બેંગ્લોર : કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ચિન્નાસ્વામી સ્ટેડિયમ સામે થયેલી ભાગદોડ માટે પોલીસને જવાબદાર ઠેરવી હતી. કડક કાર્યવાહી કરતા તેમણે બેંગ્લોર પોલીસ કમિશનર અને અનેક વરિષ્ઠ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. આ ભાગદોડમાં 11 લોકોના મોત થયા છે.
ભાગદોડની ઘટના અંગે તપાસ શરૂ : CM સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે, આજે કેબિનેટની બેઠક યોજાઈ હતી અને બુધવારની દુર્ઘટના પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કેબિનેટે કમિશનને ઘટનાની તપાસનો અહેવાલ 30 દિવસમાં રજૂ કરવા જણાવ્યું છે. રાજ્યના DGP અને IGPને તાત્કાલિક RCB, DNA ઇવેન્ટ મેનેજરો અને કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશનના પ્રતિનિધિઓની ધરપકડ કરવાનો નિર્દેશ આપ્યો છે.
#WATCH | Bengaluru stampede | Karnataka CM Siddaramaiah says, " today, the cabinet met and discussed yesterday's tragedy in detail. the cabinet, in its wisdom, has made a decision to entrust (to investigate) yesterday's tragedy to a one-man judicial commission, headed by retired… pic.twitter.com/pBNSl7rW1S
— ANI (@ANI) June 5, 2025
પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ સસ્પેન્ડ : સાથે જ કેબિનેટે કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનના સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર અને તે ચોક્કસ વિસ્તારના આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ, સેન્ટ્રલ ઝોનના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, સ્ટેડિયમના ઇન્ચાર્જ એડિશનલ કમિશનર ઓફ પોલીસ અને બેંગલુરુ શહેરના પોલીસ કમિશનરને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો પણ નિર્ણય લીધો છે.
Bengaluru stampede | The suspended officers:
— ANI (@ANI) June 5, 2025
B. Dayanand – Commissioner of Police, Bengaluru City
Vikas Kumar – Additional Commissioner of Police, West Division
Shekhar – Deputy Commissioner of Police (Central Division)
Balakrishna – ACP, Cubbon Park Division
Girish – Inspector,… https://t.co/XiRYIWTwZk
ઇવેન્ટ મેનેજર્સ અને પ્રતિનિધિઓની ધરપકડ : તમને જણાવી દઈએ કે, આ બનાવ બુધવારે સાંજે બન્યો. જ્યારે સ્ટેડિયમની સામે RCB ટીમની IPL જીતની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ બનાવ બાદ RCB, DNA ઇવેન્ટ મેનેજર્સ અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના (KSCA) પ્રતિનિધિઓની ધરપકડ કરવાનો પણ આદેશ આપ્યો છે. કેસની તપાસ કર્ણાટક હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ માઈકલ કુન્હાની આગેવાની હેઠળના એક સભ્યના ન્યાયિક કમિશનને સોંપવામાં આવી છે.