ETV Bharat / bharat

15 ઓગસ્ટ પહેલા દિલ્હીમાંથી ઝડપાયો ISISનો આતંકી, NIAની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં હતો સામેલ - terrorist Rizwan Abdul Ali arrest

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 9, 2024, 1:22 PM IST

દિલ્હીમાં ISISના આતંકીની ધરપકડ કરવામાં આવી છે. NIAની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં પણ તેનો સામેલ હતો. વાંચો સંપૂર્ણ સમાચાર વિસ્તારથી..

15 ઓગસ્ટ પહેલા દિલ્હીમાંથી ઝડપાયો ISISનો આતંકી
15 ઓગસ્ટ પહેલા દિલ્હીમાંથી ઝડપાયો ISISનો આતંકી (Etv Bharat)

નવી દિલ્હીઃ સ્વતંત્રતા દિવસ પહેલા દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ISIS મોડ્યુલ આતંકી રિઝવાન અલીની ધરપકડ કરી છે. NIAએ તેના પર 3 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, તે દરિયાગંજનો રહેવાસી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેની પાસેથી હથિયારો મળી આવ્યા છે.

મળતી માહિતી મુજબ, ધરપકડ કરાયેલો રિઝવાન પુણે ISIS મોડ્યુલનો સૌથી કુખ્યાત આતંકવાદી છે. રિઝવાન પહેલા પુણે મોડ્યુલના ઘણા આતંકવાદીઓને પુણે પોલીસ અને NIA દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તે તપાસ એજન્સીઓને ચકમો આપીને લાંબા સમય સુધી ફરાર હતો. પરંતુ હવે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે રિઝવાનની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે.

એવું પણ બહાર આવ્યું છે કે પૂણે મોડ્યુલના આતંકવાદીઓએ દિલ્હી અને મુંબઈના ઘણા વીવીઆઈપી વિસ્તારોની રેકી પણ કરી હતી. રિઝવાન સતત NIAના રડાર પર હતો અને લાંબા સમયથી તેની શોધ ચાલી રહી હતી. આપને જણાવી દઈએ કે માત્ર 2 દિવસ પહેલા જ દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાએ વિવિધ રાજ્યોના ટોચના અધિકારીઓ સાથે આંતરરાજ્ય ઓર્ડિનેશન બેઠક યોજી હતી. આ દરમિયાન, તેમણે તમામ રાજ્યોને તમામ સામાજિક તત્વો સાથે સંકલન કરીને સંપૂર્ણ રીતે સતર્ક રહેવા અને આતંકવાદી પ્રવૃત્તિઓને રોકવા માટે વિનંતી કરી હતી. ઉપરાંત તમામ પ્રકારની માહિતી સમયસર આપવા પણ જણાવ્યું હતું.

  1. મનીષ સિસોદિયાને સુપ્રીમકોર્ટે આપ્યા જામીન, દોઢ વર્ષ બાદ આવશે જેલમાંથી બહાર - manish sisodia bail Plea

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.