ઉત્તરાખંડ : વહેલી સવારે ઉત્તરાખંડથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. રુદ્રપ્રયાગમાં વધુ એક હેલિકોપ્ટર અકસ્માત સામે આવ્યો છે. ગુપ્તકાશીથી કેદારનાથ ધામ જઈ રહેલ આર્યન એવિએશનનું હેલિકોપ્ટર ગૌરીકુંડ-સોનપ્રયાગના જંગલોમાં ક્રેશ થયું. આ ઘટનામાં પાંચ લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે.
રુદ્રપ્રયાગમાં ફરી હેલિકોપ્ટર અકસ્માત: આ ઘટના અંગે મળતી માહિતી અનુસા આજે સવારે લગભગ 5:17 વાગ્યે, આર્યન એવિએશન કંપનીનું હેલિકોપ્ટર ગુપ્તકાશી હેલિપેડથી ભક્તોને લઈને કેદારનાથ ધામ જઈ રહ્યું હતું. હેલિકોપ્ટરમાં 6 લોકો સવાર હોવાનું કહેવાય છે. કહેવામાં આવી રહ્યું છે કે રસ્તામાં ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટરે બીજી જગ્યાએ લેન્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું.
श्री केदारनाथ यात्रा मार्ग पर हेलीकॉप्टर क्रैश
— Uttarakhand Police (@uttarakhandcops) June 15, 2025
राहत एवं बचाव दल घटनास्थल पर पहुँचे।राहत-बचाव में जुटे।
दुर्घटनाग्रस्त हेलीकॉप्टर पूरी तरह जल चुका था।
सभी 7 यात्रियों के शव बचाव दल द्वारा रिकवर किए गए।
🙏 मृतकों को विनम्र श्रद्धांजलि#UttarakhandPolice #HelicopterCrash pic.twitter.com/CS2rSrpkDr
7 લોકોના દુ:ખદ મોત : ઉત્તરાખંડ પોલીસે સોશિયલ મીડિયા પર માહિતી શેર કરતા લખ્યું, હેલિકોપ્ટર દુર્ઘટનાની માહિતી મળતાં, રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. ત્યારબાદ ઘટનાસ્થળે તપાસ કરવામાં આવી. ક્રેશ થયેલ હેલિકોપ્ટર સંપૂર્ણપણે બળી ગયું હતું, બચાવ ટીમ દ્વારા તમામ 7 મુસાફરોના મૃતદેહ મળી આવ્યા છે.
હેલિકોપ્ટરમાં સવાર લોકોના નામ :
- શ્રદ્ધા રાજકુમાર જયસ્વાલ (35 વર્ષ), મહારાષ્ટ્ર
- કાશી (25 વર્ષ), મહારાષ્ટ્ર
- રાજકુમાર સુરેશ જયસ્વાલ (41 વર્ષ), ગુજરાત
- વિક્રમ BKTC, કેદારનાથ
- વિનુધ દેવી (66 વર્ષ), ઉત્તર પ્રદેશ
- તુષ્ટિ સિંહ (19 વર્ષ), ઉત્તર પ્રદેશ
- કેપ્ટન રાજવીર સિંહ ચૌહાણ (પાયલોટ)
રાહત અને બચાવ કાર્ય શરુ : માહિતી મળ્યા બાદ, બચાવ ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. સીએમ પુષ્કર સિંહ ધામીએ અકસ્માત પર શોક વ્યક્ત કરતા સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું કે, રુદ્રપ્રયાગ જિલ્લામાં હેલિકોપ્ટર ક્રેશ થવાના ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા છે. SDRF, સ્થાનિક વહીવટીતંત્ર અને અન્ય બચાવ ટીમો રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલી છે. હું બાબા કેદારને તમામ મુસાફરોની સલામતી માટે પ્રાર્થના કરું છું.
जनपद रुद्रप्रयाग में हेलीकॉप्टर के दुर्घटनाग्रस्त होने का अत्यंत दुःखद समाचार प्राप्त हुआ है। एसडीआरएफ, स्थानीय प्रशासन एवं अन्य रेस्क्यू दल राहत एवं बचाव कार्यों में जुटे हैं।
— Pushkar Singh Dhami (@pushkardhami) June 15, 2025
बाबा केदार से सभी यात्रियों के सकुशल होने की कामना करता हूँ।
એક અઠવાડિયામાં આ બીજી ઘટના : નોંધનીય છે કે, 7 જૂને જ કેદારનાથ યાત્રા રૂટ પર એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. હેલિકોપ્ટરે બડાસુ હેલિપેડથી કેદારનાથ માટે ઉડાન ભરી, પરંતુ ટેકનિકલ ખામીઓને કારણે, હેલિકોપ્ટરનું કેદારનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બડાસુ નજીક ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. હેલિકોપ્ટર ક્રિસ્ટલ એવિએશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું હતું. હેલિકોપ્ટરમાં પાઇલટ સહિત 6 લોકો હતા. પાઇલટને સામાન્ય ઇજાઓ પહોંચી હતી, બધા મુસાફરો સુરક્ષિત રીતે બચી ગયા હતા.