ETV Bharat / bharat

પુણેમાં ટેકઓફ બાદ હેલિકોપ્ટર ક્રેશ, પાયલટ સહિત ત્રણનાં મોત - PUNE HELICOPTER CRASH

પુણેમાં બુધવારે સવારે હેલિકોપ્ટર દુર્ઘટના સર્જાઈ હતી આ અકસ્માત બાવધન બુદ્રુક ગામ પાસે થયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે.

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 2, 2024, 2:24 PM IST

પુણેમાં ટેકઓફ બાદ હેલિકોપ્ટર ક્રેશ,
પુણેમાં ટેકઓફ બાદ હેલિકોપ્ટર ક્રેશ, ((ETV Bharat))

મુંબઈ: મહારાષ્ટ્રના પુણેમાં બુધવારે સવારે હેલિકોપ્ટર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, આ અકસ્માત બાવધન બુદ્રુક ગામ પાસે થયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. ઘટનાસ્થળે પહોંચેલા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ એક મેડિકલ ટીમને બચાવ કામગીરી માટે રવાના કરવામાં આવી હતી. મૃત્યુ પામેલાઓમાં 2 પાયલોટ અને 1 એન્જિનિયરનો સમાવેશ થાય છે.

નવીનતમ માહિતી અનુસાર, આ ઘટના ઓક્સફોર્ડ ગોલ્ફ ક્લબના હેલિપેડ પરથી ટેકઓફ કર્યા પછી તરત જ બની હતી. આ અકસ્માત સવારે 7 થી 7.10 વચ્ચે થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારમાં ગાઢ ધુમ્મસના કારણે આ દુર્ઘટના થઈ છે. આ ઘટનાની સંપૂર્ણ માહિતી સત્તાવાર તપાસ બાદ જ બહાર આવશે.

આ પહેલા 24 ઓગસ્ટે પુણેમાં હેલિકોપ્ટર અકસ્માત થયો હતો. જેમાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ખાનગી કંપનીનું આ હેલિકોપ્ટર મુંબઈના જુહુથી હૈદરાબાદ માટે ઉડ્યું હતું. આ દુર્ઘટનાનું કારણ હવામાન અને તકનીકી ખામી હતી. આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરને ભારે નુકસાન થયું હતું. બાદમાં તેમાં પણ આગ લાગી હતી. પાયલટ આનંદ તેને ચલાવી રહ્યા હતા. અકસ્માતની માહિતી મળતા જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત કાર્ય શરૂ કર્યું હતું.

આ પણ વાંચો:

  1. પશ્ચિમ એશિયામાં સંઘર્ષની ભારત પર શું અસર પડશે? જાણો નિષ્ણાત શું કહે છે - ISRAEL HEZBOLLAH CONFLICT

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.