દંડ ચૂકવવો પડશે નહીં.
કોને અસર થશે ? કેનેરા બેંકના આ નિર્ણયથી ઘણા લોકો ખુશ છે. જેમાં વિદ્યાર્થીઓ, કામ કરતા લોકો, વરિષ્ઠ નાગરિકો, NRI અને નવા ખાતાધારકોને બેંકના આ નિર્ણયનો સીધો અને મોટો લાભ મળી શકે છે.