વૈશાલી: બિહારના વૈશાલીમાં કાંવડ યાત્રા દરમિયાન મોટી કરૂણાતીકા સામે આવી છે. કાંવડ યાત્રા દરમિયાન ડીજે વાહન હાઈ ટેન્શન વાયરની સંપર્કમા આવી જતાં 10 કાંવડીયાઓના કમકમાટીભર્યા મોત થયા છે જ્યારે અડધા ડઝનથી વધુ ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના વૈશાલીના હાજીપુર ઈન્ડસ્ટ્રીયલ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. સુલતાનપુર ગામમાં રહેતા એક ડઝનથી વધુ યુવાનો ડીજે ટ્રોલી લઈને સારણના પહેલજા ઘાટ અને બોલબમ જઈ રહ્યાં હતા. સોનપુર બાબા હરિહરનાથ ખાતે ગંગા જળથી જલાભિષેકની યોજના હતી. આ દરમિયાન આ કરૂણ અકસ્માત સર્જાયો હતો.
એક સગીર સહિત તમામ મૃતકો યુવકો હોવાનું કહેવાય છે. ડીજે ટ્રોલી સાથે ગીતો વગાડતા વગાડતા તમામ કાંવડિયા ઉત્સાહભેર સુલતાનપુર ગામમાંથી નીકળ્યા હતા. રોડ પર થોડે દૂર ગયા બાદ ડીજે ટ્રોલીનો ઉપરનો ભાગ રોડની કિનારે 11000 વોલ્ટના ઈલેક્ટ્રીક વાયરમાં ફસાઈ ગયો હતો. જેમાં આઠ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય બેના સારવાર દરમિયાન મોત થયા હતા. જોકે 8 લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. જ્યારે ગ્રામજનો 10 લોકોના મોતની વાત કહી રહ્યા છે.
#WATCH हाजीपुर, बिहार: SDPO ओमप्रकाश ने कहा, " इंडस्ट्रियल थाना अंतर्गत सुल्तानपुर गांव में कांवड़ियां डीजे लेकर जा रहे थे। डीजे काफी ऊंचा था और वहां बिजली का तार था, जिसमें डीजे सट गया। जिसके कारण 8 लोगों की मृत्यु हो गई और कुछ लोग घायल हैं, जिनका इलाज चल रहा है...मामले में… pic.twitter.com/mHgOXZsO9i
— ANI_HindiNews (@AHindinews) August 5, 2024
"ઇન્ડસ્ટ્રીયલ પોલીસ સ્ટેશન હેઠળના સુલતાનપુર ગામમાં કાંવડિયા ડીજે લઈને જઈ રહ્યાં હતાં, ડીજે વાહનનું લાઉડ સ્પીકર ખૂબ ઉંચું હતું. જેથી તે 11 હજાર વોલ્ટના વીજ વાયરના સંપર્કમાં આવી ગયું હતું. આ દૂર્ઘટનામાં આઠ લોકોના મોત થયા છે અન્ય કેટલાક ઘાયલ થયા છે તેમની સારવાર ચાલી રહી છે." -ઓમપ્રકાશ, સદર એસડીપીઓ