નવી દિલ્હી: ત્રણ દિવસીય ભારતની મુલાકાતે આવેલા પેરાગ્વેના રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેના પેલાસિઓસ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સોમવારે નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં મુલાકાત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ભારત અને પેરાગ્વે આતંકવાદ સામેની લડાઈમાં ખભે ખભો મિલાવીને ઉભા છે. સાયબર ક્રાઇમ, સંગઠિત અપરાધ અને ડ્રગ હેરફેર જેવા સામાન્ય પડકારો સામે લડવા માટે સહયોગની અપાર સંભાવનાઓ છે.
પીએમ મોદીએ કહ્યું, "ભારત અને પેરાગ્વે ગ્લોબલ સાઉથના અભિન્ન અંગ છે. આપણી આશાઓ, આકાંક્ષાઓ અને પડકારો સમાન છે, તેથી આપણે એકબીજાના અનુભવોમાંથી શીખીને આ પડકારોનો અસરકારક રીતે સામનો કરી શકીએ છીએ. અમને સંતોષ છે કે કોવિડ રોગચાળા દરમિયાન, અમે ભારતમાં બનેલી રસી પેરાગ્વેના લોકો સાથે વહેંચી શક્યા."
#WATCH | Delhi: During the bilateral meeting with President of Paraguay, Santiago Peña Palacios, PM Modi says " india and paraguay stand shoulder to shoulder in the fight against terrorism. there is immense potential for cooperation to fight common challenges like cybercrime,… pic.twitter.com/x5PFWWVGMX
— ANI (@ANI) June 2, 2025
આ પહેલા રાષ્ટ્રપતિ પેલાસિઓસે રાજઘાટની સમાધિ પર મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ મુલાકાત તેમની ત્રણ દિવસીય ભારત મુલાકાતનો એક ભાગ છે, જે 4 જૂને સમાપ્ત થશે.
મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ
વિદેશ મંત્રાલયે X પર આ ક્ષણ શેર કરતા કહ્યું, "શાંતિ અને અહિંસાના મૂલ્યોનું સન્માન. પેરાગ્વેના રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેના પેલાસિઓસે આજે રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી." રાષ્ટ્રપતિ પેલાસિઓસ ભારતની તેમની પ્રથમ મુલાકાત પર નવી દિલ્હી પહોંચ્યા અને પાલમ એરફોર્સ સ્ટેશન પર ગાર્ડ ઓફ ઓનર સાથે તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું.
🇮🇳-🇵🇾| Towards a new momentum in bilateral relationship.
— Randhir Jaiswal (@MEAIndia) June 2, 2025
PM @narendramodi welcomed President @SantiPenap of Paraguay at the Hyderabad House ahead of their deliberations. pic.twitter.com/vPqcS7SXcb
રાજ્યમંત્રી હર્ષવર્ધન મલ્હોત્રા દ્વારા સ્વાગત
રાજ્યમંત્રી હર્ષવર્ધન મલ્હોત્રા દ્વારા રાષ્ટ્રપતિનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું, જેમાં બંને દેશો વચ્ચેના મજબૂત દ્વિપક્ષીય સંબંધો પર પ્રકાશ પાડવામાં આવ્યો. નવી માહિતી આપતા, વિદેશ મંત્રાલયના રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે પેરાગ્વેના રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેના પેલાસિઓસનું ભારતની તેમની પ્રથમ રાજ્ય મુલાકાત પર નવી દિલ્હી પહોંચવા પર સ્વાગત કરવામાં આવ્યું હતું.
પોતાના ટ્વીટમાં જયસ્વાલે લખ્યું, "સારા સમાચાર, રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેના પેલાસિઓસ ભારતની તેમની પ્રથમ રાજકીય મુલાકાત પર નવી દિલ્હી આવ્યા છે, જ્યાં તેમનું ઔપચારિક સ્વાગત અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. એરપોર્ટ પર રાજ્યમંત્રી હર્ષ મલ્હોત્રા દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મુલાકાત બંને દેશના સંબંધોને મજબૂત બનાવવાની તક પૂરી પાડશે."
વિદેશ મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ પેનાની 2 જૂનથી 4 જૂન સુધીની મુલાકાતનો ઉદ્દેશ્ય રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં ભારત-પેરાગ્વે સંબંધોને વધુ ગાઢ અને વિસ્તૃત કરવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, પેરાગ્વેના રાષ્ટ્રપતિની સાથે મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને વ્યાપારી પ્રતિનિધિઓનો સમાવેશ કરતું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ રહેશે.