હૈદરાબાદ: ઉત્તરાખંડ કેડર 2015 બેચના IPS રચિતા જુયાલે પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું છે. જોકે તેમણે પોતાના રાજીનામા પાછળ અંગત કારણો આપ્યા છે. પરંતુ તેમના નિર્ણય અંગે અંતિમ નિર્ણય સરકાર લેશે.
કર્મનિષ્ઠ પોલીસ અધિકારીની ઓળખ
રચિતા પોતાની કર્તવ્યનિષ્ઠા, કાર્યપ્રણાલી અને શાંત સ્વભાવના કારણે ઓળખાઈ છે. રચિતાએ છેલ્લાં 10 વર્ષમાં ઘણા મહત્વના પદો પર જવાબદારી નિભાવી છે. પોતાના અચાનક રાજીનામાને લઈને IPS રચિતા જુયાલ ફરી એકવાર માધ્યમોમાં ચમક્યા છે.ત્યારે લોકોમાં પણ તેમની અંગત જિંદગી વિશે જાણવા અંગેની ઉત્સુક્તા વધી ગઈ છે. ભૂતકાળમાં પોતાની લવ સ્ટોરીને કારણે પણ રચિતા ચર્ચામાં છવાયેલા રહ્યાં હતાં.
રચિતા જુયાલની લવ લાઈફ
રચિતા જુયાલની લવ લાઈફ એટલે કે તેમના લગ્નજીવનની વાત કરીએ તો બે વર્ષ પહેલા રચિતા પોતાની લવ સ્ટોરીને લઈને ચર્ચામાં આવ્યા હતાં. રચિતાએ ફિલ્મ મેકર અને ડાયરેક્ટર યશસ્વી સાથે લગ્ન કર્યા છે. યશસ્વી નાના અને મોટા પડદાના પ્રસિદ્ધ કલાકાર અને ડાન્સર રાઘવ જુયાલના ભાઈ છે. યશસ્વી સાથે રચિતાની લવ સ્ટોરી કોવિડ કાળમાં શરૂ થઈ હતી.
રચિતા અને યશસ્વીના લગ્ન
કોવિડની બીજી લહેરમાં યશસ્વી પૂરજોશથી સમાજ સેવામાં લાગેલા હતા. જે જોઈને રચિતા ખુબ જ આકર્ષીત થઈ હતી. રચિતા પણ તે દિવસમાં એક એનજીઓ સાથે લોકોની મદદ કરવા માટે ઘણા કાર્યક્રમોમાં ભાગ લેતા હતાં. આ દરમિયાન તેમની મુલાકાત યશસ્વી સાથે થઈ હતી. રચિતા અને યશસ્વી બંનેનું સમાજ સેવામાં મન લાગતુ હતું જેના કારણે પહેલા બંને વચ્ચે દોસ્તી થઈ અને આ દોસ્તી પ્રેમમાં ફેરવાઈ હઈ અને પછી બંનેએ લગ્ન કરી લીધા.
રચિતાના પિતા પણ રહી ચુક્યા છે પોલીસ અધિકારી
રચિતા જુયાલના પિતા પણ પોલીસ વિભાગમાં સેવા આપી ચુક્યા છે. નાનપણથી પિતાને પોલીસની વર્દીમાં જોઈને તેને પણ પોલીસ અધિકારી બનવાનો નિર્ણય કર્યો હતો. વર્ષ 2015માં રચિતા ઉત્તરાખંડ કેડરના IPS બન્યા અને પોતાનું સપનું પૂર્ણ કર્યુ.
આ પણ વાંચો
આ મહિલા IPS અધિકારીએ આપ્યું રાજીનામું, પોલીસબેડામાં ચકચાર, જાણો શા માટે લીધો નિર્ણય