ETV Bharat / bharat

હિન્ડેનબર્ગ રિસર્ચના દાવાઓ પર સુપ્રીમ કોર્ટમાં અરજી, 'રોકાણકારોમાં શંકાનું વાતાવરણ' - SC plea Hindenburg Research

author img

By Sumit Saxena

Published : Aug 13, 2024, 5:39 PM IST

હિંડનબર્ગ રિસર્ચ દ્વારા નવા આરોપોને પગલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં અગાઉની અરજી સ્વીકારવાની માંગ કરવામાં આવી, જેમાં SEBI ને અદાણી ગ્રૂપની કંપનીઓ સામે પડતર તપાસ પૂર્ણ કરવા નિર્દેશ આપવા માંગ કરવામાં આવી હતી. SC plea Hindenburg Research

હિન્ડેનબર્ગ રિસર્ચના દાવાઓ પર સુપ્રીમ કોર્ટમાં અરજી
હિન્ડેનબર્ગ રિસર્ચના દાવાઓ પર સુપ્રીમ કોર્ટમાં અરજી ((IANS))

નવી દિલ્હી : યુએસ શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચ દ્વારા અદાણી ગ્રૂપની કંપનીઓ સામે લગાવવામાં આવેલા છેતરપિંડીના આરોપોની તપાસ કરવા માટે લેવાયેલી કાર્યવાહી અંગે SEBI પાસેથી સ્ટેટસ રિપોર્ટ માંગતી અરજીની યાદી આપવાના ઇનકાર સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.

શા માટે મહત્વપૂર્ણ અરજી : હિંડનબર્ગ રિસર્ચ દ્વારા પ્રકાશિત તાજેતરના અહેવાલને ધ્યાનમાં રાખીને આ અરજી મહત્વપૂર્ણ છે. જેમાં SEBI ચેરપર્સન માધવી પુરી બુચ પર હિતોના ટકરાવના આક્ષેપો કરવામાં આવ્યા છે.

એડવોકેટ વિશાલ તિવારીએ દાખલ કરેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, 3 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે આપેલા આદેશમાં સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાને (SEBI) તેની તપાસ પૂર્ણ કરવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. જાહેર હિતમાં અને અદાણી જૂથ સામે 2023માં હિંડનબર્ગ રિપોર્ટના પ્રકાશન પછી તેમના નાણાં ગુમાવનારા રોકાણકારોના હિતમાં આ મહત્વપૂર્ણ છે.

અરજીકર્તાનો દાવો : આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, 'SEBI દ્વારા કરવામાં આવેલી તપાસ અને તેના તારણો વિશે જાણવાનો અધિકાર રોકાણકારોના લાભ માટે જરૂરી છે. યુએસ સ્થિત શોર્ટ-સેલર હિંડનબર્ગ રિસર્ચે શનિવારે જાહેર કરેલા નવા રિપોર્ટમાં આરોપ લગાવ્યો છે કે SEBIના વર્તમાન અધ્યક્ષ માધવી પુરી બૂચ અને તેમના પતિ ધવલ બૂચ અદાણી જૂથના કથિત નાણાંની ગેરરીતિ સાથે જોડાયેલા ઓફશોર ફંડ્સમાં હિસ્સો ધરાવે છે.

રિપોર્ટમાં વ્હીસલ બ્લોઅરના દસ્તાવેજો ટાંકવામાં આવ્યા છે. આ અહેવાલ અદાણી જૂથ પરના તેના નુકસાનકારક અહેવાલના દોઢ વર્ષ પછી આવ્યો છે, જેના દૂરગામી પરિણામ હતા. આમાં કંપનીની રૂ. 20,000 કરોડની મોટી ફોલો-ઓન જાહેર ઓફર રદ કરવાનો પણ સમાવેશ થાય છે.

રોકાણકારોમાં શંકાનું વાતાવરણ : સેબીના વડાએ આ આરોપોને પાયાવિહોણા ગણાવીને નકારી કાઢ્યા છે. કોર્ટે કહ્યું છે કે, થર્ડ પાર્ટી રિપોર્ટ પર વિચાર કરી શકાય નહીં. જોકે, આ તમામ બાબતોએ જનતા અને રોકાણકારોના મનમાં શંકાનું વાતાવરણ ઊભું કર્યું છે. આવા સંજોગોમાં SEBI પેન્ડિંગ તપાસ બંધ કરીને તપાસના નિષ્કર્ષની જાહેરાત કરવી જરૂરી બની જાય છે.

એડવોકેટ તિવારીની દલીલ : આ વર્ષે જાન્યુઆરીમાં સુપ્રીમ કોર્ટે અદાણી ગ્રૂપ સામે યુએસ સ્થિત શોર્ટ સેલર દ્વારા લગાવવામાં આવેલા સ્ટોક મેનીપ્યુલેશનના આરોપો પર હસ્તક્ષેપ કરવાનો અથવા આગળ પગલાં લેવાનો ઇનકાર કર્યો હતો. વકીલ તિવારીએ હાલની અરજીમાં કહ્યું કે, જાન્યુઆરીમાં કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ સમય મર્યાદામાં તપાસ પૂર્ણ થવી જોઈએ, પરંતુ તેનો અર્થ એ નથી કે કોઈ સમય મર્યાદા નક્કી કરવામાં આવી નથી. 'ડેડલાઈન' વીતી ગઈ હોવાથી મુખ્ય કેસના અરજદારોમાંના એક એડવોકેટ તિવારીએ નવી અરજી સબમિટ કરી હતી.

5 ઓગસ્ટના રોજ કોર્ટના રજિસ્ટ્રારે અરજીની નોંધણી કરવાનો ઇનકાર કર્યો હતો. જેમાં કહ્યું કે, તે સંપૂર્ણપણે ખોટી માન્યતા પર આધારિત છે અને તેનું કોઈ યોગ્ય કારણ આપવામાં આવ્યું નથી. રજિસ્ટ્રીના નિર્ણય સામે દાખલ કરાયેલી તાજેતરની અરજીમાં તિવારીએ કહ્યું હતું કે, 'રજીસ્ટ્રેશન માટે કોઈ યોગ્ય કારણ ન હોવાના આધારે અરજદારના મૂળભૂત અધિકારને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તેના માટે કોર્ટના દરવાજા હંમેશ માટે બંધ કરી દેવામાં આવ્યા છે.

  1. સુપ્રીમ કોર્ટે અદાણી-હિંડનબર્ગના નિર્ણયની સમીક્ષા કરવાની અરજી ફગાવી દીધી
  2. શું કરે છે સેબી? હિંડનબર્ગ અને અદાણી તપાસમાં તેની ભૂમિકા શું છે? જાણો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.