ETV Bharat / bharat

વિધાનસભા ચૂંટણીમાં કથિત ગેરરીતિ કેસ : બોમ્બે હાઈકોર્ટે મુખ્યમંત્રી ફડણવીસને નોટિસ ફટકારી - CM FADNAVIS

બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને નોટિસ જારી કરીને તેમનો જવાબ માંગ્યો છે. શું છે મામલો ? વાંચો સંપૂર્ણ સમાચાર...

ફાઈલ ફોટો
બોમ્બે હાઈકોર્ટે મુખ્યમંત્રી ફડણવીસને નોટિસ ફટકારી (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : April 18, 2025 at 10:58 AM IST

1 Min Read

નાગપુર : બોમ્બે હાઇકોર્ટની નાગપુર બેન્ચે ગુરુવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને નોટિસ ફટકારી છે. બોમ્બે કોર્ટે 2024 ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કથિત ગેરરીતિના કેસમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને જવાબ રજૂ કરવા કહ્યું છે.

ચૂંટણીમાં કથિત ગેરરીતિનો કેસ : દેવેન્દ્ર ફડણવીસે નાગપુર દક્ષિણ-પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારથી 2024 ની વિધાનસભા ચૂંટણી લડી હતી અને તેઓ મોટા માર્જિનથી જીત્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર પ્રફુલ્લ ગુઢેએ ફડણવીસની જીતને પડકારતી અરજી બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચમાં દાખલ કરી છે. પ્રફુલ્લ ગુઢેનો આરોપ છે કે ચૂંટણી પ્રક્રિયાનું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું ન હતું.

મુખ્યમંત્રી ફડણવીસને નોટિસ : હવે નાગપુર બેન્ચે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને નોટિસ જારી કરી છે અને તેમને 8 મે સુધીમાં જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. આ કેસમાં આગામી સુનાવણી 8 મેના રોજ થશે.

મહાયુતિના 26 ઉમેદવારોની જીત સામે પડકાર : આપને જણાવી દઇએ કે ગયા વર્ષની વિધાનસભા ચૂંટણીમાં હારી ગયેલા મહા વિકાસ આઘાડીના 26 ઉમેદવારોએ મહાયુતિના વિજેતા ઉમેદવારોની જીતને પડકાર ફેંક્યો છે. આ વર્ષની શરૂઆતમાં કોંગ્રેસના નેતા પ્રફુલ ગુઢેએ બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચમાં વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની જીતને પડકારતી અરજી દાખલ કરી હતી.

કોંગ્રેસના ઉમેદવારના આક્ષેપો : અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે ચૂંટણીમાં પ્રક્રિયાગત ભૂલો અને ભ્રષ્ટ પ્રથાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે જરૂરી કાનૂની પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું ન હતું. અરજીમાં જણાવ્યું છે કે હારેલા ઉમેદવારોને CCTV ફૂટેજ અને ફોર્મ નં. 17 આપવામાં આવી રહ્યા નથી.

કોર્ટે નાગપુર-દક્ષિણ વિધાનસભા મતવિસ્તારના વિજેતા ભાજપના ઉમેદવાર મોહન માટે અને ચંદ્રપુર જિલ્લાના ચિમુર વિધાનસભા મતવિસ્તારના વિજેતા ઉમેદવાર બંટી ભાંગડિયાને પણ નોટિસ જારી કરી અને તેમને તેમના જવાબ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે ભાજપના ધારાસભ્યો સુધીર મુનગંટીવાર અને દેવરાવ ભોગલેને પણ નોટિસ ફટકારી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.