ETV Bharat / bharat

કેરળમાં નિપાહ વાયરસનો કેસ, કોરોના કરતા અનેક ગણો ખતરનાક છે આ વાયરસ! મૃત્યુ દર 40-70 ટકા - NIPAH VIRUS SUSPECTS IN KERALA

મહિલામાં નિપાહ જેવા લક્ષણો જોવા મળ્યા બાદ તેને ખાસ બનાવવામાં આવેલા વોર્ડમાં ખસેડવામાં આવી, મહિલાની હાલત નાજુક છે.

પ્રતીકાત્મક ફોટો
પ્રતીકાત્મક ફોટો (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : April 5, 2025 at 1:03 PM IST

2 Min Read

કોઝિકોડ, કેરળ: રાજ્યમાં નિપાહ વાયરસને લઈને ફરી એક મોટી ચિંતા સામે આવી છે. કારણ કે, મલપ્પુરમના કુટ્ટીપુરમના 41 વર્ષીય મહિલા આ બીમારીના લક્ષણો સાથે કોઝિકોડ મેડિકલ હોસ્પિટલમાં દાખલ થઈ હતી. આ મહિલા દર્દીને વિશેષ દેખરેખ હેઠળ સારવાર માટે રાખવામાં આવી છે. ઉપરાંત તેના ટેસ્ટીંગના નમૂના લઈ મેડિકલ કોલેજની નિપાહ લેબમાં મોકલવામાં આવ્યા છે.

આજે બપોર સુધી ટેસ્ટિંગ માટે મોકલવામાં આવેલા અનુમાન રિઝલ્ટ આવવાની સંભાવના છે. જેના બાદ અન્ય પુષ્ટિ માટે આ નમૂનાને પુણે સ્થિત મેડિકલ વાયરોલોજી લેબમાં મોકલવામાં આવશે. અધિકારીઓ દ્વારા મળતી માહિતી અનુસાર, આના પછી જ કોઈ પણ પ્રકારની કેસની સત્તાવાર પુષ્ટિ કરી શકાશે.

મળતી માહિતી અનુસાર, આ મહિલા છેલ્લા એક અઠવાડિયાથી મલપ્પુરમના એક ખાનગી દવાખાનામાં સારવાર કરવી રહી હતી. જ્યારે ટેસ્ટિંગ બાદ તેનામાંથી નિપાહ જેવા લક્ષણો દેખાવા લાગ્યા ત્યારે તેને મેડિકલ કોલેજમાં ખાસ બનાવેલા વોર્ડમાં ખસેડવામાં આવી હતી.

એવું માનવામાં આવે રહ્યું છે કે, મહિલાને લગભગ એક અઠવાડિયા પહેલા તાવ અને માથાનો દુખાવો થતાં કોટ્ટક્કલની એક ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. તપાસ બાદ તેને એન્સેફાલીટીસ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે સારવાર બાદ પણ મહિલાની સ્થિતિમાં સુધારો થયો ન હતો, જેના પછી નિપાહ વાયરસની શંકા હતી. ત્યારબાદ તેને કોઝિકોડની એક ખાનગી હોસ્પિટલમાંથી નિષ્ણાત સંભાળ માટે કોઝિકોડ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

જો નિપાહ વાયરસની પુષ્ટિ થાય છે, તો તેના સંપર્કમાં આવેલા લોકો પર પણ નજર રાખવામાં આવશે. આ અંગે આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

કેરળમાં નિપાહનો ઇતિહાસ: નિપાહ વાયરસ મે 2018 માં પેરાંબરામાં પ્રથમ વખત મળી આવ્યા પછી મલયાલીઓમાં ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું. બે મહિનામાં 18 લોકોએ આ રોગને કારણે જીવ ગુમાવ્યો હતો. 4 જૂન 2019 ના રોજ કોચીમાં 23 વર્ષીય વિદ્યાર્થીને આ રોગ હોવાનું નિદાન થયું હતું, પરંતુ પછીથી તે સ્વસ્થ થઈ ગયો હતો. ત્યારબાદ 5 સપ્ટેમ્બર, 2021 ના ​​રોજ કોઝિકોડના ચથાંગલમમાં 12 વર્ષના છોકરાનું આ વાયરસના ચેપથી મૃત્યુ થયું હતું.

કુતિયાડીમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2023માં વાયરસથી બે લોકોના મોત થયા હતા, જોકે છ અન્ય લોકો પણ સંક્રમિત થયા હતા પરંતુ સ્વસ્થ થઈ ગયા હતા. કેરળમાં નિપાહને કારણે છેલ્લું મૃત્યુ 21 જુલાઈ, 2024 ના રોજ મલપ્પુરમના પંડિક્કાના 14 વર્ષના છોકરાનું હતું.

નિપાહ વાયરસ વિશે માહિતી: નિપાહ વાયરસ એક ઝૂનોટિક વાયરસ છે, જેનો અર્થ છે કે તે પ્રાણીઓમાંથી મનુષ્યમાં ફેલાય છે. તે ચેપગ્રસ્ત ચામાચીડિયા, ડુક્કર અથવા ચેપગ્રસ્ત વ્યક્તિઓના સંપર્ક દ્વારા ફેલાય છે.

લક્ષણો: નિપાહ વાયરસના લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, ગળામાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફનો સમાવેશ થાય છે. ગંભીર કિસ્સાઓમાં, આ વાયરસ એન્સેફાલીટીસ (મગજની બળતરા) અને હુમલાનું કારણ બની શકે છે.

સારવાર: નિપાહ વાયરસ માટે કોઈ રસી અથવા ચોક્કસ એન્ટિવાયરલ સારવાર નથી. સારવાર લક્ષણોને દૂર કરવા અને જટિલતાઓને રોકવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

રોગનો ઉકેલ: નિપાહ વાયરસના ફેલાવાને રોકવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે એક્સપોઝર ટાળવું. આમાં બીમાર ડુક્કર અથવા ચામાચીડિયા સાથેનો સંપર્ક ટાળવાનો સમાવેશ થાય છે, સાથે સાથે પાક્યા વગરના ખજૂરના રસનું સેવન ન કરો.

આ પણ વાંચો:

  1. 25 મી માર્ચ એટલે કોરોનામાં લોકડાઉનની વસમી યાદો પર, જુઓ Etvનો વિશેષ અહેવાલ
  2. કર્ણાટકમાં નોંધાયો નવા વર્ષમાં Mpox નો પહેલો કેસ, 19 વર્ષથી દુબઈમાં હતો દર્દી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.