હૈદરાબાદ: આજના સ્પર્ધાત્મક યુગમાં યુવાનો અને યુવતીઓ સરકારી નોકરી કે બેન્કમાં નોકરીનું સ્વપ્ન સેવતા હોય છે. નોકરી માટે તનતોડ મહેનત કરીને આખરે લાયક ઉમેદવારો નોકરી મેળવીને લક્ષ્યવેધ સિદ્ધ કરતા હોય છે. ત્યારે બેન્કિંગની તૈયારી કરતા યુવા ઉમેદવારો માટે બેન્ક ઓફ બરોડા ઉમદા તક લઈને આવ્યું છે. વિવિધ પ્રોફેશનલ પદો માટે કુલ 146 જગ્યાઓ પર ભરતી બહાર પાડી છે.
ઉમેદવારોએ ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લેવી.
બેન્ક ઓફ બરોડા દ્વારા જાહેરાત નં BOB/HRM/REC/ADVT/2025/03 પર વિવિધ પ્રોફેશનલ પદો પર 146 જગ્યાઓ પર સંપૂર્ણ ભારતમાં ભરતી બહાર પાડી છે.
ઓફિશિયલ વેબસાઈટ: https://www.bankofbaroda.in/
મહત્ત્વપૂર્ણ તારીખ: BOB ભરતી 2025ની અરજી કરવાની શરુઆત 26/03/2025 થી શરુઆત થઈ ગઈ છે. જે 15/04/2025 સુધીમાં ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઈટ પર જઈને અરજી કરી લેવી.
ફી: જે ઉમેદવારો જનરલ,EWS, ઓબીસી કેટેગરીમાંથી આવે છે તેમને રુ. 600 ઓનલાઈન ફી ભરવાની રહેશે. જ્યારે જે ઉમેદવારો SC, ST,PWD કે મહિલા છે તેમને રુ. 100 ભરવાની રહેશે.
લાયકાત: BOB પ્રોફેશનલ્સમાં જોડાવવા માંગતા ઉમેદવારોએ ગ્રેજ્યુએશન કે MBA કરેલું હોવું જોઈએ.
વય મર્યાદા: સંબંધિત પોસ્ટ માટે વય મર્યાદા જાણવા માટે ઉમેદવારોએ ઓફિશિયલ નોટિફિકેશનનો સંદર્ભ લઈ લેવો.
જગ્યાઓ: ડેપ્યુટી ડિફેન્સ બેન્કિંગ એડવાઈઝર, પ્રાઈવેટ બેન્કર, ગ્રુપ હેડ ,ટેરિટરી હેડ, સિનિયર રિલેશનશીપ મેનેજર, વેલ્થ સ્ટ્રેટજિસ્ટ, પ્રોડક્ટ હેડ, પોર્ટફોલિયો રિસર્ચ એનાલિસ્ટ
બેંક ઓફ બરોડા પ્રોફેશનલ્સ ભરતી 2025 માટે કેવી રીતે અરજી કરવી.
- ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લો.
- “Professionals Recruitment 2025” લિંક પર ક્લિક કરો.
- ઓફિશિયલ નોટિફિકેશન ધ્યાનથી વાંચો.
- નોંધણી કરો અને અરજી ફોર્મ ભરો.
- બાયોડેટા અને પ્રમાણપત્રો સહિત જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- અરજી ફી ચૂકવો.
- સમયમર્યાદા પહેલા અરજી સબમિટ કરો.
આ પણ વાંચો: