મુંબઈ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેટલાક કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ પર ટેરિફ પ્રતિબંધની જાહેરાત બાદ સોમવારે એશિયન બજારોમાં તેજી જોવા મળી છે. જાપાનના શેરબજારના સૂચકાંકોમાં વધારો થયો, જેની આગેવાનીમાં સંબંધિત શેરોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે, જ્યારે દક્ષિણ કોરિયાના બજારોમાં પણ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ટ્રમ્પ વહીવટીતંત્રે સ્માર્ટફોન, કમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ જેવા ગ્રાહક ઇલેક્ટ્રોનિક્સને તેના પારસ્પરિક ટેરિફમાંથી મુક્તિ આપી છે. આના કારણે જાપાનમાં ચિપ ગિયર ઉત્પાદકો અને ચિપ સંબંધિત શેરોમાં ઉછાળો આવ્યો.