નવી દિલ્હી: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટેના મોંઘવારી ભથ્થામાં જાન્યુઆરી-જૂન 2025 માટે 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ તાજેતરના 2 ટકાના વધારાથી DA/DR 55 ટકા સુધી પહોંચી ગયો છે. હવે આ કર્મચારીઓ અને નિવૃત્ત લોકો આગામી ડીએ રિવિઝનમાં ઓછામાં ઓછા ત્રણથી ચાર ટકાના વધારાની અપેક્ષા રાખી રહ્યાં છે, જે આ વર્ષે ઓક્ટોબરમાં દિવાળીની આસપાસ થશે.
બીજી તરફ ફેબ્રુઆરી 2025 માટે ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (AICPI-IW) ડેટામાં ફરી ઘટાડો નોંધવામાં આવ્યો છે, જે જુલાઈમાં DA વધારાને અસર કરી શકે છે. AICPI-IW એ કેન્દ્ર સરકારના કર્મચારીઓના DAમાં વધારો નક્કી કરવા માટે એક મહત્વપૂર્ણ માપદંડ છે. જો આગામી ચાર મહિના સુધી ગ્રાહક ફુગાવો વધુ સાધારણ રહેશે તો કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએમાં વધારો ઘટાડી શકાય છે.
ફાઇનાન્શિયલ એક્સપ્રેસ અનુસાર, શ્રમ અને રોજગાર મંત્રાલયના શિમલા સ્થિત લેબર બ્યુરો દ્વારા શેર કરાયેલ ડેટા દર્શાવે છે કે ફેબ્રુઆરી 2025 માટે AICPI-IW ડેટા જાન્યુઆરી 2025માં 143.2 પોઇન્ટથી 0.4 પોઇન્ટ ઘટીને 142.8 થયો હતો. લેબર બ્યુરોએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
જુલાઈમાં DA ફરી વધશે?
જુલાઈમાં મળેલા DAમાં વધારો ઑક્ટોબર 2025માં દિવાળીની આસપાસ જાહેર કરવામાં આવશે. 7મા પગાર પંચ હેઠળ આ છેલ્લું રિવિઝન હોઈ શકે છે, કારણ કે 8મું પગાર પંચ જાન્યુઆરી 2026માં લાગુ થવાની ધારણા છે.
જો કે, કેટલાક અહેવાલો કહે છે કે નવું પગારપંચ 2027 પહેલા લાગુ કરવામાં આવશે નહીં. દરમિયાન, AICPI-IW માં ઘટાડો ચાલુ છે. AICPI-IW એ ઇન્ડેક્સ છે જેના આધારે મોંઘવારી ભથ્થામાં વધારો નક્કી કરવામાં આવે છે.
DAમાં વધારો કેમ મહત્વ ધરાવે છે ?
કેન્દ્ર સરકાર તેના કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત આપે છે. તેનો હેતુ ફુગાવાના કારણે ખરીદ શક્તિમાં ઘટાડાને સંતુલિત કરવાનો છે. આવી સ્થિતિમાં, AICPI-IW ડેટા ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તેના આધારે સરકાર DA અને DRની ગણતરી કરે છે.
સરકાર દર વર્ષે બે વાર DA/DR દરોની સમીક્ષા કરે છે
તમને જણાવી દઈએ કે દર વર્ષે સરકાર કર્મચારીઓને આપવામાં આવતા ભથ્થાની બે વખત સમીક્ષા કરે છે અને પછી તેમાં વધારો થાય છે. પ્રથમ વધારો 1 જાન્યુઆરીથી અમલમાં આવશે જ્યારે બીજો વધારો 1 જુલાઈથી અમલમાં આવશે.
જુલાઈ 2025માં DAમાં કેટલો વધારો થશે?
જો AICPI-IWમાં ઘટાડાનો આ ટ્રેન્ડ ચાલુ રહેશે, તો જુલાઈ 2025માં DAમાં વધારો પણ નજીવો હોઈ શકે છે. જો કે, સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત જાન્યુઆરી 2025 થી જૂન 2025 સુધીના ડેટાના આધારે જ કરવામાં આવશે.
જો કે, જાન્યુઆરી અને ફેબ્રુઆરીના વલણો સૂચવે છે કે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને આગામી વખતે નજીવા ડીએ વધારાથી ફરીથી સંતુષ્ટ થવું પડી શકે છે. સતત ઘટતા ઇન્ડેક્સનો અર્થ માત્ર મોંઘવારી ભથ્થામાં ઓછો વધારો થશે.