નવી દિલ્હી: મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર હુસૈન રાણાને અમેરિકાથી પ્રત્યાર્પણ કર્યા બાદ ભારત લવાયા બાદ નવી દિલ્હીની તિહાર જેલના હાઈ સિક્યોરિટી વાળા વોર્ડમાં રાખવામાં આવી શકે છે. સુરક્ષાની દ્રષ્ટિએ તિહાર જેલ સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. કુખ્યાત અંડરવર્લ્ડ ડોન છોટા રાજન જેવા હાઇ પ્રોફાઇલ કેદીઓને પણ અહીં રાખવામાં આવ્યા છે.
તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવી રહ્યો છે કારણ કે પ્રત્યાર્પણ ટાળવાનો તેમનો છેલ્લો પ્રયાસ નિષ્ફળ ગયો હતો, અમેરિકાની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ તેમની અરજી ફગાવી દીધી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અનેક એજન્સીઓના કર્મચારીઓની એક ટીમ તહવ્વુર રાણાને ભારત લાવવા માટે અમેરિકા ગઈ છે.
#WATCH | Outside visuals from the National Investigation Agency headquarters in Delhi
— ANI (@ANI) April 10, 2025
Today, 26/11 Mumbai attack accused Tahawwur Rana will arrive in India after being extradited from the US pic.twitter.com/UCtDsCUHJJ
૨૬ નવેમ્બર ૨૦૦૮ના રોજ, ૧૦ પાકિસ્તાની આતંકવાદીઓના એક જૂથે અરબી સમુદ્ર પાર કરીને ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં ઘૂસણખોરી કર્યા પછી, એક રેલ્વે સ્ટેશન, બે વૈભવી હોટલ અને એક યહૂદી કેન્દ્ર પર એક સાથે હુમલા કર્યા.
લગભગ 60 કલાક સુધી ચાલેલા આ હુમલામાં 166 લોકો માર્યા ગયા, જેનાથી દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો. આ ઘટના બાદ ભારત અને પાકિસ્તાન યુદ્ધની અણી પર પણ આવી ગયા. આરોપી રાણાને 17 વર્ષ પછી ભારત લાવવામાં આવી રહ્યો છે. આનાથી મુંબઈ હુમલાના પીડિતોએ ખુશી વ્યક્ત કરી છે, પીડિતો તરફથી હવે તહવ્વુર રાણાને ફાંસી આપવાની માંગ કરવામાં આવી રહી છે.