ETV Bharat / bharat

કામાખ્યા સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના 11 ડબ્બા પાટા પરથી ઉતર્યા, રેલવેએ હેલ્પ લાઈન નંબર જારી કર્યો - CUTTACK TRAIN ACCIDENT

ઓડિશાના કટકમાં 12551 બેંગલુરુ-કામખ્યા એસી એક્સપ્રેસના 11 કોચ પાટા પરથી ઉતરી ગયા છે.

કામાખ્યા એક્સપ્રેસ ટ્રેનના 11 ડબ્બા પાટા પરથી ઉતર્યા
કામાખ્યા એક્સપ્રેસ ટ્રેનના 11 ડબ્બા પાટા પરથી ઉતર્યા (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : March 30, 2025 at 3:06 PM IST

1 Min Read

ભુવનેશ્વર: ઓડિશાના કટક જિલ્લામાં રવિવારે એક એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. અધિકારીએ જણાવ્યું કે બેંગલુરુ-કામખ્યા એસી એક્સપ્રેસના 11 ડબ્બા બપોરે 12 વાગ્યાની આસપાસ મંગુલી નજીક નિરગુંદીમાં પાટા પરથી ઉતરી ગયા.

ઈસ્ટ કોસ્ટ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી (સીપીઆરઓ) અશોક કુમાર મિશ્રાએ કહ્યું કે, હજુ સુધી કોઈ ઈજા કે જાનહાનિના સમાચાર નથી. જોકે સ્થાનિકોનું કહેવું છે કે, એક વ્યક્તિનું મોત થઈ ગયું છે અને અન્ય કેટલાકને ઈજાઓ પહોંચી છે. મિશ્રાએ કહ્યું, "અમે અમારા સંસાધનો એકત્ર કર્યા છે અને NDRF અને ફાયર સર્વિસને જાણ કરી છે. એક રાહત ટ્રેન ઘટનાસ્થળે મોકલવામાં આવી છે."

રેલવેની પ્રેસ રિલીઝમાં કહેવાયું કે, "30-03-2025 (રવિવાર) ના રોજ લગભગ 11.45 વાગ્યે કટક-નેરગુન્ડી રેલવે સેક્શનના ખુદરા રોડ ડિવિઝનમાં 12551 બેંગ્લોર-કામખ્યા એ.સી સુપરફાસ્ટ એક્સપ્રેસના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. અત્યાર સુધી કોઈ ઈજા કે જાનહાનિના અહેવાલ નથી."

તેમણે કહ્યું કે રેલવેના ફ્રન્ટલાઈન ઓફિસર્સ અને સપોર્ટ સ્ટાફ પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે. તેમણે કહ્યું કે હેલ્પલાઈન - 8455885999 અને 8991124238 - શરૂ કરવામાં આવી છે અને ફસાયેલા મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને મોકલવા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

અન્ય હેલ્પલાઇન નંબરો

ભુવનેશ્વર - 8114382371

ભદ્રક-9437443469

કટક - 7205149591

પલાસા - 9237105480

જાજપુર કેઓંઝર રોડ - 9124639558

કેટલીક ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા હતા

ટ્રેન પાટા પરથી ઉતરી જવાને કારણે ટ્રેક પર રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે. ઘણી ટ્રેનોના રૂટ તાત્કાલિક અસરથી બદલવામાં આવ્યા છે, જેની ટ્રેન નંબરો છે - 12822 (BRAG), 12875 (BBS) અને 22606 (RTN).

આ પણ વાંચો:

  1. 'મન કી બાત'માં PM મોદી: બાળકોને ઉનાળાની રજાઓમાં તેમના કૌશલ્યને નિખારવા કહ્યું...
  2. ઓછામાં ઓછા ખર્ચે કરવી છે ચારધામ યાત્રા? જાણો આઈટિનરીથી લઈ રજિસ્ટ્રેશન સુધી બધું જ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.