નવી દિલ્હી : 20 જૂનના રોજ ઉત્તર રેલવેએ શુક્રવારે વર્ષની શરૂઆતમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા કર્મચારીના પરિવારને 1 કરોડ રૂપિયાનો ચેક સોંપ્યો હતો. ઉત્તર રેલવેના મુરાદાબાદ ડિવિઝનમાં કાર્યરત લોકો પાઇલટ સુશીલ લાલનું 11 માર્ચ, 2025ના રોજ અકસ્માતમાં અવસાન થયું હતું.
ઉત્તર રેલવેના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું : ઉત્તર રેલવે (એનઆર)ના મુખ્ય જનસંપર્ક અધિકારી હિમાંશુ ઉપાધ્યાયે જણાવ્યું કે, ઉત્તર રેલવેના જનરલ મેનેજર શ્રી અશોક કુમાર વર્માએ લાલની પત્નીને અકસ્માત વીમા રકમ તરીકે એક કરોડ રૂપિયાનો ચેક સોંપ્યો છે. જે રેલવેના કર્મચારી વિભાગ દ્વારા સમાધાન ચુકવણી, એક્સ - ગ્રેશિયા રકમ ઉપરાંત હતો. ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર, વર્માએ જાન્યુઆરીમાં આકસ્મિક મૃત્યુના કિસ્સામાં કામદારોના સગાને ખાસ વીમા સુરક્ષા કવચ પૂરું પાડવા માટે એક ખાસ પગાર પેકેજ યોજનાને મંજૂરી આપી હતી. નિઃશંકપણે, જીવનનું વળતર આપી શકાતું નથી. પરંતુ પરિવારના ભવિષ્ય માટે નાણાકીય મદદ ખૂબ મદદરૂપ થશે.
આ પ્રસંગે ઉત્તર રેલવેના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા, જેમણે શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો :