બાગડોગરા/ સિક્કિમ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલો ક્રૂર આતંકવાદી હુમલો માનવતા પર હુમલો હતો. જોકે,ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે આપેલા ઝડપી અને સચોટ પ્રતિભાવથી આતંકવાદને નિર્ણાયક ફટકો પડ્યો છે અને પાકિસ્તાનને વૈશ્વિક મંચ પર ખુલ્લું પાડી દીધું છે.
સિક્કિમને રાજ્યનો દરજ્જો મળ્યાની ૫૦મી વર્ષગાંઠના સમારોહને બાગડોગરાથી વર્ચ્યુઅલી સંબોધતા, પીએમ મોદીએ પહેલગામ હુમલાની સખત નિંદા કરી, જેમાં પાકિસ્તાન સાથે જોડાયેલા આતંકવાદીઓ દ્વારા ૨૬ નિઃશસ્ત્ર ભારતીય પ્રવાસીઓની હત્યા કરવામાં આવી હતી.
#WATCH गंगटोक | सिक्किम राज्य की 50वीं वर्षगांठ के समारोह में प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, " सिक्किम में एडवेंचर और स्पोर्ट्स टूरिज्म की भी बहुत संभावनाएं हैं। हमारा सपना है सिक्किम को कॉन्फ्रेंस टूरिज्म, वेलनेस टूरिज्म और कॉन्सर्ट टूरिज्म का भी हब बनाया जाए...मैं चाहता हूं… pic.twitter.com/KtoTzXeZzW
— ANI_HindiNews (@AHindinews) May 29, 2025
પ્રધાનમંત્રીએ કહ્યું, "પર્યટન ફક્ત મનોરંજન માટે નથી, તે વિવિધતાનો ઉત્સવ છે, પરંતુ પહેલગામમાં આતંકવાદીઓએ જે કર્યું તે ફક્ત ભારતીયો પર હુમલો નહોતો, તે માનવતાની આત્મા પર, ભાઈચારાની ભાવના પર હુમલો હતો." આતંકવાદ સામે રાષ્ટ્રીય એકતા પર ભાર મૂકતા તેમણે કહ્યું, "આતંકવાદીઓએ ઘણા પરિવારોની ખુશી છીનવી લીધી. તેમણે ભારતીયો તરીકે આપણને વિભાજીત કરવાનું કાવતરું ઘડ્યું. છતાં, આજે આખી દુનિયા એક મજબૂત, વધુ સંયુક્ત ભારત જોઈ રહી છે.
વડા પ્રધાન મોદીએ મક્કમ સ્વરમાં કહ્યું કે, ભારતે આતંકવાદ અને તેના પ્રાયોજકોને અતૂટ એકતા સાથે જવાબ આપ્યો છે અને એક મજબૂત, સ્પષ્ટ સંદેશ આપ્યો છે. "તેઓએ અમારી દીકરીઓના માથા પરથી સિંદૂર લૂછી નાખવાનો પ્રયાસ કર્યો, તેમને દુઃખમાં છોડી દીધા, પરંતુ અમે ઓપરેશન સિંદૂર દ્વારા જવાબ આપ્યો, જેણે આતંકવાદને કારમી ફટકો આપ્યો,"
ઓપરેશન સિંદૂર હેઠળ, ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને તેના કબજા હેઠળના કાશ્મીરમાં સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર ટાર્ગેટપૂર્વક હુમલા કર્યા. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે આ ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો, ત્યારે પાકિસ્તાને ભારતીય સૈન્ય, નાગરિક અને ધાર્મિક સ્થળો પર હુમલો કરીને જવાબ આપ્યો.
તેમણે કહ્યું કે જ્યારે આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો, ત્યારે પાકિસ્તાન ડરી ગયું અને આપણા નાગરિકો અને સશસ્ત્ર દળો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ આમાં પણ પાકિસ્તાનનો પર્દાફાશ થયો. અમે તેમના ઘણા હવાઈ મથકોનો નાશ કર્યો અને સાબિત કર્યું કે ભારત ચોકસાઈ અને તત્પરતા સાથે જે ઇચ્છે તે કરી શકે છે. અગાઉ, તેમના એક ભાષણમાં, પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો હતો કે ઓપરેશન સિંદૂર સમાપ્ત થયું નથી.