અમદાવાદ : આજે 17 ફેબ્રુઆરી, સોમવારના રોજ ચંદ્ર કન્યા રાશિમાં છે. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ: કન્યા રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી ષષ્ટમ ભાવમાં રહેશે. આર્થિક અને વ્યાવસાયિક દૃષ્ટિએ આજનો દિવસ લાભદાયી રહેશે. લાંબાગાળાના નાણાકીય આયોજનો પાર પડશે. વ્યવસાયમાં પણ યોજનાઓ ઘડી શકો. પરોપકાર અર્થે કરેલા કાર્યથી આપનું મન પ્રફુલ્લિત રહે. આરોગ્ય જળવાય. સતત જનસંપર્કમાં રહેવાનું થાય. બીમાર વ્યક્તિને તબિયતમાં સુધારો જણાશે. આર્થિક લાભ થવાની આશા રાખી શકો. હરીફો સામેની લડાઇમાં આજે તમારી જ જીત છે.
વૃષભ: કન્યા રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી પંચમ ભાવમાં રહેશે. મહેનતના પ્રમાણમાં અલ્પ પરિણામ મળે છતાં આપ નિષ્ઠાપુર્વક કામ આગળ વધારશો. આપના વિસ્તારોની વિશાળતા અને વાણીની મીઠાશ અન્ય લોકોને પ્રભાવિત કરશે અને તે દ્વારા લાભ મેળવી શકશો. મૃદુવાણી નવા સંબંધો બાંધવામાં સહાયરૂપ બનશે. કલા તેમજ વાંચનમાં લેખનમાં આપની રૂચિ રહેશે. વિદ્યાભ્યાસ માટે અનુકૂળ સમય છે. બહારનું ખાવાનું ટાળવું નહિ તો પાચનતંત્રની તકલીફ થવાની શક્યતા છે.
મિથુન: કન્યા રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી ચતુર્થ ભાવમાં રહેશે. મહત્વના નિર્ણય લેવામાં આંશિક મુશ્કેલી અનુભવાય તેવી શક્યતા છે. વ્યવહારુ અભિગમ અપનાવશો તો વાંધો નહીં આવે. માતા અને સ્ત્રીવર્ગ માટે આપ વધુ લાગણીશીલ બની જશો. વધુ પડતા વિચારોને કારણે આપ તનાવ અનુભવશો. ઊંઘ ન આવવાને કારણે શારિરીક અસ્વસ્થતા રહી શકે. શક્ય હોય ત્યાં સુધી પ્રવાસ ટાળવો.આપે જળાશયથી સાચવવું જોઇએ. જમીન કે મિલકત વિશેની વાતચીત મુલતવી રાખવી.
કર્ક: કન્યા રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી તૃતીય ભાવમાં રહેશે. આજનો દિવસ નવા કામની શરૂઆત કે સફળતા માટે સારો રહેશે. મિત્રો અને સ્વજનોને મળીને આપ ખુશી અનુભવશો. ટૂંકી મુસાફરી થઇ શકે. સહોદરો સાથેનો સંબંધ સારો રહેશે. પ્રિયજન સાથેની નિકટતા માણીને આપને આનંદ અનુભવાશે. નાણાંકીય લાભ થાય કે સમાજમાં આદર મળે. આપના વિરોધીઓ આપની સામે ફાવી શકશે નહીં. આજે કોઇની સાથે લાગણીથી જોડાશો નહીં.
સિંહ: કન્યા રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી દ્વિતિય ભાવમાં રહેશે. પરિવારના સભ્યો સાથે સુખશાંતિથી દિવસ પસાર થાય તેમનો સાથ સહકાર મળે. સ્ત્રી મિત્રોની વિશેષ મદદ મેળવી શકશો. દૂર વસતા મિત્રો અને સ્નેહીજનો સાથેનો સંપર્ક કે સંદેશવ્યવહાર આપને લાભદાયી નીવડશે. આપ પ્રભાવિત વાક્છટાથી અન્ય લોકોનું ધ્યાન કેન્દ્રિત કરી શકો. આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધારે રહે. ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થાય. નિર્ધારિત કાર્યોમાં ઓછી સફળતા મળે.
કન્યા: કન્યા રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી પ્રથમ ભાવમાં રહેશે. આપના સમૃદ્ધ વિચારો અને આકર્ષક વાકપટુતાને કારણે આપને લાભ થશે અને સંબંધો વધુ સારા બનાવીને આપ આપનું કામ આગળ વધારી શકશો. આજનો દિવસ વ્યવસાસિક દૃષ્ટિએ લાભ કરાવનારો બની રહેશે. આપનું શારિરીક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. સ્નેહીજનોને મળવાનું થશે અને ખુશી તેમજ આનંદ મેળવી શકશો. આર્થિક લાભ અને પ્રવાસની શક્યતાઓ પણ વધારે છે.
તુલા: કન્યા રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી દ્વાદશ ભાવમાં રહેશે. આજના દિવસે અવિચારી વલણ આપને તકલીફમાં મૂકી શકે છે માટે કોઈની સાથે વાત કરવામાં અથવા કામ કરવામાં તમારા વર્તન અને વાણીમાં વિનમ્રતા અને સહકારની ભાવના હોવી ખાસ આવશ્યક છે. અવિચારી ઉતાવળ ટાળશો તો ઈજાથી બચી શકો છો. કોઈની સાથે વધુ પડતી દલીલબાજીમાં પડવાના બદલે પોતાના કામથી મતલબ રાખવાની નીતિ આપના માટે બહેતર રહેશે. સગા સંબંધીઓ સાથે અણબનાવ થાય. મનોરંજન કે હરવાફરવા પાછળ નાણાં ખર્ચાય. શારીરિક માનસિક વ્યગ્રતા ઓછી કરવા આધ્યાત્મિકતા મદદરૂપ થાય.
વૃશ્ચિક: કન્યા રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી એકાદશ ભાવમાં રહેશે. આજે આપને દરેક બાબતે આનંદ અને સંતોષ અનુભવાશે. પત્ની અને પુત્ર તરફથી સારા સમાચાર મળશે. શુભ કાર્ય થઇ શકશે. લગ્નોત્સુકોના લગ્ન થવાની પણ શક્યતા છે. બિઝનેસ અને નોકરીમાં સારી તકો મેળવી શકશો અને આવક વધશે. મિત્રો સાથે હરવાફરવાનું થાય તેમનાથી લાભ થાય. વડીલોનો સહકાર મળશે અને આપ પ્રગતિ સાધી શકશો.
ધન: કન્યા રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી દશમ ભાવમાં રહેશે. કાર્ય સફળતાનો દિવસ છે. નવા કામની શરૂઆત કરી શકો. વેપારીઓ તેમના બિઝનેસનું આયોજન અને વિસ્તરણ સારી રીતે કરી શકશે. નોકરીમાં ઉપરીઓ આપની બઢતી માટે વિચારશે. ગૃહજીવનમાં આનંદ અને સંતોષ રહેશે. તન- મનનું આરોગ્ય જળવાશે. આર્થિક લાભ, જાહેરજીવનમાં માન પ્રતિષ્ઠા વધશે.
મકર: કન્યા રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી નવમ ભાવમાં રહેશે. આપ આપના વ્યવસાય તેમજ બૌદ્ધિક કામકાજમાં નવી પદ્ધતિ અપનાવશો. લેખન અને સાહિત્યને લગતી પ્રવૃત્તિઓને આગળ ધપાવશો. શરીરમાં થાય અને અજંપાનો અનુભવ થશે. સંતાનોને લગતી ચિંતા સતાવ્યા કરશે. લાંબો પ્રવાસ પણ થઇ શકે. કોઇની સાથે સ્પર્ધામાં ન ઉતરવાની અને ખોટા ખર્ચ ટાળવાની સલાહ છે.
કુંભ: કન્યા રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી અષ્ટમ ભાવમાં રહેશે. આપના મનમાં નકારાત્મક વિચારોને કારણે નિરાશા ઉત્પન્ન થઇ શકે માટે આજના દિવસમાં ખાસ તો વિચારોમાંથી નકારાત્મકતા દૂર કરવી અને શક્ય હોય તો સર્જનશીલતા લાવવી. ગુસ્સો ગળી જઈને વાણી અને વર્તનમાં જેટલી મીઠાશ રાખશો એટલા સંબંધો વધુ ખીલી ઉડશે. સ્વાસ્થ્યની થોડી કાળજી લેવાની સલાહ છે. અકસ્માત ન થાય તેનું ધ્યાન રાખવું પડશે. ભગવાનને યાદ કરવાથી તેમ જ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ દ્વારા આપના મનને શાંતિ મળશે.
મીન: કન્યા રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી સપ્તમ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ સારી રીતે પસાર થશે. વેપારમાં ભાગીદારી કરવી હોય તો સમય અનુકૂળ છે. આપના દાંપત્યજીવનમાં નિકટતાનો અનુભવ થશે. મિત્રો અને સ્વજનોને પણ મળવાનું થાય. પ્રેમીઓ વચ્ચે રોમાન્સ વધશે. જાહેર જીવનમાં આપના માનપાનમાં વધારો થશે.