2025-26 માટે રેલવે મંત્રાલયની ગ્રાન્ટ માંગણીઓના ત્રીજા અહેવાલ પર લોકસભામાં ચર્ચા થઈ રહી છે. આમાં રેલવે લાઇનોને બમણી કરવા, ટ્રેનોમાં સુવિધાઓ વધારવા, રેલ્વેની કામગીરીમાં સુધારો કરવા અને આવક વધારવા માટે ભલામણો કરવામાં આવી છે.
સંસદનું બજેટ સત્ર 2025 : રેલવે મંત્રાલયની ગ્રાન્ટ માંગણીઓ પર લોકસભામાં ચર્ચા - PARLIAMENT BUDGET SESSION

Published : March 17, 2025 at 11:38 AM IST
|Updated : March 17, 2025 at 1:50 PM IST
નવી દિલ્હી : સંસદનું બજેટ સત્ર આજે ફરી શરૂ થશે, જે અંતર્ગત લોકસભા અને રાજ્યસભા બંનેની બેઠક મળશે. હોળીના તહેવારના કારણે સંસદના બંને ગૃહોની કાર્યવાહી ગયા બુધવારે 17 માર્ચ સુધી મુલતવી રાખવામાં આવી હતી. કાર્યસૂચિ મુજબ મુખ્ય કાયદાકીય બાબતો પર વિચારણા કરવા લોકસભા સવારે 11 વાગ્યે ફરી મળશે, જેમાં સ્થાયી સમિતિના અનેક અહેવાલની રજૂઆત અને ચર્ચા સામેલ છે. સંસદના બજેટ સત્રનો બીજો ભાગ 10 માર્ચથી શરૂ થયો હતો, જે 4 એપ્રિલ સુધી ચાલશે.
LIVE FEED
રેલવે મંત્રાલયની ગ્રાન્ટ માંગણીઓ પર લોકસભામાં ચર્ચા
કેરળના સાંસદોએ ઓફશોર માઇનિંગ પ્લાન પરત ખેંચવાની માંગ કરી
કેરળના કોંગ્રેસના સાંસદોએ કેન્દ્ર સરકારને રાજ્યમાં ઓફશોર માઇનિંગ માટે પ્રસ્તાવિત રેતી બ્લોક ફાળવણી યોજના પાછી ખેંચવા વિનંતી કરી છે. કોલ્લમના સાંસદ પ્રેમચંદ્રને જણાવ્યું કે, ખાણકામ માટે પ્રસ્તાવિત વિસ્તારમાં માછલીઓની વસ્તી મોટી છે અને તેથી આ યોજના માછીમારી ક્ષેત્રના હિતોની વિરુદ્ધ છે. આ અંગે પર્યાવરણ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર પર્યાવરણીય અસર મૂલ્યાંકન સહિત યોગ્ય નિયમનકારી પગલાં લીધા પછી જ મંજૂરી આપશે.
સ્વસ્થ થયા બાદ રાજ્યસભા પહોંચ્યા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સોમવારે રાજ્યસભા પહોંચ્યા અને અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. ઉપરાષ્ટ્રપતિ ધનખરને 9 માર્ચે બેચેની અને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ 12 માર્ચે તેઓને દિલ્હી એઇમ્સમાંથી રજા આપવામાં આવી હતી.
'ડુપ્લિકેટ' મતદાર ઓળખપત્ર પર ચર્ચાની માંગ
TMC સાંસદ ડેરેક ઓ'બ્રાયને કહ્યું કે, વિપક્ષ 'ડુપ્લિકેટ' મતદાર ઓળખ કાર્ડના મુદ્દા પર ચર્ચા ઇચ્છે છે. શું NDA સરકાર આ માટે તૈયાર છે? સાંસદ ડેરેક ઓ'બ્રાયને X પર એક પોસ્ટમાં લખ્યું કે, "ચાર દિવસના વિરામ પછી સંસદમાં કામકાજ ફરી શરૂ થયું છે. વિપક્ષ એક એવા મુદ્દા પર રચનાત્મક ચર્ચા ઇચ્છે છે, જે લોકશાહીના મૂળમાં રહેલો છે. શું સરકાર તૈયાર છે ?"
વકફ સુધારા બિલનો વિરોધ રાજનીતિક : જગદંબિકા પાલ
વકફ સુધારા બિલ 2024 ના વિરોધ પર વકફ પર JPC અધ્યક્ષ અને ભાજપના સાંસદ જગદંબિકા પાલે કહ્યું કે, આ એક રાજકીય વિરોધ છે. બિલ હજી રજૂ પણ થયું નથી, અમે ફક્ત 428 પાનાનો અહેવાલ રજૂ કર્યો છે અને એક સુધારો બિલ લાવવામાં આવ્યો છે. DM ને સત્તાઓ આપવામાં આવી રહી નથી. જો વકફ મિલકત અંગે કોઈ વિવાદ હોય તો DM થી ઉપરનો કોઈપણ અધિકારી, જેમ કે રાજ્ય સચિવ અથવા કમિશનર તેની તપાસ કરશે. કાયદામાં સુધારો કરવામાં આવી રહ્યો છે. તેઓ દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે. વકફની જમીન કોઈ છીનવી લેવાનું નથી. જો કોઈ વકફ જમીન વેચી રહ્યું છે, તો તે પોતે વકફના લોકો છે. આ સુધારાથી વકફ જમીનના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવશે અને ગરીબોને ફાયદો થશે.
કોંગ્રેસના સાંસદ પેપર લીક મુદ્દે ચર્ચાની માંગ કરી
NEET સહિત વિવિધ પરીક્ષામાં પેપર લીક થવાના મુદ્દા પર ચર્ચા કરવા માટે કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે લોકસભામાં સ્થગિત પ્રસ્તાવ રજૂ કર્યો છે. મણિકમ ટાગોરે કહ્યું કે, સરકારે આને રોકવા માટે પગલાં લેવા જોઈએ. પરીક્ષા પેપર લીકની તાજેતરની ઘટનાની ચર્ચા કરવા માટે ગૃહને સ્થગિત કરવામાં આવશે, કારણ કે તેનાથી છ રાજ્યોમાં 85 લાખ બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. સરકારે પેપર લીક અટકાવવા અને પરીક્ષા પ્રક્રિયાની અખંડિતતા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવાની જરૂર છે.
સંસદના બજેટ સત્રની કાર્યસૂચિ
- ભાજપના સાંસદ રાધા મોહનસિંહ અને સપા સાંસદ વીરેન્દ્રસિંહ ગૃહમાં સંરક્ષણ પરની સ્થાયી સમિતિનો અહેવાલ રજૂ કરશે.
- કોંગ્રેસના સાંસદ શશિ થરૂર અને ભાજપના સાંસદ અરુણ ગોવિલ 2025-26 માટે વિદેશ મંત્રાલયની ગ્રાન્ટ માંગણી પર વિદેશ બાબતોની સ્થાયી સમિતિનો પાંચમો અહેવાલ રજૂ કરશે.
- લોકસભા સાંસદ પીસી મોહન અને ગોદમ નાગેશ સામાજિક ન્યાય અને સશક્તિકરણ પરની સ્થાયી સમિતિનો અહેવાલ રજૂ કરશે.
- કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દિલ્હી યુનિવર્સિટી કોર્ટમાં બે સભ્યોની ચૂંટણી માટે પ્રસ્તાવ રજૂ કરશે.
- 2025-26 માટે રેલવે મંત્રાલય હેઠળ અનુદાનની માંગણી પર ચર્ચા અને મતદાન પણ થશે.