શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના હંદવાડામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. કાશ્મીર ઝોન પોલીસે X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું. "હંદવાડાના જચલદારાના ક્રુમહુરા વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું છે," પોલીસ અને સુરક્ષા દળના જવાનો સ્થળ પર કાર્યવાહી કરી રહ્યા છે.
રિપોર્ટ અનુસાર, આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ, સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું, જે દરમિયાન સુરક્ષા દળોનો આતંકવાદીઓ સાથે સામનો થયો. જે બાદ ગોળીબાર શરૂ થયો હતો.
#Encounter has started at Krumhoora Zachaldara area of #Handwara. Police and security forces are on the job. Further details shall follow.@JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) March 17, 2025
કહેવામાં આવી રહ્યું છે કે, સુરક્ષા દળોએ બે થી ત્રણ આતંકવાદીઓને ઘેરી લીધા છે.
આ પણ વાંચો: